________________
૫૮૦
શારદા સરિતા
"से बेमि से जहा वि कुम्मे हरए विणिविट चित्ते पछन्नपलासे उम्मग से नो लहइ भजगाइव सन्निवेशं नो चयंति एवंएगे अणेगरुवेहिं कुलेहि जाया, रुवेहिं सत्ता कलुणं थणंति नियाणओ ते न लमन्ति मुक्खं ।।"
જેમ કેઈ એક તળાવમાં શેવાળને પિપડે જામે છે. તેમાં પવનના ઝપાટાથી શેવાળમાં તીરાડ (બાકોરૂ) પડી. બરાબર તે સમયે એક કાચબાએ તેમાંથી મોટું બહાર કાઢયું તે બહાર સૂર્યને પ્રકાશ જે. આ પ્રકાશ તેણે કદી જો ન હતો. તેને થયું કે મારા કુટુંબીજનોને પણ આ પ્રકાશ બતાવું. તેથી તે જલ્દી બધાને બોલાવવા અંદર ગમે ત્યાં પેલી સાંધ પૂરાઈ ગઈ. એના કુટુંબીઓ કહે છે કયાં છે પ્રકાશ? અહીં તે કંઈ દેખાતું નથી. જેણે પ્રકાશ જે હતું તેને પણ માર્ગ મળ મુશ્કેલ બની ગયે. કદી નહિ દેખેલું સૂર્યદર્શન એને માટે ફરીને દુર્લભ બની ગયું તે રીતે જ્ઞાની ભગવતે કહે છે કે મહાન પુણ્યાગે સૂર્યદર્શન રૂપી મનુષ્યભવમાં જિનવાણીને પ્રકાશ પ્રાપ્ત થયેલ છે, પણ એકેક જેની મોહ દશા કેવી છે? જેમ વૃક્ષ વરસાદ, ગરમી અને ઠંડી સહન કરે છે પણ પિતાનું સ્થાન છતું નથી તેવીજ રીતે જીવ અનેક કુળમાં ઉત્પન્ન થાય છે ને વિવિધ પ્રકારના વિષયમાં આસકત બને છે પણ તેને છોડી શકતો નથી અને એ આસકિતનું દુષ્ટ પરિણામ ભોગવવું પડે છે તે વખતે જીવ રાંક બનીને કરૂણ રૂદન કરે છે પણ દુઃખના નિદાનરૂપ કર્મોથી છૂટી શકતો નથી. માટે કર્મબંધન કરતી વખતે ખૂબ ઉપગ રાખે.
લક્ષ્મી મળવી તેને સાચવવી અને વૃદ્ધિ પામવી એ બધું પુણ્યને આધીન છે. એ કર્મના તાબાની વાત છે. હાંધ મનુષ્ય પોતાના તાબાની કરવા જાય છે હું એને સાચવી રાખું તે મારી થઈને રહે. પણ એ ક્યાંથી બને? જે પિતાનું નથી તે ત્રણ કાળમાં તમારૂં ક્યાંથી થવાનું છે? લાખ પ્રયત્નો કરીને સાચવી રાખેલી લક્ષ્મીને અશુભ કર્મ તમા મારીને ઝૂંટવી લેશે એની મેહાંધ માનવીને ખબર પડતી નથી. ઘણાંને ધન મળ્યું પણ એને સાચવવામાં અને વધારવામાં પડ્યા પણ પિતાના હાથે સત્કાર્યમાં વાપરી નહિ તે કમેં એના કેવા બૂરા હાલ કરી નાંખ્યા. સેના સાઠ અને સાઠના આઠ કરાવ્યા ને ઘરઘરમાં ભીખ માંગતા કરી મૂક્યા. એક વખતને લાખોપતિ બીજાની પાસે પચ્ચીસ પચાસ રૂપિયાની નાનકડી રકમ માટે કાલાવાલા કરે એવી સ્થિતિએ પહોંચાડી દીધા.
આપણે અહીં એ વાત ચાલે છે કે રાજાને એના કમેં એક વખત કે ઘેરી લીધો હતો. અને શેઠ પાસે લક્ષમી હતી તે તેમણે કે સદ્વ્યય કર્યો. ગરીબ બની ગયેલા રાજાને સહારો આપે તે રાજા સમૃદ્ધ બની ગયા અને એ પણ શેઠના દુઃખમાં કેવા સહાયક બનશે તે આગળ જેજે. શેઠે પિતાથી ચઢતીના સમયે એ વિચાર કર્યો કે આ લક્ષ્મી મારી એકલાની નથી ને મારે આધીન રહેનારી નથી, પણ મારે આધીન તેમણે કરેલાં સુકૃ રહેશે, તે આ રાજાની ગરીબી ટાળી નાંખું. આમ