________________
શારદા સરિતા
પ્રગટે છે કે તમારા માનેલા ઉત્તમમાં ઉત્તમ સુખા, અરે! દેવ તમારા ઉપર પ્રસન્ન થાય અને તમને મહાન સુખા આપે તે પણ ભૌતિક સુખા તમને પ્રિય નહિ લાગે. કેમ સમજાય છે ને? જો આત્મામાં સમ્યગ્દર્શનના અંકુરા પુયેા હશે તેા જરૂર તમને આ વાત ગળે ઉતરશે અને મેાક્ષના મહાન સુખા ગમશે. આ તમારા માનેલા પૌદ્ગલિક સુખા નાશવંત છે. આ પૌલિક સુખાને રસ આત્માને કર્મના બંધન સાથે મજબૂત રીતે ખાંધનાર છે. જો અહીં લક્ષ ચૂકી જશે! તે આ ભૌતિક સુખા દુઃખની જડરૂપ બની જશે. માટે આ ભેાગ છેડવામાં સાચા આન છે. આટલા કાળ સુધી જીવતું રખડવાપણું હાય તા તેનું એક કારણ છે આપણામાં જ્ઞાનના અભાવ છે. આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે હૈં મેત્તિ નો સન્ના મવ૬ : આ સંસારમાં કંઇક જીવા એવા છે કે હું કાણુ છું ને ક્યાંથી આવ્યે છું? હું સની છું કે અસંજ્ઞી છું તેનું પણુ જ્ઞાન નથી. તમે નાણાં મેળવવાનું જ્ઞાન મેળળ્યું, ભૌતિક ભાગનું જ્ઞાન મેળવ્યું પણ તેમાં તમારૂ કલ્યાણુ નથી. જ્ઞાની કહે છે પહેલા ધનને જાણ અને પછી તેાડ.
૬૭૭
કર્મો કેવા છે? ક દુષ્ટ મનુષ્ય જેવા છે. જેમ કાજળ ગમે તેટલી વાર ધવા છતાં તે સફેદ થતુ નથી તેમ દુષ્ટ મનુષ્યને લાખા વાર શીખામણ આપે! પણ તે પોતાની દુષ્ટતાને છોડતા નથી. તે રીતે આત્માને હેરાન-પરેશાન કરનાર કોઈ પરમ શત્રુ હાય તા તે કર્મી છે. ક મહાન શત્રુ છે અને આત્માનું મહાન અહિત કરન-૨ છે. આત્મા અનંત દુઃખેાથી ભરેલા સંસારમાં અનાકિાળથી રખાયા છે અને આજે પણ રખડી રહ્યા છે તેનું કારણ કર્મ છે. જો ક ન હેાય તે નરકાઢિ ચાર ગતિ ન રહે. સ્થૂલ કે સૂક્ષ્મ શરીર પણ ન હાત અને જન્મ-મરણની પરંપરા ન હેાત. જો સુખ અને શાંતિ ઈચ્છતા હોઈએ તેા કર્મને દૂર કરવાની જરૂર છે.
કનિ કેવી રીતે દૂર કરવા?
જે ક્રમે અનાદ્ધિથી હેરાન કરે છે તેને કેવી રીતે દૂર કરવા? એ તમે જાણેા છે ? એ કાઈ જાનવર નથી કે જેને મારીને દૂર કરીએ. એ કોઈ દુષ્ટ માણસ નથી કે તેને હાથ પકડીને બહાર કાઢીએ, એ કાઇ ધૂળ કે કચરા નથી કે ખ ંખેરી નાંખીએ કે એ આંખે જોઇ શકતા નથી કે જેને આપણે પકડી શકીએ. તે તેને કાઢવા શી રીતે ? ગમે તેવાં તે અદૃશ્ય છે છતાં આપણે તેને કાઢવાને શક્તિમાન છીએ. તે સમજાવવા એક અદ્રશ્ય ચારના ન્યાય આપું.
એક ચાર પાસે એવું અદ્ભુત અજન હતુ` કે તેને પ્રયાગ કરવાથી તે અદ્રશ્ય થઈ જતા અને તે અદૃશ્ય અંજનના પ્રભાવથી તેણે ગામમાં ઘણી માટી ભયંકર ચારીએ કરી હતી. એને પકડવા રાજાના માણસાએ અને રાજાએ ખૂબ મહેનત કરેલી પણ તે પકડાયેલા નહિ. પણ એક દિવસ તે રાજમહેલ પાસેથી પસાર થાય છે તે સમયે મહેલમાં