SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ શારદા સરિતા અવસ્થા જળવાઈ જવાથી થયેલી રાજ્ય સમૃદ્ધિની આબાદી વળતર ગણાય. આ કઈ હિસાબ શેઠ ગણતા નથી. કારણ કે સારા કાર્યમાં પૈસા વાપર્યા એટલે પરલોક ખાતે અકબંધ અનામત મૂકી રાખવાનો હિસાબ છે. એટલે અહીંના પૌગલિક સુખ માટે એમને વટાવી નાંખવાની ઈચ્છા થતી નથી. કારણ કે આત્માનું અને સુકૃત્યનું મહત્વ ભૂલી જડનું મહત્વ મનમાં આવે આવે એ દિલનું ભારેપણું છે. ભારે દિલ ઉચ્ચ સુંદર ભાવનાના આસમાનમાં વિહરી શકે નહિ. શેઠને ૧૦ લાખ રૂપિયા લઈને પૂર્વે કરેલે ઉપકાર વટાવવો નથી એટલે કહે છે સાહેબ મારે તો દશ લાખને બદલે દશ હજાર પણ જોઈતા નથી. મને મળ્યું છે તેટલું ઘણું છે. રાજા ખૂબ કહે છે પણ શેઠ એક પાઈ લેતા નથી. આ વખતે પ્રધાન કહે છે મહારાજા! આપને એક વાત પૂછીએ. ત્યારે રાજા કહે ખુશીથી પૂછે. ત્યારે પ્રધાન કહે છે સાહેબ! અત્યારે આપ આ શેઠને દશ લાખ રૂપિયા આપે છે ને પહેલા અનુક્રમે બકરી-ગાય અને ભેંસ આપી હતી. તો અત્યાર સુધી એમને શા માટે દુઃખી કર્યા ત્યારે રાજા કહે છે મેં એમને દુઃખી નથી કર્યા પણ સુખી કર્યા છે.જુઓ, પહેલા મેં બકરી અને ગાય આપી તેનું પરિણામ શું આવ્યું? બકરી બે મહિનામાં ને ગાય ચાર મહિનામાં મરી ગઈ. તેથી શેઠ ગરીબ ને ગરીબ રહ્યા. એ શું સૂચવે છે? એમ સૂચવે છે કે શેઠનું ભાગ્ય નબળું હતું. તે વખતે મેં તેમને લાખ રૂપિયા આપ્યા હતા તે પણ ટક્ત નહિ. મેં તેમના ભાગ્યની પરીક્ષા કરી. છેલ્લી ભેંસ આપતાં જોયું કે બાર મહિના સુધી ભેંસ જીવી. તેને પાડી થઈ. એટલે હવે એકની બે ભેંસ થઈ અને દૂધ પણ વધારે આપે છે. તે આજે ભાગ્યની ચઢતી કળા છે એમ બતાવે છે. માટે હવે જે હું મેટી રકમ આપું તે એની પાસે ટકી રહેશે. રાજાનો જવાબ સાંભળી પ્રધાન, અમલદારો અને સભાજને આશ્ચર્યચકિત બની ગયા. શું રાજાની બુદ્ધિ છે? આવી બુદ્ધિ આપણા જેવા અલ્પ જીવોમાં ક્યાંથી હોય? રાજાએ આ પ્રમાણે પ્રધાનના પ્રશ્નનો જવાબ આપે ને શેઠને કહે છે શેઠ! આપ પધારોને આ રૂપિયા સ્વીકારી લો. ત્યારે શેઠ કહે છે સાહેબ ! આટલી મોટી રકમ મને ન હોય ! રાજા કહે છે શેઠ! તમે મારા દુઃખના વખતમાં ઘણું કર્યું છે. જેના પ્રભાવે આજે વગડામાં રખડતા ભિખારીપણું ટાળી આવી મહાન રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. એના બદલામાં આ કંઇ વિસાતમાં નથી. માટે આ રકમ સ્વીકારી લે. તે પણ શેઠ કહે છે સાહેબ! મેં તે કંઈ નથી કર્યું એ તે પ્રભુની મિલ્કત હતી અને પ્રભુના પુત્રને આપ્યું છે. શેઠ લેતા નથી ત્યારે રાજા સિંહાસનેથી ઉઠીને શેઠનો હાથ પકડીને પિતાની સાથે સિંહાસન ઉપર બેસાડી પરાણે દશ લાખ રૂપિયાની ભેટ આપે છે ને પછી સભાજનેને ઉદ્દેશીને કહે છે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy