________________
શારદા સરિતા
૭૨૭
આવો આરંભ કરવો ન પડે. ખાતા-પીતા-સૂતા-ઉડતાં-બેસતાં ઉપયોગ રાખે ને પાપ ન થાય તેની ખૂબ સાવધાની રાખે. એ શ્રાવક ચાહે ઉપાશ્રયમાં ઐફિસમાં કે વહેપારમાં જોડાયેલું હોય પણ એનું ચિત્ત વિતરાગમાં હોય. આત્માની લગની હોય. હે પ્રભુ! તું કર્મથી મુકત બને. હું તારા જે ક્યારે બનીશ? જ્ઞાની સંસારમાં રહેવા છતાં સંસારથી પર હોય ને અજ્ઞાની સંસારરસીક હેય પાપભીરને ન છૂટકે પાપનું કાર્ય કરવું પડે તે એની છાતીમાં જાણે તીર વાગે એટલું દુઃખ થાય પણ અજ્ઞાનીને કંઈ ન થાય.
જેના અંતરમાં ત્યાગ-વૈરાગ્યના ઝરણું વહી રહ્યા છે એવા જમાલિકુમારના અંતરમાં અપૂર્વ આનંદની છોળો ઉછળી રહી છે. હવે તે જલ્દી પ્રભુ પાસે દીક્ષા લઉં. પણ હજુ માતા-પિતાને પુત્રને મોહ છે એટલે એમને એમ થાય છે કે હું દીક્ષા મહોત્સવ ઉજવું. વૈરાગીને સંસારના વિષયે વિષ જેવા લાગે છે. આવી ઉત્તમ ભાવના જાગવાનું કારણ શું? સંતસમાગમ. એક વખત પ્રભુની વાણી સાંભળીને જાગી ઉઠયા. એણે તે પ્રભુની વાણી સાંભળી હતી ને જાગી ઉઠય. જેના અંતરમાં મેક્ષની લગની લાગી છે એવા જમાલિકુમારને જીવનરથના સારથી એવા ભગવાન મહાવીર મળી ગયા છે. એને દીક્ષા મહોત્સવની વિધિ ચાલી રહી છે. તેમના માતા-પિતાએ પૂર્વ દિશા તરફ મુખ રખાવીને તેને સિંહાસન ઉપર બેસાડે ને ૧૦૮ ઘડો ભરીને શીતળ અને સુગંધિત પાણીથી સ્નાન કરાવ્યું ને પછી સારા વસ્ત્રો પહેરાવી બીજા સિંહાસન ઉપર બેસાડીને માતા-પિતા હાથ જોડીને કહે છે બેટા! તારી શું ઈચ્છા છે? તારી જે ઈચ્છા હોય તે તું જલ્દી કહે. તારી ઈચ્છા પૂર્ણ કરીએ. આ તે ત્યાગને માર્ગ છે. સંસારના રંગરાગની બિલકુલ વાત નહિ. એટલે જમાલિકુમાર શું કહે છે, હે માતા-પિતા! મારે તો સંસાર છોડવો છે એટલે મને બીજી કઈ ઈચ્છા નથી, પણ મારા માટે એક લાખ રૂપિયાના પાતરા લાવે, લાખ રૂપિયાને રજોહરણ લાવ ને મારા વાળ વડા કરવા નાઈને બોલાવો. તેને પણ એક લાખ રૂપિયા આપજે.
બંધુઓ! રજોહરણ અને પાતરા લાખ લાખ રૂપિયાની કિંમતના હોય છે? ના. પણ એનું કારણ એ છે કે પાતરા અને રજોહરણ વેચનારને જ્યારે લાખ રૂપિયા મળે છે ત્યારે શું વિચાર કરે છે કે અહો! જે આ રજોહરણ અને પાતરા વેચવાને ધંધે કરીએ છીએ તે આપણી જિંદગીનું દારિદ્ર ટળી જાય છે. તે આપણે આવા પાતરા લઈને ગૌચરી કરીએ, હાથમાં રજોહરણ લઈએ તે ભવભવનું દરિદ્ર જાય. આપણને કયારે આવો અવસર પ્રાપ્ત થાય. વાળ વડા કરનારે નાઈ પણ એવી શુભ ભાવના ભાવે છે કે હું આને વાળ વડા કરું છું. તેમાં મને લાખ રૂપિયા મળે છે તે મને આ અવસર ક્યારે મળે કે હું દીક્ષા લઉં.