SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ શારદા સરિતા આજે બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીને મા ખમણનું પારણું છે. તેમણે આત્માના શુદ્ધ ઉપગપૂર્વક જ્ઞાનધાન સહિત સાધના કરી છે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન. ૬૮ ભાદરવા વદ ૭ ને મંગળવાર -તા. ૧૮-~૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ' - શાસ્ત્રકાર ભગવંત જગતના જીવને સુખને રાહ બતાવતાં કહે છે હે ! તમને સુખ ગમે છે પણ સુખ કેવી રીતે મળે છે? “સુવું ઘમતિ” ધર્મથી સુખ મળે છે. આ માનવ જીવનમાં કરવા જે હોય તે ધર્મ છે. “ઘHો મંત્ર મુવિટ્સ” આ પદમાં ધર્મની મહાનતા બતાવતા શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આ વિશ્વમાં જે કંઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ વરતુ હોય તો તે ધર્મ છે. જગતની તમામ સુખ સાહ્યબીનું મૂળ કારણ ધર્મ છે. જેના જીવનમાં ધર્મ છે તેના જીવનમાં બધું છે. ને જેના જીવનમાં ધર્મ નથી તેના જીવનમાં કાંઈ નથી. જમાલિકુમારના હૃદયમાં પ્રભુની વાણી સાંભળીને ધર્મ સમજાઈ ગયે છે, કે ધર્મ સિવાય જગતમાં એક પણ વસ્તુ શ્રેષ્ઠ નથી. ધર્મ એ માનવજીવનને સાર છે. "धर्मो जगति सारः सर्व सुखानां प्रधान हेतु त्वात् । तस्योत्पत्तिर्मनुजात्, सारं तेनैव मानुष्यं ।।" - આ જગતમાં સારભૂત જે કઈ વસ્તુ હોય તો તે ધર્મ છે અને તે સર્વ સુખોનું મૂળ કારણ છે અને તેની ઉત્પત્તિ મનુષ્ય જન્મમાં થાય છે. માટે આ માનવભવને ઉત્તમ અને દુર્લભ કહ્યો છે અને વિશ્વના સમસ્ત સુખનું મૂળ કારણ ધર્મ કહેવાથી ધર્મ એ જગતમાં સાર મનાય છે, શ્રેષ્ઠ મનાય છે ને ઉત્તમ ગણાય છે. પણ આ જગતમાં જીવને જેટલા ભૌતિક સુખ અને સુખના સાધને ગમે છે તેટલે ધર્મ ગમતું નથી. પણ એકાંતમાં બેસીને વિચાર કરશે તે સમજાશે કે ધર્મ શું ચીજ છે, ને ધર્મ કે કિંમતી છે. તમે જમવા બેઠા ને તમને ભાવતા ભજન ભાણમાં પીરસાયા છે તે જોઈને તમને ખૂબ આનંદ આવે છે. અહો! આજે તે મને ભાવતું ભેજન મળ્યું. તમે તે પ્રેમથી જમ્યા કારણ કે તમને ભાવતું ભોજન મળ્યું એટલે આનંદ આવ્યું. તમે બગીચામાં ફરવા ગયા ત્યાં ગુલાબ, મેગરે અને ચંપાના પુષ્પોની સુગંધથી નાક સુગંધને અનુભવ કરે છે, મગજ તાજગીને અનુભવ કરે છે ત્યારે પણ તમને આનંદ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy