________________
શારદા સરિતા
જૂઠું નથી બલતે. પણ તું જેને અનાથ માને છે તે હું અનાથ નથી. હું છ કારણે અનાથ હતું. મારા શરીરમાં ભયંકર રોગ ઉત્પન્ન થયે ત્યારે તે રોગ મટાડવા માટે મારા માતા-પિતા–ભાઈ–બહેને, રાજવૈદે કે મારી પત્ની કઈ મને મટાડવા સમર્થ બન્યું નહિ. આ કંચન જેવી કાયા કયારે દગો દઈ દે છે તેની ખબર નથી. આજે અહીં બેઠા છે ને કાલે શરીરમાં રોગ નહિ આવે તેની ખાત્રી છે?
જ્ઞાની કહે છે કાલનો ભરોસો ના કર. પાણી પહેલા પાળ બાંધી લે. જીવનની જેટલી પળે ગઈ તે ભલે ગઈ. પણ હવે જે બાકી છે તેમાં કંઈક કરી લે, એક કવિ
એક પળ ગઈ ભલે ગઈ પણ બીજી સુધારી લેજો,
બીજી પળમાં શું કરવું તે આજે વિચારી લેજે.
હવે જેટલી જિંદગી બાકી છે તેમાં શું કરવું, તેને વિચાર કરજે. આત્મદેવ જાગૃત બનશે તે કર્મના ભૂકકા બોલાવી દેશે. એ સમજશે કે સંસારનું બધું કાર્ય નિયમિત થાય છે તે ધર્મના કાર્યમાં શા માટે પ્રમાદ કરૂં? ગમે તેવું કામ હોય છે ગમે તે માટે સુબો મળવા આવવાને હશે તે પણ દઢધમી જાગૃત આત્મા કહી દેશે કે મારે વ્યાખ્યાનમાં જવાનો સમય છે. આ સમયે હું તમને નહિ મળી શકું. માફ કરજે. બીજા ગમે તે ટાઈમે આવજે પણ મારે ધર્મ નહિ છોડું. આવું સમજીને પ્રમાદ છેડે. - ધર્મક્રિયામાં અપ્રમતભાવ એ એક્ષપ્રાપ્તિનો એ ઉપાય છે. એટલે પ્રમાદ - તેટલું પતન છે અને જાગૃતિ એટલું જીવન છે. જે પ્રમાદમાં પડે છે તેનું આત્મિક ધન લૂંટાઈ જાય છે અને જે સજાગ રહે છે. તેનું ધન સુરક્ષિત રહે છે. સાધુ છ ને સાતમાં ગુણસ્થાનકે ઝુલતા હોય. શાસ્ત્રમાં વાત આવે છે કે દેવે સાધુને હરણ કરીને લઈ જાય છે તે એ કેવા સાધુનું હરણ કરે છે? છઠ્ઠી પ્રમત સંયતિ ગુણસ્થાનકે વર્તનારા સાધુનું દેવે હરણ કરી શકે છે. પણ સાતમા અપ્રમત ગુણસ્થાનકે વર્તનારા સાધુનું હરણ કરી શકતા નથી. માટે બને તેટલું પ્રમાદ એ છે કરી ધર્મની આરાધના કરશે તે જીવ મેક્ષના સુખ જલદી પામશે. અનાથી મુનિના ભેટાથી શ્રેણીક રાજાને ભાન થઈ ગયું કે સાચી સનાથતા તેને કહેવાય? તેમ આપણને પણ ભાન થાય તે ભાવના સહિત વિરમું છું.