________________
શારદા સરિતા
૫૮૧
વિચારીને શેઠે સમય જોઈને સુકૃત્ય કર્યું તે સાધી લીધું. માનવની સ્થિતિ કાયમ એકસરખી રહેતી નથી. કયારે પુણ્યનું પાંદડું ફરી જાય છે તેની કેઈને ખબર પડતી નથી. શેઠના અશુભકર્મનો ઉદય થયે. વહેપારમાં મેટી ખોટ ગઈ. લક્ષ્મી તદ્દન નાશ પામી. ઘરબાર–પત્નીના દાગીના બધું વેચાઈ ગયું. ખાવાના પણ સામા પડ્યા. છતાં શેઠના મનમાં તેનું જરાય દુઃખ નથી. એ તે હોય. આપણું કર્મને ઉદય, પણ શેઠની પત્ની કહે છે સ્વામીનાથ! પેલા રાજાને તમે સાત લાખ રૂપિયા આપ્યા છે. રાજા તે અત્યારે મહાન સંપત્તિવાળા બની ગયા છે, તે ચાલોને આપણે રાજા પાસે જઈએ. એ જરૂર આપણને મદદ કરશે ને આપણે ગરીબાઈ ટળી જશે. ત્યારે શેઠ કહે છે આપણે એમને જે સહાય કરી છે તેને બદલે આપણે નથી જોઈત કારણ કે એ પરભવની મૂડી છે. તે અહીં બદલે લેવા જતાં વટાવાઈ જાય ને પરભવ માટે કંઈ મૂડી ન રહે. પણ આ ભૂખમરામાંથી બચવા રાજા પાસે જઈએ ને કંઈક ટેકે મળી જાય તો આપણે જીવનનિર્વાહ બરાબર ચાલે.
એ વિચાર કરી શેઠ-શેઠાણી રાજાના દરબારમાં આવ્યા. રાજાને દરબાર ઠઠ ભરાય છે. ત્યાં આ બે માણસો મેલા, ફાટેલા-તૂટેલા કપડાં પહેરીને રાજાની સભામાં આવ્યા. જ્યારે રાજાએ જોયા ત્યારે તે ધનવાન અવસ્થામાં હતા અને અત્યારે ગરીબ છે. બંને સમયના રંગઢંગ જુદા હોય છે. એટલે રાજા તેમને ઓળખી શક્યા નહિ. પણ પિતે એવા ગરીબાઈના દુઃખો વેઠયા હતા એટલે તિરસ્કાર ન કર્યા પણ મીઠાશથી પૂછ્યું કે આપ કયું છે? ક્યાંથી આવ્યા છે ને કેમ આવ્યા છો ? ત્યારે શેઠે કહ્યું આપને વનવગડામાં મળે હતો તે શેઠ છું. તે વખતે પુણ્યને ઉદય હતો ને અત્યારે મારું પુણ્ય ખલાસ થઈ ગયું છે એટલે જીવન નિવાહની મદદ માટે આવ્યો છું પણ એમ ન કહ્યું કે મેં તમને આટલા રૂપિયા આપ્યા હતા. રાજાએ શેઠને ઓળખ્યા. એમને ખબર છે કે આ શેઠે મને આશ્રય આપે ન હત તે મારું રાજ્ય અત્યારે આ સ્થિતિ ઉપર પહોંચ્યું ન હોત. એટલે રાજા આશ્ચર્ય પામીને કહે છે અહો શેઠજી! આપે મારા ઉપર મહાન ઉપકાર કરેલો છે. તમારા જેવા પરોપકારી અને પુણ્યાત્માની આ સ્થિતિ ! કર્મની કેવી વિચિત્રતા છે ! જે થયું તે થયું. હવે તમે ચિંતા કરશે નહિ. એમ કહી ખજાનચીને બોલાવીને રાજા કહે છે આ શેઠને એક સારામાં સારી બકરી આપો અને આપણે નાના મકાન બંધાવ્યા છે તેમાંથી એક મકાન એમને રહેવા માટે આપી દે. શેઠને એક બકરી અને રહેવા માટે ઘર અપાવીને રાજા કહે છે ભાઈ ! તમે આ બકરી લઈ જાઓ અને એનું દૂધ વેચીને જીવનનિર્વાહ ચલાવજો ને જરૂર પડે તે ફરીને ખુશીથી મારી પાસે તમે આવજે. જરાય સંકોચ રાખશે નહિ.
શેઠ તો રાજાએ આપેલી બકરી લઈને રાજાએ અપાવેલા નાનકડા ને સાદા