________________
૭૨૨
શારદા સરિતા
જમાલિકુમારના માતા-પિતાએ કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી હતી કે ક્ષત્રિયકુંડ નગરને અંદરથી ને બહારથી સાફ કરશે. સુગંધી જળને છંટકાવ કરવો ને ખૂણે ખૂણેથી કચરો સાફ કરે. એ પ્રમાણે કરીને કૌટુંબિક પુરૂષએ આજ્ઞા પાછી આપી. ત્યાર પછી ફરીને પણ કૌટુંબિક પુરૂષને તેમણે આજ્ઞા કરી કે - खिप्पामेव भो देवाणुप्पिया-जमालिस्स खत्तियकुमारस्स महत्थं महग्धं, महरिहं विपुल निक्खमणा भिसेयं उवट्ठावेह।
હે દેવાનુપ્રિય! જમાલિકુમારને મહા અર્થવાળ, મહામૂલ્ય અને મહાપૂજ્ય મોટે દીક્ષાને અભિષેક જલ્દી તૈયાર કરો. માતા-પિતાના મનમાં એવા ભાવ જાગ્યા છે કે મારે લાડીલે એકનો એક હૈયાના હાર જે દીકરો દીક્ષા લે છે, તે અમે એને દીક્ષા મહત્સવ ખૂબ દ્રવ્ય ખર્ચીને સારી રીતે ઉજવીએ. એટલે કૌટુંબિક પુરૂને દીક્ષા મહત્સવ માટે જે જે તૈયારી કરવી જોઈએ તે જલ્દી કરવાની આજ્ઞા આપી. તેથી કૌટુંબિક પુરૂએ દીક્ષાના અભિષેકની સંપૂર્ણ તૈયારી કર્યા બાદ રાજાને તેમની આજ્ઞા પાછી મેંપી. હવે તેના માતા-પિતા શું કરે છે.
"तए णं तं जमालि खत्तियकुमारं अम्मापियरो सीहासण वरंसि पुरत्थाभिमुहं निसीयाति, निसियावेत्ता अट्ठसएणं सोवणियाणं कलसाणं एवं जहा रायप्पसेणइज्जेजाव अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सविट्ठिए जाव महया रुवेण महया महया निक्खमणाभिसेगेणं अभिसिचन्ति ।"
- ત્યાર પછી તે ક્ષત્રિય જમાલિકુમારને તેમના માતા-પિતાએ સુવર્ણના રત્નજડિત ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસાડયા. બેસાડીને ૧૦૮ સુવર્ણના, ૧૦૮ રૂપાના, ૧૦૮ મણિના, ૧૦૮ સેનામણિના, ૧૦૮ રૂપમણિના, ૧૦૮ સેનારૂપ મણિના, ૧૦૮ માટીના કળશે સુગંધિત પાણી વડે ભરીને સ્નાન કરાવ્યું. ને માટી અદ્ધિ વડે, મેટા મેટા શબ્દ વડે, મોટા મોટા નિષ્કમણાભિષેકથી તેને અભિષેક કરે છે.
જમાલિકુમારને તેના માતા-પિતાએ ખૂબ ઉત્સાહપૂંક સ્નાન કરાવ્યું ને તેનો અભિષેક કર્યો. ત્યાર પછી તેના માતા-પિતા હાથ જોડી તેને જ્ય-વિજય શબ્દોથી વધારે છે કે હે દીકરા! તું સંસાર છોડી સંયમી બને છે. કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવા જાય છે. તે તારો એ આધ્યાત્મિક સંગ્રામમાં જય હે. વિજય હો, એમ જ્ય-વિજય શબ્દથી વધાવ્યા પછી શું કહે છેएवं वयासी भणं जाया ! कि देमो ? किं पयच्छामो किणावाते अट्ठो? तए णं से जमालि खत्तियकुमारे अम्यापियरो एवं वयासी इच्छामिणं अम्मयाओ। कुत्तियावणाओ रयहरणं च पडिग्गहंच आणेह सयसहस्सेण कासवगं सद्दावेह ।"