________________
૭૨૬
શારદા સરિતા ઝંખતો હોય છે. સમકિતી અંતરથી માત્ર મોક્ષના સુખને ઝંખે છે. દેવના ગમે તેવા સુખ હોય તે પણ તેને દુઃખરૂપ માને છે. આવા શુભ અધ્યવસાયના પરિણામે સમકિતી ઘણી નિર્ભર કરે છે. જેનું લક્ષ પરમાત્મા તરફ વળ્યું તેને બેડે પાર થાય છે. મોક્ષ માર્ગમાં ચિત્તના અધ્યવસાયની ઘણી મોટી કિંમત અંકાયેલી છે, તેમાં જે શુભ પરિણામ પૂર્વકને પુરૂષાર્થ ઉપડે તે એક જન્મમાં અનેક જન્મોના કર્મો ખપી જાય છે. આ જીવે અવળે પુરૂષાર્થ તે ઘણે કર્યો છે, પણ જે સવળે પુરૂષાર્થ કરે તે અ૯પ સમયમાં કામ કાઢ જાય.
અનાદિકાળથી જીવની રૂચી પુદગલની એંઠમાં છે. તેને સ્વભાવ તરફની રૂચી થઈ નથી. જ્ઞાનીની દ્રષ્ટિમાં જગત કેવું હોય છે?
સકલ જગત તે એંઠવતુ અથવા સ્વપ્ન સમાન,
તે કહી એ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન જ્ઞાનીની દષ્ટિમાં આખું જગત એંઠવત અથવા સ્વસમાન ભાસે છે અને તે સાચી જ્ઞાન દશા છે. જયાં સુધી આવી ભાવના ન જાગે ત્યાં સુધીનું જ્ઞાન બધું વાચાજ્ઞાન છે. આ જગતના બધા પદાર્થો જીવે અનંતીવાર ભગવ્યા છે ને એ પદાર્થો બીજાએ પણ અનંતીવાર ભોગવ્યા છે.
બંધુઓ! જ્ઞાનની દ્રષ્ટિમાં અને અજ્ઞાનીની દષ્ટિમાં આટલે ફરક છે. જ્ઞાની સંસારમાં રહેવા છતાં તેની દષટ પરપદાર્થો તરફ ન જાય. દેહને પણ પોતાનાથી પર માને. આગળના એકેક શ્રાવકે દઢ હતા ! એ શ્રાવકે સાધુ જેવા હતા. શાસ્ત્રમાં એની વાતે વાંચીએ તે આપણું કાળજું કંપી જાય કામદેવ શ્રાવકને પૌષધવતમાં દેવે કેવા ઉપસર્ગો આપ્યા છે. હાથીના રૂપ લઈને સુંઢમાં કામદેવને લઈને ઉચે ઉછાળે. દેવે કહ્યું કે તું એક વખત એમ કહી દે કે હું જે ધર્મ માનું છું તે ધર્મ છેટે છે. ત્યારે કહે છે મારું ગમે તે થાય પણ હું શ્રદ્ધાથી નહિ શું. મારણાંતિક ઉપસર્ગો આપ્યા છતાં શ્રાવક ચલાયમાન ન થા. કેવી દઢ શ્રદ્ધા ! સંસારમાં રહેવા છતાં આટલી મજબૂત શ્રદ્ધા અને પાપભીરૂ કેટલા? જુઓ, જ્ઞાની શ્રાવક અને અજ્ઞાની શ્રાવક બંનેની દષ્ટિમાં ક્યાં ફરક પડે છે ! દાખલા તરીકે જ્ઞાની શ્રાવક અને અજ્ઞાની શ્રાવક બને શાકમરકીટમાં શાક લેવા ગયા. અજ્ઞાની શ્રાવકે તાજા અને કુણુ ભીંડા-ટીંડોળા ને પરવર લીધા. એ હરખાયો કે આજે મઝાના ભરેલા ભીંડાનું શાક બનાવશું ને ટેસથી ખાઈશું. ત્યારે પેલા જ્ઞાનીશ્રાવકને ભીંડાને તળવા ત્રાજવામાં નાખે ત્યારે તેની આંખમાં આંસુ આવે. અહ પ્રભુ! હું પણ ભીંડા આદિ શાકમાં કેટલીક વાર ઉત્પન્ન થયે ને હજુ પણ મશાલા ભરીને શાકને સ્વાદથી ખાઉં છું તે ફરીને ત્યાં ઉત્પન્ન થવું પડશે. પ્રભુ! હું ક્યારે આરંભ-સમારંભને સર્વથા ત્યાગ કરીશ? કયારે અનાહારક દશા પ્રાપ્ત કરીશ કે જેથી