________________
૩૬
શારદા સરિતા કેવું હશે? અત્તરની ભરેલી બાટલી હોય ને અત્તરની ખાલી બાટલી હોય, બંને અત્તરની બાટલી તે કહેવાય–પણ ખાલી ને ભરેલીમાં ફેર છે. તેમ શ્રેણીક રાજાનું રૂપ ખાલી બાટલી જેવું હતું ને અનાથી મુનિનું રૂપ ભરેલી બાટલી જેવું હતું. મુનિના શુદ્ધ બ્રહ્મચર્યના તેજથી તેમનું રૂપ ચામડીને ભેદીને ઝગારા મારી રહ્યું હતું. જ્યારે શ્રેણીકમાં બાહ્યા સૌન્દર્ય હતું. એ મુનિના રૂપ આગળ ફિકકું લાગતું હતું. માનવભવની મહત્તા તપ-ત્યાગથી છે. આત્માથી માણસ સમયને ઓળખીને તપ-ત્યાગથી જીવનને દીપાવી દે.
શ્રેણીક રાજા બોલે છે હે મુનિ તારી ક્ષમાને નિર્લોભતા જોઈને મારું હૃદય હચમચી જાય છે. મુનિરાજને વંદન કરીને બે હાથ જોડી પૂછે છેઃ હે મહારાજ! આપને શું દુઃખ હતું કે આવી ભરયુવાનીમાં સંયમ લીધે? સમય જોઈને મુનિએ ઉત્તર આપે. પ્રશ્ન પૂછનાર ચતુર અને ઉત્તર આપનાર પણ ચતુર હતા. મુનિ કહે છે:
अणाहोमि महाराय, नाहोमज्झ न विज्जइ । अणुकम्पगं सुहिवावि, कंचि नाभिसमेमहं ।।
ઉત્ત-ટૂ-અ-૨૦, ગાથા ૯ હે રાજન! હું અનાથ છું. મારે કઈ નાથ નથી માટે મેં દીક્ષા લીધી. ત્યારે શ્રેણીક રાજાને આશ્ચર્ય થયું; આવા તેજસ્વી પુરૂષ અનાથ હોય તેમ કદી બને નહિ. શ્રેણક રાજા કહે છેઃ
होमि नाहोभयत्ताणं भोगे भुंजाहि संजया। मित्तनाइ परिवुडो माणुस्संखु दुल्लहं ।।
ઉત્ત-ન્સ-અ-૨૦, ગાથા ૧૧ હે મુનિરાજ! જે આપને કઈ નાથ ન હોય તે હું તમારે નાથ બનું. આપને ગમે તેવી કન્યા પરણવું. સુંદર મહેલ આપું. હેમ-હીરા ને માણેકથી તિજોરી ભરી દઉં ને મારું અડધું રાજ્ય આપી દઉં. મારા રાજ્યમાં આવીને ઈચ્છિત સુખ ભગવો. ત્યારે સંત કહે છે –
अप्पणावि अणाहोसि सेणिया मगहाहिवा। अप्पणा अणाहोसन्तो कहं नाहो भविस्सति ।
ઉત્ત-સુ-અ-ગાથા ૧૨ હે મગધ દેશના અધિપતિ! શ્રેણીક રાજા, તમે પોતે અનાથ છે તે મારા નાથ કેવી રીતે બનશે? ત્યાં વળી શ્રેણુક રાજા વધુ આશ્ચર્યમાં પડી ગયા, કે અહો! આ મને કહે છે તું અનાથ છે. મને ન ઓળખતા હોય તે જુદી વાત. પણ મને કહે છે કે મગધદેશના માલિકી અને પાછા કહે છે તું અનાથ છે. શ્રેણુક કહે છેઃ મુનિરાજ! આપની ભૂલ થાય છે. માદુ મતે મુi વા આપ રખે છેટું બોલતા હૈ. મુનિ કહે છેઃ હું