________________
શારદા સરિતા
૭૨૩ હે પુત્ર! અમે તને શું દઇએ? શું આપીએ? બોલ, હવે તારી શી ઈચ્છા છે? તારે જે જોઈએ તે આપીએ ને તું કહે તેમ કરીએ. ત્યારે ક્ષત્રિય જમાલિકુમાર માતા-પિતાને કહે છે તે માતા-પિતા ! શીવ્ર આપણા ખજાનામાંથી ત્રણ લાખ સોનૈયા લઈને તેમાંથી બે લાખ સેના વડે કુત્રિકાપણથી એક રજોહરણ અને એક પાત્ર લાવે ને એક લાખ સોનીયા આપીને એક હજામને બોલાવે. એ પ્રમાણે જમાલિકુમારે તેના માતા-પિતાને કહ્યું, હવે માતા-પિતા શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
ધનથી પકડાઈઃ ચરિત્ર: ધનદેવ અને ધનશ્રી બંને એક રાશીના નામ પણ બંનેના કામ જુદા છે. એક જીવ ભવભવમાં કેટલી ક્ષમા રાખે છે જ્યારે બીજો કેવા પાપ કરે છે.ગુણસેનને જીવ દરેક ભવમાં જળ બને છે તે અગ્નિશમને જીવ જવાળા બને છે. ધનશ્રીએ પૂર્વના નિયાણને કારણે ધનદેવને મુનિપણમાં બાળી નાંખીને પિતે આનંદ માનવા લાગી. પણ એને કયાં ખબર છે કે મારું પાપ પ્રગટ થયા વિના નહિ રહે.
કેટવાલ કહે છે ધનશ્રી કયાં છે. મને બતાવે. તેથી અંદરના રૂમમાં ધનશ્રી બેઠી હતી ત્યાં આવે છે. કેટવાલના મુખ ઉપર કેધ દેખાય છે. આને જોતા ધનશ્રી ધ્રુજવા લાગી. જે માણસે પાપ કર્યું હોય છે તેનું હૃદય ધ્રુજે છે પણ જેણે પાપ કર્યું નથી હોતું તેને ધ્રુજારી થતી નથી. કેટવાલ સમજી ગયો કે નકકી આ સ્ત્રીએ મુનિને બાળ્યા હશે એ એના ચહેરા ઉપરથી દેખાઈ આવે છે, એટલે કોટવાલ તાડુકીને કહે છે
ધનશ્રી ! મહારાજાએ મને મુનિની ઘાત કરનારની શોધમાં મોકલ્યો છે. તપાસ કરતા ખબર પડી કે તમે રાત્રે દેવીના મંદિરમાં સૂતા હતા માટે મને તમારા ઉપર શંકા છે. મુનિની હત્યા કરવામાં તમારે હાથ લાગે છે. તે ચાલે ઉઠે, રાજાની પાસે. આ સાંભળીને ધનશ્રી ગભરાઈ ગઈ. ભયથી થરથર ધ્રુજવા લાગી ને ધરતી ઉપર પડી ગઈ. કોટવાલ સમજી ગયા કે આને મુનિની હત્યા કરી છે. એને ખૂબ ધમકાવી. કેટલા માણસે ત્યાં એકઠા થઈ ગયા.
આ તરફ નંદક (સમુદ્રદત) બજારમાંથી ઘેર આવતો હતો ત્યાં વચમાં લોકો પાસેથી જાણવા મળ્યું કે એની પત્ની ધનશ્રીએ મુનિની હત્યા કરી છે ને કોટવાલ એને પકડવા આવ્યું છે એટલે નંદકના મનમાં નક્કી થયું કે આ પાપણ સ્ત્રીએ આવું અકાર્ય કર્યું હશે. અને તે પકડશે. પણ જે હું ઘેર જઈશ તે મને પણ પકડી જશે એના કરતાં કયાંક ભાગી જાઉં. નંદ તો ત્યાંથી બીજે રસ્તે કયાંક ચાલ્યો ગયો.
ધનશ્રીને પકડીને મહારાજા પાસે લઈ ગયા ને કેટવાલે સર્વ વૃતાંત રાજાને કહો. ધનશ્રીને જોઈને રાજાએ વિચાર કર્યો કે આવી મુખાકૃતિવાળી કેમળ સ્ત્રી આવું કઠોર-નિર્દય કાર્ય કરે ? છતાં એના ઉપર શંકા છે તેથી રાજાએ એને પૂછ્યું