________________
શારદા સરિતા
૭૨૫ દુઃખથી આકુળ-વ્યાકુળ થયેલી એક મંદિરના એટલે સૂતી હતી ત્યાં સર્વે તેને ડંખ દીધે. અંતિમ સમયે ખૂબ દુઃખ ભેગવી આધ્યાન રૌદ્ર ધ્યાન કરતી મરીને ત્રીજી વાલુકાપ્રભા નામની નરકે સાત સાગરોપમની સ્થિતિવાળે નારક થઈને ધનદેવ મુનિ સાતમા મહાશુક નામના દેવલોકમાં પંદર સાગરોપમની સ્થિતિવાળા મહર્થિક દેવ થયા. એક આત્મા સુખને સ્વામી બન્યો છે જ્યારે બીજે નરકની મહાવેદના ભોગવવા ચાલ્યા ગયે. આ તેમને ચે ભવપૂર્ણ થયે. હવે પાંચમા ભાવમાં ક્યાં ઉત્પન્ન થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૩ અષાડ સુદ ૭ ને બુધવાર
તા. ૩-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને!
આ જીવે સ્વરૂપને ઓળખ્યા વિના અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે. આત્માએ અજ્ઞાનતાથી ઉભું કરેલું દુખ આત્માના જ્ઞાનથી દૂર કરી શકાય છે. શરીર એ બાહ્ય વસ્તુ છે ને આત્મા એ અંતરંગ વસ્તુ છે. શરીર વિનાશી છે તે આત્મા અવિનાશી છે. આત્માએ શરીરને ધારણ કરેલું છે. આયુષ્ય પૂરું થયે આ શરીર છૂટી જાય છે. પણ આત્મા તે અમર છે. આત્માએ ભેદવિજ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. અજ્ઞાન દૂર થાય તો બાહા પદાર્થો ઉપરથી મમતા ઓછી થાય. દરેકે પિતાના આત્માને સમજાવવાની જરૂર છે. તે આત્મા ચલાયમાન એવા જડ પુદગલની એંઠને ભેગવટે તને કેમ ગમે છે?
મેતીના ચણ ચણનારો તું હંસા માન સરોવરને વાસી, ગંદા રે જળના ખાબોચીયાન, શાને બન્યો તું રહેવાસી કરે શાને આ જીવનથી યાર, કે તારે પંથ નિરાળે છે તું સેચ જરા એકવાર કે તારે પંથ નિરાળે છે.
હે ચેતન ! તું મોતીને ચારો ચરનારો રાજહંસ છે. આ ભેગવિષયના ગંદા ખાબોચીયામાં તને કેમ ગમે છે? હંસને ખારચીયા ન ગમે. રાજહંસ જેમ માન સરેવરમાં મસ્ત રહે છે તેમ તારે પણ આત્મજ્ઞાનમાં મસ્ત રહેવું જોઈએ. કુકડો ઉકરડા ઉથામે છે તેમ આત્મા જ્યારે વિભાવદશામાં હોય છે ત્યારે પુગલના ઉકરડા ઉથામતે હોય છે. કેટલા પુરૂષાર્થે આ માનવભવ મળે છે તેને તમને વિચાર થશે ત્યારે તમારા વિચારોમાં પરિવર્તન આવશે. પાપ કરતાં ડર લાગશે. સમ્યક્રષ્ટિ આત્મા કર્મોદયથી સંસારમાં રહ્યા હોય પણ અંતરના પ્રેમથી નહિ. અંતરના પ્રેમથી તે તે પરમાત્માને