SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા પપ૯ નંખાય? યુવાની એ તે ચારિત્ર અંગીકાર કરવા માટેની મોસમ છે. ધર્મ વહેપારનો બજાર છે માટે ધર્મારાધના સાવધાનીપૂર્વક કરી લેવી જોઈએ. - જમાલિકુમાર કહે છે હે માતા! ભેગવિષયે નરકમાં લઈ જનાર છે. એવી કઈ માતા હોય કે પિતાને પુત્ર નરકમાં જાય તે ઈચછે? અને ધર્મારાધના વિના ને પાપનો ત્યાગ કર્યા વિના સદ્દગતિ મળવાની નથી એ નકકી છે. માટે મને દીક્ષાની આજ્ઞા ચાપ. માતા નવી નવી દલીલ કરે છે ને જમાલિકુમાર એને જડબાતોડ જવાબ આપી દે છે. સાચો વૈરાગી છૂપે રહેતું નથી. હવે માતા સમજી ગઈ છે કે મારો દીકરો કઈ રીતે સંસારમાં રહેનાર નથી છતાં હજુ નવી દલીલ કરશે ને જમાલિકુમાર તેને શું ઉત્તર આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર – જાલિનીએ સેમદેવને શિખીકુમારના સમાચાર લેવા મોકલ્યું હતું તે ખબર લઈને આવી ગયા અને ગુરૂએ કહ્યું તમારી વિનંતી ધ્યાનમાં રાખીશું. શિખીકુમાર મુનિએ ગુરૂને વિનય કરી ખૂબ જ્ઞાનપ્રાપ્તિ કરી છે. જેમ તારામાં ચંદ્ર શેભે છે તેમ ગુરૂના અન્ય સંત પરિવારમાં શિખીકુમાર ચંદ્રની જેમ શોભતા હતા. બીજા સંતેને વાંચણી આપવી, શંકાઓનું સમાધાન કરવું, બધું પોતે કરતા હતા. એના ગુણોથી એમણે ગુરૂના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. કૌશંબી નગરીની આસપાસમાં વિહાર કરતા હતા. ત્યાં સમાચાર મળ્યા કે બ્રહ્મદત્ત મંત્રીનું મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળીને વિસિંહ આચાર્યો બીજા સાધુઓની સાથે શિખીકુમાર મુનિને તેમના સ્વજન-પરિવારને દુઃખથી મુક્ત કરાવવા કૌશાંબી તરફ મેકલ્યા. તે સંતો વિહાર કરતાં કરતાં થોડા સમયમાં કૌશાંબી પહોંચી ગયા ને મેઘવન નામના ઉદ્યાનમાં ઉતર્યા. નગરજનોને ખબર પડી કે શિખીકુમાર મુનિ આપણું ગામમાં પધાર્યા છે. સેના નાયક શેઠ સાર્થવાહ, તલવર રાજા રાણું માડંબી કેબી દર્શન કર હર્ષાએ સુન વાણું, જન જન મુખ પર મહિમા મુનિ કી બાત જાલીની જાની..હે શ્રોતા તુમ શિખીકુમાર મુનિ પધાર્યાના સમાચાર વાયુવેગે કૌશાંબી નગરીમાં પ્રસરી ગયા એટલે સેનાપતિ, શેઠ, સાર્થવાહ, તલવર રાજા રાણી આખું ગામ મુનિના દર્શન કરવા ઉમટયું. મુનિના દર્શન કર્યા ને એમના મુખની વાણી સાંભળી નગરજનો ખૂબ પ્રભાવિત થયા. દરેકના દિલમાં ખૂબ આનંદ થયે. અહો શું મુનિનું જ્ઞાન છે ને શું એમની અમૃતથી મીઠી વાણી છે! એમની વાણી પથરને પીગળાવે તેવી છે કંઈક હળુકમી છે વૈરાગ્ય પામી ગયા. વૈશાંબી નગરીમાં નાના મોટા દરેકના મુખે શિખીકુમારના ગુણલા ગવાય છે જેમ સ્વાદિષ્ટ ચીજ ખાધી હોય તે તેને સ્વાદ દાઢમાં રહી જાય છે અગર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy