________________
શારદા સરિતા
આવે છે કારણ કે તમને સુગંધી પ્રિય છે. સુરીલા સ ંગીતના શબ્દો શ્રવણુ કરતાં આત્મા ડાલી ઉઠે છે. કારણ કે કાનને મીઠા અને મધૂરા સૂર સાંભળવા મહુ ગમે છે. મખમલની સુંવાળી શય્યામાં પાઢતા પણ માનવને સુખના અનુભવ થાય છે. કારણ કે કામળ સ્પર્શી પણ જીવને ખૂમ પ્રિય લાગે છે. ઘણી વસ્તુઓના રૂપ-રંગ એવા આકઈક ને મનેાહર હાય છે કે એને જોતાં ગમી જાય છે ને આન આવે છે. તેમજ રૂપિયાની નોટોના બંડલ કાઢીને ગણવા બેઠા હૈ। ત્યારે પણ આનંદ આવે છે ને? તેા હું તમને એક વાત પૂછું છું કે નેટાના ખડલમાં આનંઢ આવવાનું કારણ શું? કારણ કે .જમવા બેઠા ત્યારે જીભને સ્વાદ આપ્યા તેથી આન આવ્યેા. અગીચામાં ફરવા ગયા ત્યારે નાકને ખુશખા મળી તેથી આન થયા. મીઠા મધુરા સંગીતથી કાનને શબ્દ પ્રિય છે તેથી આન થયા. સુવાળા સ્પર્ધા આ શરીરને ગમે છે તેથી શય્યામાં સૂતા આન આવ્યા. આકર્ષક અને મનેાહર સૌય આંખને ગમે છે તેથી તે જોઇને આનદ આવ્યું. મોટા આલીશાન ભવન જેવા મંગલેા મળે તેા પણ આનંદ આવે કારણ કે જીવને મહેલાતામાં મહાલવું અહુ ગમે છે. પણ રૂપિયાની નાટામાં એવા પ્રકારના રૂપ-રસ–ગંધ કે સ્પર્શી નથી. છતાં કેમ ગમે છે? ત્યાં તે તરત તમે કહેશે કે એમાં ભલે રૂપ-રસ--ગ ંધ--સ્પર્શ કંઈ ન હોય પણ ખશ્રી મનગમતી ચીજો એ પૈસાથી મળે છે માટે તે ગમે છે. હવે તમને પૂછું છું કે મનગમતી ચીજો એ પૈસાથી મળે છે માટે તૈસે ગમે છે તેા એ રૂપિયાની નાટો કયાંથી મળે છે ? એકાંતમાં બેસી શાંતિથી વિચાર કરશે તા સમજાશે કે ધન ક્યાંથી મળે છે ? શું ધન મહેનતથી મળે છે ? જો મહેનતથી ધન મળતું હોય તે। બિચારા કેટલાય ગરીખે રાત દિવસ કાળી મજુરી કરે છે પણ ધન મળતુ નથી. તે શું બુદ્ધિથી મળે છે ? ગમે તેવા હાંશિયાર-ભણેલા ડખલ ગ્રેજ્યુએટ થયેલા માણસ પણ નેાકરી માટે ફાંફા મારે છે. છતાં તેને નાકરી મળતી નથી. એક માતાના એ ભાઈ હાય છતાં એક ખૂબ ધનવાન હાય છે ને તે કંઇક ગરીખના આંસુ લૂછે છે, જ્યારે ખીજા ભાઈની આંખમાંથી આંસુ પડે છે પણ કાઈ ખખર લેનાર નથી. આનું કારણુ શું ? વિચાર કરશે તેા સમજાશે કે પૈસા પુણ્યથી મળે છે.
૬૦૯
માણસ ગમે તેટલા બળવાન અને બુદ્ધિશાળી હાય પણ પાસે પુણ્યની પૂછ ન હાય તા કઈ મળતું નથી. એ વાત નક્કી છે કે પૈસાનું મૂળ કારણુ પુણ્ય અને પુણ્યનું મૂળ કારણુ ધ છે. ધર્માંથી બધું મળે છે પણ આજે માણસ મહેનત કયાં વધુ કરી રહ્યા છે ? પુણ્યમાં જેટલી ખામી તેટલી સુખમાં ખામી. પુણ્યમાં જેટલી કસર તેટલી સુખ અને શાંતિમાં કસર રહેવાની. માણસ ધર્મ કરે છે પણ વિવેક અને સમજણપૂર્વક નથી કરતા એટલે જે ધ્યેયની સિદ્ધિ કરવી છે તે થઇ શકતી નથી. માનવી જેમ જેમ ધર્મ પામતા જાય તેમ તેમ સ્વ-પરની વહેંચણી કરતા જાય. તેા તે પાતે તરે છે ને