________________
શારદા સરિતા
૬૦૭ કરતાં ખાટા બહુ પૂજાય છે. એટલા માટે તે કહેવાય છે કે દુનિયા જેટલી જૂઠાની છે તેટલી સાચાની નથી. કારણ કે બાહ્ય આડંબર ખુબ હોય છે. ને દુનિયાને એ બહુ ગમે છે. પંડિતાનું કહે તો શું તમે યોગી બન્યા હતા? તે , મેં તમને ખખ્યા કેમ નહિ? પડિત કહે છે પણ મેં જોગીને વેશ પહેર્યો હતો.
પંડિતાણી કહે છે પણ તમે યોગી શા માટે બન્યા? ત્યારે કહે છે આ દુનિયા કેવી ભેળી અને ભલી છે એ સાચા ખોટાને ઓળખે છે કે નહિ? તે દુનિયાનાં રંગઢંગ જોવા માટે મેં ગીવેશ ધારણ કર્યો હતો. પંડિતાણું કહે તમારી પાસે મહારાજા પણ આવ્યા હતા? હા,.આવ્યા હતા અને મેવા-મીઠાઈ ને ક્રટના થાળ ભરીને લાવ્યા હતા ને સોનૈયાના થાળ પણ લાવ્યા હતા અને એ લેવા માટે ખુબ આગ્રહ કર્યો પણ મેં ચોખ્ખી ના પાડી. પંડિતાણી કહે છે તમારે લેવા હતા ને? કેમ કંઈ લીધું નહિ? લીધું હોત તો આ ગરીબાઈ ટળી જાત ને? પંડિત કહે તે વખતે હું કોણ હતો એ ખબર છે? એક ગરીબ પંડિત નહિ પણ એક મહાન યોગીરાજ, મહાન ત્યાગી, નિસ્પૃહી, મોટા હીરા-માણેકના ઢગલાને પણ તૃણવત્ સમજનારા, પછી નૈયા લેવાય? એવી રીતે લેવાય તે રાજાને અને પ્રજાને બધાને યોગીઓ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય. એમના મનમાં એમ થઈ જાય કે ભેગીઓ આવા ભિખારી અને લોભી હોતા હશે?
આપણું સ્વાર્થ ખાતર જગતના બધા સાચા ગીઓ ઉપરથી શ્રદ્ધા ઉઠાવવાનું કામ કેવું અધમ ગણાય? જેવો વેશ હોય તેવો વર્તાવ રાખીએ તે લોકોની શ્રદ્ધા રહે. પડિતાણી કહે છે તમારી વાત સાચી છે પણ અહીં પૈસાની જરૂર છે તેનું શું? તમારે વધુ નહિ તો જરૂર પૂરતા પાંચ સોનૈયા તે લેવા હતા? બાકીના પાછા આપી દીધા હોત તો તમારી નિસ્પૃહતા તે કહેવત ને! પંડિત કહે છે તું તે કેવી વાત કરે છે? એગી કેને કહેવાય એ તો જાણતી નથી. એ ગી તે સંસારના ત્યાગી, એને નહિ સ્ત્રીને સંગ કે નહિ પૈસાનો સંગ; નહિતર ભેગીમાં અને ગીમાં શું ફેર? સામાના મન ઉપર યોગી તરીકેની છાપ પાડવી હોય તો જેમ કામિનીને અડાય નહિ તેમ કંચનને પણ અડાય નહિ. આપણું શેડા સ્વાર્થ ખાતર સાચા યેગીની છાપ કેવી પડે?
પંડિત ગમે તે ગરીબ હતો છતાં તેણે લક્ષ્મીને જરા પણ મોહ ન કર્યો. આપને કહેવાનું એટલું છે કે તેણે વેશ વફાદાર રાખવા કેટલી સાવધાની રાખી ! અને છેવટે તેની દઢતાના બળે રાજા બીજે દિવસે તપાસ કરે છે અને જોગી ન મળતાં જે શ્લોકને અર્થ કરશે તેને રાજા ઈનામ આપશે એમ જાહેર કરે છે અને છેવટે પંડિત શ્લોકનો અર્થ કરે છે ને રાજાને ધર્મ પમાડે છે ને સત્ય હકીકત જાણુતાં રાજા ખુશ થઈને પંડિતની ગરીબાઈ મટાડી દે છે.