________________
૫૬૮
શારદા સરિતા સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર છે ને સંસારને હુંકાર ભવમાં ભમાવનાર છે. આ જીવને રાહુ-શનિ મગળ અને પનોતી હેરાન નથી કરતા તેનાથી અધિક હેશન કરનાર છે કે શત્રુ હોય તે તે અહંભાવ છે. એ અહંભાવ નીકળી જાય તે જીવ મેક્ષે ગયા વિના ન રહે. દેહને હુંકાર કેવા પાપ કરાવે છે!
માલવપતિ મુંજ રાજાને આપ્યું હતું કે માળવાનું રાજ્ય હું ભેગવું અને મારા પછી મારા સંતાને એ રાજાને ભેગવટો કરે. બીજા કોઈને હકક નથી. ભેજે માળવાના રાજયને માલિક શેને થાય? આ વિચાર એના મગજમાં રાત-દિવસ ઘૂમ્યા કરતે હતે. સુંવાળી રેશમની પથારી એને કાંટા જેવી લાગતી હતી. માળવાની મોટી મહેલાતે એને ઝુંપડા કરતાં પણ હીન દેખાતી હતી. રૂપસુંદરી એવી રાણીઓ એને જંગલમાં ગાયે ચરાવતી ભરવાડણ કરતાં પણ ઉતરતી દેખાતી હતી. એને ખાવા પીવા અને હરવા-ફરવામાં જરાય આનંદ આવતું નથી. વાત એમ હતી કે ભેજની જન્મપત્રિકા મુંજના હાથમાં આવી હતી. વારંવાર એ જન્મપત્રિકા લઈને બેસતે હતે. તેમાં લખેલા શબ્દ તેની આંખમાં ભાલાની જેમ ભેંકાતા હતા. એમાં શું લખ્યું હતુંપચપન વર્ષ સાત માસ તીન દિન તક ભેજ માલવ દેશકા માલિક હેગા” આ ભવિષ્ય કદાચ સાચું પડી જાય તે? આ પ્રશ્ન મુંજનું મન ચગડેળે ચડ્યું હતુ. એના અંતરમાં ઈષ્યની જવાળાઓ ઉઠી હતી. આ વાત તે એકલા જાણતા હતા. એમને કેઈ સાચો રાહ બતાવનાર ન હતા.
જે માળવાના રાજ્ય માટે તેણે પોતાના ભાઈ સિંધવની આંખ ફેલ નાંખી હતી, જેને પિતાને કટ્ટો શત્રુ સમજતો હતો. એ સિંધલને પુત્ર એટલે વૈરીને વારસ! શું એ માળવાને માલિક બનશે? એ વિચાર એના મગજમાં રાત-દિવસ ઘૂમ્યા કરતે હતું અને મને મન એ અનનું પિતે સમાધાન કરી લેતા હતા કે ના-ના. માળવાના રાજસિંહાસનને માલિક મારે પુત્ર બનશે. સિંધવને પુત્ર નહિ. પણ પાછા જન્મપત્રિકામાં લખેલા શબ્દો એની નજર સજક્ષ ખડા થઈ જતા. એને બીજું કંઈ દેખાતું નહિ. એક પછી એક એમ અનેક પ્રશ્નને એની નજર સમક્ષ ખડા થતાં કે શું એ જન્માક્ષર સત્ય હશે? શું માળવાના રાજ્ય સિંહાસનને માલિક ભેજ બનશે? શું એ ગોઝારે દિવસ મારા જીવનમાં આવશે કે મારી પ્રજા જોતી રહેશે. સૈન્ય જતું રહેશે ને હું પણ જેતે રહીશ અને સિંહાસન પરથી મને ઉઠાડીને હજુ ઉગીને ઉભે થયેલ ભોજ શું સિંહાસન ઉપર ચઢી બેસશે? બીજી ક્ષણે પાછો વિચાર કરતો કે હું ક્યાં નિર્બળ છું. તે આવું બનવા દઉં? હમણાં એને ફેંસલે કરી નાંખ્યું. જેમ સિંધલને રસ્ત કર્યો એમ ભેજને કરી નાંખ્યું. સિધલ હોય કે ભેજ હોય. જે રાજ્ય પચાવવા તૈયાર થાય એ મારો વૈરી છે. જ્યાં સુધી એ મારા વૈરીને વિનાશ નહિ કરું ત્યાં સુધી