________________
૫૮૬
શારદા સરિતા ફરીને જ્યારે પધારશે? કોને ખબર છે હુ જીવતી હઈશ કે નહિ હોઉં. માતાને ખૂબ દુઃખ થતું હતું તેથી શિખીમુનિએ પાત્ર ધર્યું એટલે જાલિનીએ બે લાડવા હાથમાં લીધા ત્યારે મુનિ કહે છે આહાર આવી ગયો છે. હવે અમને જરૂર નથી. ફકત તમારા હાથે વહેરવા પૂરતે કટકે લાડુ વહોરા. પણ જાલિનીએ તે બે લાડુ વહોરાવી દીધા ને કહ્યું કે મેં ખુબ પ્રેમથી લાડુ બનાવ્યા છે, એ તો આપને ખાવાના છે. જ્યાં મુનિનું નામ લઈને વહેરાવ્યા એટલે બીજા કેઈ એ આહાર વાપરી શકે નહિ. જાલિનીએ શિખીમુનિને માટે ભારે ઝેર નાંખીને લાડુ બનાવ્યા હતા અને શિખીમુનિ પ્રત્યે વૈર હતું એટલે એમને ખાવાનું કહ્યું.
| દેવાનુપ્રિયો! દાન દેવાથી કેવો મહાન લાભ થાય છે. તેના બદલે આ જાલિનીએ કેવું કામ કર્યું! શંખ રાજા અને જશેમતિ રાણીએ દ્રાક્ષ ધોયેલાં પાણી વહેરાવ્યા અને તીર્થકર નામ કર્મ બાંધ્યું અને નાગેશ્રી દાન દેવા છતાં નરકે ગઈ. એણે પોતાનું માનભંગ ન થાય તે માટે મુનિને ઉકરડે જાણીને કડવી તુંબડીનું ઝેરી શાક વહેરાવ્યું હતું તેમ જાલિનીએ વૈરને કારણે વિષમિશ્રિત લાડુ વહેરાવી દીધા ને જાણે કેટલાય ભાવ હોય તેમ બોલવા લાગી હે ગુરુદેવ! આજે હું પાવન બની બઈ. ધન્ય ઘડી! ધન્ય ભાગ્ય ! આજે મારા કાળજાને ઠંડક વળી. મુનિરાજ ગોચરી લઈને પિતાના સ્થાનકમાં આવ્યા. વડીલ સંતોને આહાર બતાવ્યો. ઈરિયાવહી પડીક્રમી સહુ આહાર કરવા બેઠા. પેલા લાડુ તે શિખીમુનિને વહોરાવ્યા હતા એટલે તેમણે આરોગ્ય અને પાંચ-દશ મિનિટમાં એમની નસેનસો તૂટવા લાગી. ચકકર આવવા લાગ્યા. '
જાન લિયા હૈ જહરયુક્ત થા, આજ યિા જે આહાર, જીના દુર્લભ દેખ કિયા હૈં, જવ જીવ ચૌવિહાર, બાત હુઈ જાહેર તબ આયે, દૌડ દૌડ તબ નરનાર હે...શ્રોતા
શિખીમુનિની દશા જોઈ સૌ સમજી ગયા કે આજે જે આહાર વહેરી લાવ્યા છે તે ગેરયુક્ત છે. હવે જીવી શકાય તેમ નથી. એટલે તેમને જાવજીવન સંથારે પચ્ચખાવી દીધા. મુનિએના મનમાં શંકા થઈ કે નકકી જાલિનીએ ઉપરથી ધમી બનવાને દંભ કર્યો છે. બાકી શિખીમુનિના ઉપર એને પહેલેથી વૈર છે એટલે એણે ઝેરના લાડુ વહોરાવી વૈરની વસૂલાત કરી છે. શિખીમુનિ ડીવારમાં કાળધર્મ પામ્યા. આ વાત જોતજોતામાં આખા નગરમાં ફેલાઈ ગઈ. એટલે બધા નગરજને દેડતા દેડતા આવે છે. શિખીકુમાર મુનિને જોઈને સૌ બોલે છે કે ગમે તેણે આહારમાં વિષ આપી દીધું છે.
દુર્ભાગી થા કૌન દિયા વિષ, તબ બેલે મુનિરાય, નહિ નિમિ-તકા દોષ જરા જબ પરાલ પલટાય, મર કર દેવ બને સામાનિક, સ્વર્ગ પાંચ જાય છેશ્રોતા તુમ