________________
૫૮૨
શારદા સરિતા
ઘરમાં રહેવા માટે ગયા. શેઠ–શેઠાણીના મનમાં જરા પણ એમ ન થયું કે અમે રાજાને દુઃખી સ્થિતિમાં રૂા. સાત લાખની મૂડી આપી છે. જ્યારે આપણે ગરીબ અનીને એના આશ્રયે આવ્યા ત્યારે રાજાએ એક મામુલી બકરી આપી! એમને આવુ કંઇ ન થયું. પણ રાજાના પ્રધાન અને ખીજા અમલદારાના મનમાં થયું કે આ શેઠે આપણા રાજાને આટલા રૂપિયા આપ્યા છે અને હવે શેઠની ગરીખી આવી છે ત્યારે રાજા આટલી બધી કંજુસાઈ શા માટે કરે છે ? પણ રાજા પાસે તેમનું શું ચાલે ? પણ શેઠને તેા જરા પણ ઉદ્વેગ નથી. દુઃખ નથી. એ તે એમ માને છે કે રાજાએ મને ઘણું આપ્યું. ખાવાના અને રહેવાના સાંસા હતા. તેના બદલે રહેવા ઘર મળ્યું અને આ બકરીનુ દૂધ વેચીશુ તેા ખાવા જેટલું મળી રહેશે. શેઠને આટલેા ધેા સમભાવ રહેવાનું કારણ શું? એ કર્મના સિદ્ધાંતને સમજનારા હતા. એટલે એ વિચાર કર્યા કે ગમે ત્યાં જઈશ પણ મારા કર્મ પ્રમાણે મળવાનુ છે તેા શા માટે હાયવેાય કરવી ?
દેવાનુપ્રિયા | તમને પણ એમ થશે કે રાજા તેમના દિવસે ભૂવી ગયા? અને શેઠની આટલી કદર કરી? આવા વિચારથી રાજા પ્રત્યે દ્વેષ થશે પણ તમારે તે કઇ ભાગવવાનુ નથી છતાં દ્વેષ થાય છે. પણ ખૂબીની વાત તે એ છે કે જેને ભાગવવાનુ છે તે શેઠને રાજા પ્રત્યે બિલકુલ દ્વેષભાવ ન આવ્યા. તેનુ કારણ એ છે કે શેઠને બિલકુલ અભિમાન ન્હાતુ કે હું એક વાર રાજાને લાખાની મદદ કરનારા, મે સહાય ન કરી હાત તે રાજ્ય આજે આ સ્થિતિમાં કયાંથી હાત ! આવું અભિમાન ન હતું. તેથી રાજાએ અકરી આપી છતાં એમ ન થયું કે રાજાએ મારી આટલી કદર કરી? અભિમાનથી દ્વેષ ઉત્પન્ન થાય છે પણ શેઠ શાંત હતા. - તમે કોઇના ઉપર આવેા ઉપકાર કર્યા હાય અને શેઠના જેવા વખત આવે ને તમારી આવી કન્નુર થાય તે શાંત બેસી રહેા કે ધમધમાટી ખેલાવે ? (હસાહસ), મેં તમારા ઉપર આવા ઉપકાર કર્યાં હતા ને
તેના બદલામાં તમે મને એક ખકરી આપી. ભગવાન કહે છે ઉપકારના અલાની આશા રાખવી તે માઠુ છે.
શેઠ ઉપકારના બદલાની આશા રાખતા નથી. ખકરીનુ દૂધ વેચી જે કંઇ મળે છે તેમાં સંતાષથી જીવનનિર્વાહ ચલાવે છે પણ બે મહિના થયા ત્યાં અકરી મરી ગઇ. એટલે શેઠ રાજા પાસે આવે છે ત્યારે રાજા પૂછે છે શેઠજી! કેમ આવવાનું અન્ય? ત્યારે શેઠ કહે છે સાહેબ! આપે આપેલી ખકરી ગઇ કાલે રાત્રે મરી ગઇ. શા કહે છે કંઈ ચિંતા નહિ. આ બધુ તમારૂ છે. લે, આ ગાય લઇ જાએ. એમ કહી ભંડારી પાસે ગાય અપાવે છે. શેઠને આનંદ થયા. અહા! મને ગાય મળી, પણ રાજા પ્રત્યે જરા પણુ દ્વેષ નથી આવતા. પણ અમલદારો અને પ્રધાનના મનમાં થાય છે કે રાજા કેવા કંજુસ છે! વિચારી વિચારી તાંબાના પૈસા આપે તેમ આ શેઠને આપે છે. પણ