________________
૭૨૪
શારદા સરિતા બહેન! તું રાત્રે દેવીના મંદિરે કેમ ગઈ હતી? રાજાને પ્રશ્ન સાંભળતા ધ્રુજી ઉઠી ને બીકની મારી બેલી શકી નહીં. એટલે રાજાની શંકા દઢ થઈ. રાજાએ પૂછયું તું કયાંથી આવી છું? અને તેની પુત્રી છું? ત્યારે તેણે કહ્યું આ નગરમાં વસતા સમુદ્રદત્તા સાર્થવાહની ધનશ્રી નામની પત્ની છું ને સુશર્મનગરના પૂર્ણભદ્ર શેઠની પુત્રી છું.
ધનશ્રીના કહેવાથી રાજાએ સમુદ્રદત્તની ખૂબ શેધ કરાવી પણ એને પત્તો લાગે નહિ. આ રાજા ખૂબ વિવેકી ને ન્યાયી હતું. એટલે તેણે વિચાર કર્યો કે ભયની મારી કદાચ મારી પાસે સત્ય નહિ બેલે. પણ એના વજન પાસે બોલશે એમ વિચારી તેના કુળની પરંપરા અને ઓળખાણ જાણવા માટે રાજાએ પૂર્ણભદ્ર પાસે આ હકીકત જણાવતો એક પત્ર લખીને લેખવાહકને મેકલ્યો. ત્યાં સુધી ધનશ્રીને નજરકેદમાં રાખી. લેખવાહક સુશર્માનગર જઈ તેના પિતા પૂર્ણભદ્રને મળી બધી હકીકત જાણીને એક પત્ર લખાવીને પાછો કૌશાંબી નગરી આવ્યો ને રાજાને બધી વાત કહીને પત્ર આપે. તેમાં લખ્યું હતું કે
- ધનશ્રી મારી પુત્રી છે અને મેં તેને ધનદેવ સાર્થવાહક સાથે પરણાવી હતી. પણ તેને તેણે દગો દઈને સમુદ્રમાં ફેંકી દીધો ને તે કોઈ પુરૂષને લઈને ક્યાંય ચાલી ગઈ છે મારા જમાઈરાજ તે ખૂબ સારા લાયકાતવાળા માણસ હતા. મારી પુત્રીએ આટલું કર્યું છતાં તેમણે કદી એને વગેવી નથી. એક મહાન યશોધરવિજય આચાર્ય પાસે તેમણે તથા તેમના માતા-પિતાએ દીક્ષા લીધી છે. એ મુનિરાજ વિચરતા વિચરતા ત્યાં પધાર્યા હશે ને પાપણ જોઈ ગઈ હશે એટલે અંતે મુનિ બનેલા ધનસાર્થવાહને જીવ લઈને જંપી. એણે મારું કુળ લજવ્યું છે. એણે તો મોટું કાળું કર્યું પણ ભેગા અમારા મોઢા કાળા કરાવ્યા. લોકોકિત છે કે સંતાને સારા હોય તે સારૂ, નહિતર વાંઝીયા રહેવું સારું. તે વાત ખરેખર સત્ય છે.
આ પત્ર વાંચીને રાજાને ખાત્રી થઈ કે નક્કી આ મુનિની ઘાત કરનારી આ દુષ્ટ ધનશ્રી છે. સ્ત્રી જાતિ અબળા કહેવાય છતાં સબળા બની આવું ક્રર કાર્ય કર્યું ? કેવું અવિચારી અને અઘટિત કાર્ય કર્યું ? એના ગુન્હા પ્રમાણે તે એને ફાંસીએ ચઢાવવી જોઈએ. પણ જે મુનિને તેણે બાળ્યા એ તે કેવા પવિત્ર હતા ! એમણે તે એના ઉપર જરા પણ રેષ નથી કર્યો, તે એમના નિમિત્તે એ સ્ત્રીને મારે વધ શા માટે કરે જોઈએ? સ્ત્રીને વધ કરાય નહિ એમ વિચારી રાજાએ શું કર્યું -
એના માથે મુંડન કરાવી માથે ચુને ને મેઢે મેશ લગાવી ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવી ને કહ્યું કે તને આજથી દેશનિકાલ કરવામાં આવે છે એમ કહી તેને પિતાના રાજ્યની હદબહાર મેલી દીધી.
ધનશ્રી જંગલમાં ભૂખી-તરસી ભટકવા લાગી. એક દિવસે સાંજે ભૂખી તરસી અને