________________
૫૫૮
શારદા સરિતા
રાજ્યમાં અતૃપ્ત રહેનાર થયા અને પિતાજીના માર્ગને હજુ અનુસરતા નથી. હું બેન ! તું ધન્યવાદને પાત્ર છે કે મોક્ષરૂપ ફળને આપનાર સંયમ અંગીકાર કરવાને ઈચ્છે છે.
સુંદરીની ભાવનાને ભરત મહારાજાને પર ટકે
આ સંપત્તિ વિજળીના ઝબકારા જેવી ચંચળ છે. આયુષ્ય જળના તરંગની જેમ નાશવંત છે. આ શરીર પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. વળી આ શરીર તે અનેક રોગરૂપી સને રહેવાના સ્થાન રૂપ છે. આટલું સમજતા છતાં અમે છેડી શકતા નથી. ધન્ય છે તને કે ચારિત્રની ભાવનાથી સાઠ હજાર વર્ષોથી તું આવે દુષ્કર તપ કરે છે. બંધુઓ ! આ દષ્ટાંત સાંભળ્યા પછી આપણને એમ લાગે કે આપણે અન્નના કીડા છીએ, મોક્ષપ્રાપ્તિ માટે જે જોઈએ તેવો પ્રયત્ન કર્યો નથી અને પ્રયત્ન કરીએ છીએ તે પણ કીડાના જેવી મંદગતિવાળો છે અને સંસાર તરફનો પ્રયત્ન રેકેટના જેવી ગતિવાળે છે. છેલ્લે સુંદરીને ભારત મહારાજાએ હોંશથી દીક્ષાની આજ્ઞા આપી ને સુંદરીએ કષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી અને પિતાનું કલ્યાણ સાધીને સુંદરી મોક્ષે ગયા છે.
હે માતા! કેણુ પહેલું જશે ને પછી કેણુ જશે”
જમાલિકુમાર એમની માતાને કહે છે હે માતા! તમે કહો છો કે તું આ યુવાનીના સુખ ભોગવી લે પણ એ યુવાનીનું જેમ કયાં સુધી રહેવાનું? કાયાને ગમે તેવું સારું ખવડા, પીવડા ને સાચવે પણ અંતે એ જર્જરિત થઈ જવાની. જ્યારે સડી જશે, પડી જશે ને ક્યારે એનો નાશ થઈ જશે તેનો પત્તો નથી. આ સડન-પાન ને વિસન સ્વભાવવાળું શરીર વહેલું કે મોડું અવશ્યમેવ એક દિવસ છોડવાનું છે, તે હે માતા પિતા! કોણ જાણે કે પહેલું જવું પડશે તેની કોને ખબર છે? માટે તમે મને આજ્ઞા આપો એટલે હું સંસાર છોડીને ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરૂં.
જમાલિનો ઉત્તર સ્વરૂપવાન દેહ પામીને, યુવાનીનો હા લૂંટી લેવાની માતાની દલીલ સામે માનવદેહની બિભત્સ પરિસ્થિતિ, માટીના ભાંડ જેવી તકલાદી દશા અને સડન પડન અવસ્થાનું સચોટ ભાન કરાવે છે. માતા ગમે તેટલી ઢીલી થઈ જાય છે, પ્રલોભનો આપે છે પણ જમાલિનું રૂંવાડું પણ ફરકતું નથી. એ તે એમ સમજે છે કે આત્મસાધના વિના જે જિંદગી પૂરી થઈ જશે તો આવો કિંમતી માનવભવ એળે જશે અને પુણ્ય વિના પરકમાં ક્યાં જઈને ઉભા રહેવું! જેમ ભોગ ભોગવવા માટે યુવાની છે તેમ આત્મસાધના માટે પણ યુવાવસ્થા જોઈએ. ઘડપણ આવશે ત્યારે શરીર અશક્ત થઈ જશે, યુવાની રંગરાગમાં વેડફાઈ જશે તે બૂરી દશા થશે. યુવાનીના જેમાં કઠોર તપશ્ચર્યા, ઉગ્ર પરિષહ અને ઉપસર્ગો સહન કરવા, ઉગ્ર વિહાર કરવા, સિદ્ધાંતનું પઠન પાઠન અને સ્વાધ્યાય આદિ સાધના થઈ શકે છે. આવી યુવાનીને ભેગવિષયમાં રગદોળી