SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૬૭ એક લગની લગાડે કે તું કેણ છે? અંતરમાં જ કરે. ઘરમાં બેસીને સંસારના . સુખ ભોગવતાં ભોગવતાં આ સ્વરૂપે દેખાશે? એ માટે જગતથી જુદા થવું પડશે. આનંદઘનજી મહારાજ સ્વરૂપની પિછાણુ કરવા એકલા જંગલમાં ચાલ્યા ગયા હતા. એમણે અભિનંદન સ્વામીના સ્તવનમાં મને વેદના ઠાલવી છે. અભિનંદન જિણ દરિસણું તરસીયે ખૂબ સુંદર ભાવવાહી સ્તવન છે. એકાગ્ર ચિતે ગાવા છતાં દર્શન ન થયા તેનું કારણ આત્મા ઉપર કમેના ગંજ ખડકાયા છે. એ વચમાં આડા આવે છે. આ કર્મોના ગજને ખસેડવાની શક્તિ આત્મામાં છે, પણ પ્રગટ કરી નથી. મહાન પુરૂ કેવી રીતે કર્મના ગંજને દૂર કરી શુદ્ધ સ્વરૂપને પામ્યા ! ગજસુકુમારે નાની વયમાં સ્વરૂપને પ્રાપ્ત કર્યું. એ કેવી રીતે કર્યું હશે? એમને ઘેર સુખ-વૈભવની કમીના ન હતી. પિતે સુકુમાર હતાં. સુખની સામગ્રીને ત્યાગી સંસાર ત્યાગી સંયમી બન્યા ને સ્મશાન ભૂમિકામાં પડિમા ધારીને ઉભા રહ્યા. સસરા સમલે માથે ધગધગતા અંગારા મૂક્યા ને માટીની પાળ બાંધી. આ વખતે કેવું ચિંતન કર્યું હશે? માથાની પરી ખીચડીની જેમ ખદખદે ને ચામડી તડતડ તૂટે, માંસ શેકાઈ જાય તે વખતે શું વેદના નહિ થતી હેય? આ સમયે જે દેહને રાગ રાખે હેત તે કેટલું કર્મબંધન થાત ! એમણે દેહને રાગ છેડી ગજબ સમતા ધારણ કરી. મનમાં ધૂન લગાવી. “દેહ બળે છે હું નથી બળ, અજર અમર પદ મારૂ” હે ચેતન ! તું અખંડ, અવિનાશી ને નિત્ય છે. તું નથી બળ. દેહ બળે છે. તું તે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે. આવું ભેદજ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પામ્યા. આવા તે ઘણાં દાખલા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનાવસ્થામાં ભાન ભૂલ્યા તે નરકે જવાના કર્મના દળીયા ભેગા કર્યા. આ સમયે જે આયુષ્યને બંધ પડી ગયો હત તે નરકમાં જાત, પણ આયુષ્ય બંધાયું ન હતું. થોડીવારમાં ઉપયોગ આવતા વિચારધારા પલટાઈ અને કેવળજ્ઞાન ને કેવળદર્શન પામી ગયા. સ્વરૂપમાં રમતા કરવા માટે ક્ષણેક્ષણે સાવધાની રાખવી પડશે અને ખાતા–પીતા સૂતાઉઠતા-બેસતા હરતા-ફરતાં દરેક ઠેકાણે સ્વનું ચિંતન કરવું પડશે. હું એટલે શરીર. હું એટલે સંસાર. આવી પરિણતિ એ વિભાવશા છે અને હું એટલે અનંતશકિતને સ્વામી, જ્ઞાનદર્શન-ચારિત્રને ધણી છું. બીજું કાંઈ આ સંસારમાં મારું નથી. આનુ નામ સ્વરૂપ રમણતા છે. ગાઢ કર્મના ઉદયે આપણે અનાદિકાળથી સંસારમાં ભમીએ છીએ. તેમાંથી પિતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સદા જાગૃત રહેવું જોઈએ. એ જાગૃતિ માટે એક મંત્રનું રટણ કરે. હું કેણુ છું? આત્મા અને હુંકાર નીકળી જશે તે આત્મા હળ બની જશે અને આત્મસ્વરૂપને હુંકાર આવી જાય. આત્માને હુંકાર શુદ્ધ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy