________________
શારદા સરિતા
૫૮૩
રાજાને કાણુ કહે? પણ બીજા ઘરની ખીચડી ખાઇને શેઠને કહેવા ગયા શેઠ! તમે તે રાજાને ઘણું આપ્યું છે. રાજા તમને એક ખકરી અને ગાય આપે છે તે તમે કેમ કંઇ ખેલતા નથી? રાજાને કહેા તે એમની આંખે ખુલે. ત્યારે શેઠ કહે છે ભાઈ ! તમે આ શુ ખેલે છે? અમારા ઉપર રાજાએ મહાન ઉપકાર કર્યા છે. રાજાના જરા પણુ અવર્ણવાદ ન લે. આ રીતે શેઠ પ્રસન્નતાપૂર્વક આનંદથી રહે છે.
ચાર મહિના થયા ને ગાય માંદી પડી અને મરી ગઇ. એટલે શેઠ પાછા રાજા પાસે અબ્યા એટલે રાજાએ પૂછ્યું કે કેમ આવ્યા? ત્યારે શેઠે કહ્યું કે આપે આપેલી ગાય મરી ગઇ. ત્યારે રાજા કહે છે ચિંતા નહિ. લેા, આ એક સારી ભેંસ લઇ જાઓ. તમારે ભેસ સારી પડશે એમ કહી ભડારી પાસે ભેંસ અપાવી. ત્યાં પાછા અમલઢારાના મનમાં થયું કે અહા! શુ રાજાની કૃપણુતા છે! ક્યાં એ શેઠનુ સાત લાખનુ દાન અને ક્યાં શજાનુ` મામૂલી દાન! પહેલાં બકરી આપી, પછી ગાય આપી એ અને મરી ગયા. છતાં ત્રીજી વખત ભેંસ આપે છે. શી ખાત્રી કે એ લેસ નહિ મરી જાય ? એના કરતાં ધન આપે તે શેઠે સુખેથી વેપાર તે કરે? હવે આ ભેંસ પણ મરી જશે તે પાછી શેઠને તા ભીખ માંગવાનીને? પણ આપણે શું કરીએ? શેઠ અને રાજા અને સરખા છે. રાજા આપે છે ને શેઠ લે છે. એમ ખીજા બધા મનમાં કચવાય છે, પણ રાજાને આમ કરવાની પાછળ શું આશય છે તે કઈ સમજતું નથી.
શેઠને તેા ભેંસ મળ્યા પછી ખૂબ આનંદ મંગળ છે. ભેંસ કે સારૂં દૂધ આપે છે એટલે મઝાથી દૂધ ખાય છે ને વધે તેટલુ મેળવીને દહીં બનાવે છે ને દહીંને વલેાવીને ઘી બનાવી વેચે છે. ભેંસ આપ્યા પછી શેઠ ખાર મહિના સુધી બિલકુલ દેખાયા નહિ એટલે રાજાએ માણસાને મેકલીને શેઠને ખેલાવ્યા ને પૂછ્યું.. કેમ શેઠ! તમે દેખાતા નથી? શેઠ કહે છે સાહેબ! આપની કૃપાથી આનંદ છે. મારે કંઇ જરૂર ન્હાતી એટલે આા નથી. સાહેબ! ભેંસ વિયાણી છે પાડી આવી છે એટલે હવે તેા ડબલ લાલ થયે છે. રાજા હર્ષોંમાં આવીને ભંડારીને ખેલાવીને કહે છે આ શેઠને ક્રેશ લાખ રૂપિયા ભડારમાંથી લાવી આપે. રાજાની આજ્ઞા થાય ત્યાં શી વાર? ભડારીએ દશ લાખ રૂપિયા હાજર કર્યા. રાજા શેઠને આગળ ખેલાવીને કહે છે શેઠ! ફૂલ નહિ ને ફૂલની પાંખડી સમાન મારી ભેટ સ્વીકારી લે.
આ
શેઠ કહે છે સાહેબ! લેસથી મારૂ કામ ખરાખર ચાલે છે. આટલી મોટી રકમને હું અધિકારી નથી. બંધુએ! અહી જોવાનું એ છે કે શેઠને મન પાતે પૂર્વે રાજાને કરેલી સહાયનું જાણે સ્મરણ નથી અને તે એના ત્રાજવે માપવા નથી બેસતા કે મે આટલા રૂપિયા આપેલા છે, તેા એની સામે આટલા મળે તે એ સરખા સાદો કર્યા ગણાય અને વધારે મળે તે મે પૂર્વે આપેલી રકમનું વ્યાજ તથા રાજાની કટોકટીની