________________
શારદા સરિતા શ્રેણીક મહારાજા જમવા બેઠેલા હતા. ને તેમના ભાણામાં અનેક પ્રકારની વાનગીઓ પીરસાણી હતી. આ સમયે મહેલની પાસેથી જનાર અદશ્ય ચેર વિચારવા લાગે. આવું સુંદર જમવાનું મૂકી ઘેર શા માટે જવું જોઈએ? એમ વિચારી રાજાની જમવાની થાળીમાંથી અદ્રશ્ય રીતે બધી વસ્તુઓ ખાઈ ગયે તેને સ્વાદ તેની દાઢમાં રહી ગયે. હવે તે રોજ રાજા જમવા બેસે ત્યારે પેલો ચોર અદશ્ય રીતે મહેલમાં આવવા લાગે અને રાજાના ભાણામાં પીરસાયેલ ભજન અદશ્ય રીતે ખાઈ જવા લાગે. ભાણામાંથી પા ભાગનું ભેજન પણ રાજાના પેટમાં જતું ન હતું એટલે રાજાનું શરીર દિનપ્રતિદિન સૂકાવા લાગ્યું. રાજા વિચાર કરે છે કે રસોઈએ મને આટલું પીરસે છે ને બધું જાય છે કયાં? હું હાથમાં લેવા જાઉં છું ને કયાં ઉપડી જાય છે ને હું કેટલી વાર માંગુ? રાજાનું શરીર ખૂબ સૂકાઈ જવાથી વિનયવાન પુત્ર કહે કે પ્રધાન કહો એ અભયકુમાર પૂછે છે પિતાજી! શું આપને કંઈ ચિંતાનું કારણ ઉપસ્થિત થયું છે કે કઈ ગુપ્ત રોગ લાગુ પડે છે? કે ખાવાનું નથી ભાવતું? છે શું? આપ ખુલ્લા દિલે મને જલ્દી જણાવે. હું આપના શરીર સામું જોઈ શકતા નથી.
બંધુઓ! વિનયવાન પુત્રને પિતા પ્રત્યે કેટલી લાગણી હોય છે અને પિતા પ્રત્યે કેટલે ભકિતભાવ છે! તમે અભયકુમારની બુદ્ધિ માંગે છે પણ એ અભયકુમારના જીવનમાં કેવા ગુણ હતા! એવા ગુણે તમારા જીવનમાં પ્રગટાવે પછી એની બુદ્ધિ માંગે. શ્રેણિક રાજા કહે છે અભય! મને વાત કરતાં શરમ આવે છે. અભયકુમાર કહે છે પિતાજી! શરીરની બાબતમાં શરમ રાખવી એગ્ય નથી. આપ સુખેથી મને કહે. ત્યારે રાજા કહે છે અભય! મને કઈ ગુપ્ત રોગ લાગુ પડે નથી કે મને કઈ ચિંતાનું કારણ નથી. પણ મને જે ભેજન પીરસાય છે તેમાંથી હું થોડું ખાઉં છું ત્યાં ભેજન ખલાસ થઈ જાય છે. આમ કેમ બને છે તે મને સમજાતું નથી. મને આ વાત કરતાં શરમ આવે છેપ્રધાનમંત્રી એવા અભયકુમારે કહ્યું પિતાજી આપ ચિંતા ન કરે. હવે હું તેને ઉપાય જરૂર શોધીશ. રાજાએ કહેલી સર્વ હકીક્ત ઉપર ઉડે વિચાર કરતાં અભયકુમાર એવા નિર્ણય પર આવ્યું કે અહીં કેઈ પુરૂષ અંજન આદિના પ્રયોગથી અદશ્યપણે આવતે હવે જોઈએ. અને તે રાજાના ભાણામાં પીરસાયેલું ભેજન ખાઈ જાય છે માટે હવે તેને પકડી પાડે. અદશ્ય પુરૂષને પકડવાનું કામ સહેલું નથી પણ અભયકુમાર ચાર બુદ્ધિને ધણું હતું. એટલે તેણે અદશ્ય પુરૂષને પકડવાની ચેજના ઘડી.
રાજાના ભેજન ખંડમાં પ્રવેશ કરવાને જે માર્ગ હતો ત્યાં સૂક્ષ્મ રજ પથરાવી દીધી ને નેકરને હુકમ કર્યો કે પિતે સંકેત કરે ત્યારે ભેજનખંડના બધા બારણા બંધ કરાવી દેવા. પછી તે પોતે ભેજનખંડમાં એક જગ્યાએ સંતાઈ ગયે અને હવે