________________
૩૮
શારદા સરિતા
વ્યાખ્યાન નં. ૭ “દેવ-ગુરુ ધર્મ પ્રત્યે સમર્પણ ભાવ” અષાડ વદ ૨ ને સોમવાર
તા. ૧૬-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીવ માતાઓ ને બહેનો!
સર્વજ્ઞ ભગવતે કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા બાદ જગતના સર્વ પર્યાને હસ્તરેખાની માફક સ્પષ્ટ જોયા. અનાદિકાળથી ચતુર્ગતિ સંસારમાં ભમતા જી તરફ એક કરૂણભરી દષ્ટિ ફેંકી અને તેમના દુઃખો દૂર કરવા માટે આગમ વાણી પ્રકાશી. ભગવંતના મુખમાંથી નીકળેલી વાણી ગણધર ભગવંતોએ ઝીલી. ગણધર ભગવંતે પાસેથી આચાર્યોએ ઝીલી અને તેનું પ્રકાશન કર્યું. આગમ એ આત્માને જેવાને અરીસો છે. જેમ દેહને જોવા માટે માનવી રમે રૂમે અરીસો રાખે છે. આ અરીસો ચામડાને બતાવે છે પણ આત્માને બતાવતું નથી. ભગવંત કહે છે કે, હે ચેતન ! તું ચામડાને પૂજારી ન બન. આત્માને પૂજારી બન. આ દેહરૂપી દેવળમાં ચેતનદેવ બેઠે છે ત્યાં સુધી તેની કિંમત છે. બારદાનની કિંમત માલથી થાય છે. માલ વિનાના બારદાનની જેમ કિંમત નથી તેમ આત્મા વિનાના દેહની કિંમત નથી અને ઉત્તમમાં ઉત્તમ કઈ જન્મ હોય તે તે માનવ જન્મ છે.
માનવ જીવનમાં મોક્ષની આરાધના થઈ શકે છે. એટલા માટે જ્ઞાની કહે છે કે વીતરાગ શાસન પામેલ આત્મા મોક્ષની આરાધના સિવાય બીજી સંસારની કઈ વસ્તુની ઈચ્છા ન કરે. એના મનમાં એ તલસાટ જાગે કે અનંતકાળથી મારો આત્મા કર્મના કારણે ચતુર્ગતિ સંસારમાં ભમીને વિવિધ પ્રકારના દુઃખો વેઠી રહયો છે. હવે જ્યારે આમાંથી મુકિત મેળવું? જન્મ મરણને અંત લાવવા માટે આપણે દેવ-ગુરુને ધર્મની આરાધના કરવાની છે. જિનેવર ભગવંત મેક્ષ બતાવનારા છે. પણ એ માર્ગની અને માર્ગ બતાવનારની કિંમત કોને હે ય ? જેને એમ લાગે કે હું ભવમાં ભૂલો પડે છું. અનાદિકાળથી હેરાન થઈ ગયે છું. એમ લાગે, ભવ પ્રત્યે નિર્વેદ જાગે તેને, જીવને જ્યારે એમ લાગે છે કે હું આ ભયાનક ભવાટવીમાં અનાદિકાળથી ભૂલો પડ છું. હવે રસ્તે મળતું નથી. ભુખ-તરસ-દુઃખ વેઠીને હેરાન થઇ ગયો છું. થાકી ગયે છું. હવે રસ્તે બતાવનાર મળી જાય તે એને મહાન ઉપકાર માનું. દેવાનુપ્રિયે! તમારા મહાન સદ્દભાગ્યે ને પુણ્યોદયે મોક્ષ તે છે પણ મોક્ષમાર્ગના બતાવનાર સદ્દગુરૂઓ મળ્યા ને મોક્ષમાં જવાના સાધનો મળ્યા. તેને તમને આનંદ થાય છે? “ના” તમને તો લક્ષ્મી મળે તે આનંદ થાય ને? મને આવા સદગુરુને જૈનધર્મ ન મળ્યો હોત તો મારું શું થાત? કદી એ ખટકારો થાય છે? ભગવાન મહાવીર સ્વામી ચરમ શરીરી હતા. તે જ