________________
શારદા સરિતા
૬૭૯ શું બને છે તે જોવા લાગ્યો. રાજા રોજના નિયમ મુજબ ભોજનખંડમાં આવ્યા અને પિતાના આસને બેઠા. જમવા માટે પીરસાયેલે થાળ રાજાની પાસે મૂકવામાં આવ્યું. ત્યારે રસલુખ્ય ચાર ત્યાં આવી ગયે. ચેર વિચાર કરવા લાગ્યા. મને પકડવા માટે ભલેને ગમે તેટલી રજ પાથરે, પગલા પડે પણ ધૂળમાં પડેલા પગલાને શું કરશે? હું તે દેખાવાને નથી એમ મગરૂરી ધરાવતો શેર જમવા બેઠો. મહાન બુદ્ધિશાળી અભયકુમારે પગલાં લેતાંની સાથે સંકેત કર્યો અને ભોજનખંડના બધા બારણું જોતજોતામાં બંધ થઈ ગયા ને તરત સંકેત અનુસાર જે ઘડાની અંદર લીલા લાકડા, છાણ અને વનસ્પતિ નાંખી તેમાં અંગારે નાંખીને તેના ઉપર ઢાંકણ ઢાંકી દીધા હતા તે ઢાંકણ ખસેડી નાંખતાની સાથે આખા રૂમમાં ખૂબ ધુમાડે પ્રસરી ગયા. સૌની આંખે બળવા લાગી. પણ ચાર વિચારે છે ભલેને બધાની આંખે બળે, ગમે તેટલો ધુમાડે કરે છતાં હું ક્યાં પકડાવાને છું? આ મગરૂરીમાં તેને ભાન ન રહ્યું કે જે ધૂણી દ્વારા તેની આંખે બળે છે તે આંખમાંથી પાણી ટપકવા લાગ્યું અને તે દ્વારા તેનું અંજન ધોવાઈ ગયું.
બંધુઓ ! જે તાકાત દ્વારા પિતે અદશ્ય થયે હતો તે વસ્તુ ચાલી ગઈ તેથી તે દશ્ય થયે. સહના જોવામાં આવ્યું અને રાજસેવકેએ તેને પકડી લીધે ને રાજાએ તેને ભયંકર શિક્ષા કરી. કહેવાનો આશય એ છે કે અદશ્ય વસ્તુઓ જોઈ શકાતી નથી પણ તેને યુકિતથી પકડી શકાય છે. તે રીતે કર્મને દૂર કરવા માટે તેને પકડવાની જરૂર નથી. પણ આપણે એ પુરૂષાર્થ કરે જોઈએ કે આત્માથી કર્મો છૂટા પડી જાય.
જમાલિકમાં દીક્ષા લેવા તૈયાર થયા છે. માતા કહે છે. "तिक्खं कमियव्वं गरुयं लांबेयव्वं असिधारगवत चरियव्वं ।"
હે દીકરા ! તીક્ષણ ખડગાદિના ઉપર ચાલ્યા જેવું, મેટી શીલા ઉંચકવા જેવું અને તલવારની ધાર ઉપર ચાલવાની જેમ સંયમમાં પાંચ મહાવ્રતનું પાલન કરવાનું છે. સંયમત્રત એ માટે મેરૂ પર્વત ઊંચકવા જેવું છે એટલું નહિ પણ દીક્ષા લઈને ઘરઘરમાં ગૌચરી જઈશ ત્યારે પણ તારે કેટલે ઉપગ રાખવો પડશે. ત્યાં તેને કેવા આહાર પાણી કલ્પશે ને કેવા નહિ ક૯પે તે વાત કરે છે.
"नो खलु कप्पर जाया ! समणाणं निग्गंथाणं अहाकम्मिइवा इद्देसिएइवा, मिस्स जाइए इ वा, अज्झोयरएइवा, पइए इ वा, कोतेइ वा, पामिच्चे इ वा, अच्छेज्जे इ वा, अणि सट्टेइवा, अभिहडेइवा कंतारभत्ते इ वा, दुब्भिक्ख भत्तइवा, गिलाणभत्ते इवा, बदलियाभत्तेइवा, पाहुणग भत्तेइवा, सेज्जायर पिंडइवा, रायपिंडे मूलाभोयणेइवा, कंद भोयणेइवा, फलभोयणेइवा, बीयभोयणेइवा, हरियभोयणेइवा भुत्तए वा, पायएवा ॥"