________________
૫૬૬
શારદા સરિતા
આત્મા સમયે સમયે કેવા કર્મો બાંધે છે ! આ ચેતનની સુષુપ્ત અવસ્થાનું પરિણામ છે. જે આત્મા પુગલની પાછળ રક બની જાય છે તેને કર્મોના આવરણાને લીધે ક્ષણે ક્ષણે દુઃખ ભાગવવું પડે છે. કાઇ વખત દેવલેાકમાં તા કેાઈ વખત નરકમાં ને કોઈ વખત નિગઢમાં ઘસડાવું પડે છે ને અનંતેાકાળ સંસારમાં ભમવું પડે છે. આ ભવભ્રમણના દુઃખા અટકાવીને આત્માને સાચી શાન્તિ પ્રાપ્ત કરવાના જો કોઈ ઉપાય હાય તા તીર્થંકર ભગવ ંતાએ બતાવેલા પુદ્દગલા ઉપરથી આસકિત ઘટાડી સ્વરૂપમાં રમણુતા
કરવાના ઉત્તમ માર્ગ છે.
અનતકિતના ધણી આત્મા ઉપયેગશૂન્ય ખની જ્યારે જડ પુદ્ગલના મેહમાં ફસાય છે ત્યારે વિભાવદશામાં ચાલ્યું જાય છે અને જ્યારે તેના જ્ઞાનચક્ષુ ખુલે છે ત્યારે પુદ્દગલના રાગ છોડી સ્વભાવમાં સ્થિર બને છે ત્યારે એ સ્વરૂપ રમણનાના અલૈાકિક આનંદને માણી શકે છે. તપ-ત્યાગ અને સંયમ આદિ અનુષ્ઠાન કરવાનુ પ્રયાજન સ્વરૂપ રમણતા પ્રાપ્ત કરવાનું છે. સ્વરૂપની પિછાણ કરવાનુ છે. આત્મા સ્વભાવે સ્ફટિકન જેવા શુદ્ધ છે. જેમ સ્ફટિકનુ મૂળ સ્વરૂપ શ્વેત ને શુદ્ધ છે પણ સ્ફટિકની પાછળ લાલ- લીલા કે પીળેા કાગળ મૂકવામાં આવે તે તે સ્ફટિક તેવા કલરને દેખાય છે અને એ કાગળ લઇ લેવામાં આવે તે સ્ફટિકનુ મૂળ સ્વરૂપ જેવુ છે તેવુ' દેખાય છે. તેવી રીતે આત્માને જેના સગ થાય છે તેવે તે અની જાય છે. તેમ આત્મા સ્વરૂપે શુધ્ધ છે પણ રાગ-દ્વેષ અને મેહના રંગીન કાગળા તેના ઉપર લપેટાઈ ગયા છે તેના કારણે પેાતાનું અસલ સ્વરૂપ પિછાણી શકતા નથી. આપણે શુધ્ધ સ્વરૂપ પ્રગટ કરી દુઃખાથી મુકત થવું હાય તેા રાગ-દ્વેષ અને મેહના રગીન કાગળા ખસેડી નાખેા.
બંધુએ ! કાઇ દિવસ તમને એવા વિચાર આવે છે કે હું ક્યાં ઉભે। છું ? તમે આત્માને એક જ પ્રશ્ન કરો કે હું એટલે કાણ? ને મારૂં સાચું સ્વરૂપ શુ ? એક વખત સુધર્માસ્વામીને તેમના પ્યારા શિષ્ય જંબુસ્વામીએ પ્રશ્ન પૂછ્યા કે હૈ પ્રભુ ! સન્ની કાને કહેવાય અને અસંજ્ઞી કોને કહેવાય? ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું કે હું જંબુ! ભીંતમાં ખારૂં' પાડે અને તેમાંથી જે જોઇ શકે તે સંજ્ઞી અને જે ન જોઈ શકે તે અસી. તમને એમ થશે કે ભીંતમાં તે ચાર ખાકારૂ પાડે કેમ ખરાખરને ? પણ અહીં એ ભીતની વાત લેવાની નથી. અહીં તેા અજ્ઞાન દશાની ભીંતમાં ખારૂં પાડીને પેાતાના અસલ સ્વરૂપને જોવાની વાત છે. એ સ્વરૂપને જોવા માટે રાગ-દ્વેષ ને માહના પડદાને ખસેડવા જખ્ખર પુરૂષાર્થ કરવા જોઈએ. રાગ-દ્વેષ ઉપર વિજય મેળળ્યે તે આપે!આપ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયા વિના નહિ રહે.
રાગની ભયંકર આસકિત અને દ્વેષની દારૂણ વેદનામાં ગળાબૂડ ખૂંચેલા આત્માને સ્વ-સ્વરૂપનું ભાન કયાંથી હાય ? સ્વરૂપની પિછાણુ કરવા માટે અંતરમાં