________________
શારદા સરિતા
૫૮૫ જુઓ! આ શેઠના જીવનમાં કેટલા ગુણે છે ને કેવી સજજનતા છે કે હું વગડામાં ચિંથરેહાલ દશામાં ફરતું હતું. શેઠને ઘેર કંઈ થાપણું મૂકી ન હતી. શેઠે મને એક વખત જે હતે. છતાં કોઈ જાતના બદલાની આશા વિના મને સાત લાખ રૂપિયા એક સેકંડમાં આપી દીધા. આ એમની નિઃસ્વાર્થ ભલાઈ શીખવા જેવી છે. બીજી વાત એ છે કર્મ સગે શેઠ ગરીબ બની ગયા અને મારા આશ્રયે અ વ્યા ત્યારે મેં શેઠને આદર સત્કાર ન કર્યો. એક ભિખારી માણસને મદદ કરૂં તેમ મેં એમને બકરી-ગાય અને ભેંસ આપી છતાં પણ જરા દુઃખ લગાડયું નહિ. ઉપરથી મારા માણસ શેઠને ચઢાવવા ગયા કે તમે આટલી મોટી રકમ આપી હતી છતાં રાજાએ આવું કેમ કર્યું? ત્યારે શેઠે કહ્યું કે ભાઈ! મેં તે મહારાજાને કંઈ આપ્યું નથી. એ તે ભગવાનના રૂપિયા હતા અને ભગવાનના માણસને આપ્યા છે. એ કંઈ આપ્યું કહેવાય? ત્યારે એ માણસેએ કહ્યું કે એમને દુઃખના સમયે તમે સહાય કરી તે દુઃખના સમયે એમણે પણ બદલ આપ જોઈએ ને? ત્યારે શેઠે તે માણસોને કહ્યું કે ભાઈ ! બદલે શેને? વસ્તુ ઉભી હોય તે બદલે વળાય કે પતી ગયા પછી વળાય? મેં આપેલું તે પરલોક ખાતે જમા થઈ ગયું. અહીંના કરેલા સુકૃત્યના તે પરલેકમાં મોટા આંકડા નંખાઈ ગયા એટલે એની આશા અહીં ન રખાય. આવા માણસે તે કઈક હોય છે. એમ કહી રાજાએ શેઠના ખૂબ ગુણ ગાયા. શેઠના જીવનમાં રહેલા ગુણોને પ્રજાજને ઉપર ખૂબ પ્રભાવ પડે. ભલભલાની લક્ષ્મી પ્રત્યેથી મૂછ ઉતરી ગઈ.
જમાલિકુમાર એમની માતાને કહે છે હે માતા! આ સંસારમાં સુખ અને દુઃખના વાદળ આવે છે ને જાય છે. કોઈના ઉપર મહ કરવા જેવો છે? મેહ તે સર્પ જેવો છે. સર્પના કરડવાથી જેમ માણસને ઝેર ચઢે છે ને બેભાન બની જાય છે. તેમ મેહના ઝેરથી શુદ્ધ જ્ઞાને પગમય ચેતના નષ્ટ થઈ જાય છે. તેમને મોહને નિશે ચઢે છે, એટલે મને સંસારમાં જકડી રાખવા પ્રયત્નો કરે છે. હવે માતા તે અત્યારે મૌન થઈ ગયા. હવે જમાલિકુમારની પત્નીઓને ખબર પડશે અને તે કેવું મેહનું નાટક ભજવશે તેના ભાવ અવસરે કહેવાશે.
જાલિનીએ વિષ મિશ્રિત આહાર વહેરાવ્યો - ચરિત્ર –શિખીકુમાર અને તેમના વડીલ સંતે ગૌચરી પધાર્યા છે. તેમાં મોટા સંતોએ પાત્ર ધર્યું, એટલે તેમના પાત્રમાં ઘીથી લચપચતે કંસાર ખૂબ આગ્રહપૂર્વક વહેવરાવ્યા. મુનિ બસ-બસ કરતા રહ્યા અને જાલિનીએ પાત્ર ભરી દીધું. વહેરીને પાછા ફરે છે ત્યારે જાલિની કહે છે, બેટા! તમે તે મારા હાથે કંઈ લીધું નહિ. શિખીમુનિ કહે છે મારા વડીલોએ વહેર્યું એટલે મેં વહોરી લીધું છે. ત્યારે જાલિની ખૂબ રડી પડી કે મેં મારા હાથે આપને વહેવરાવ્યું નથી એટલે મને તો જોઈએ તે સંતોષ થયો નથી. તમે