________________
૫૬૦.
શારદા સરિતા કઈ સજજનને સંગ કર્યો હોય, તેને પરિચય થયો હોય ને તેનાથી જીવનમાં કંઈક ગુણ પ્રગટયા હોય તે તેની યાદી કદી ભૂલાતી નથી. ફરીને તેમને મળવા માટે મન ઉત્સુક રહે છે તેમ આ શિખીકુમાર મુનિની વાણીને સ્વાદ દાઢમાં રહી ગયે. હવે જ્યારે સવાર પડે ને ફરીને દર્શન કરવા જઈએ. લોકે બે મેઢે બોલે છે શું મુનિને તપ છે! શું એમની ક્ષમા છે! ને શું એમની વાણીમાં મીઠાશભરી છે! નાની ઉમરમાં સંસારની અંધાર કેટડીમાંથી નીકળી ગયા ને જ્ઞાનને પ્રકાશ પ્રાપ્ત કર્યો. ધન્ય છે તેમને આ રીતે તેમની પ્રશંસા થાય છે.
જાલિનીએ મુનિના આગમનના સમાચાર જાણ્યા ને દરેકના મુખેથી થતી તેમની પ્રશંસા સાંભળીને એના અંગેઅંગમાં બળતરા થવા લાગી. એ પાપીને મેં જીવતે શખ્યો ત્યારે મોટો થયે ને દીક્ષા લીધી! હવે તે એનું કાટલું બરાબર કાઢું. ત્યારે લોકે તે એના મોઢે કહે છે તે જાલિની માતા! તમે કેટલા ભાગ્યવાન છો! તમારે દીકરે તે રત્ન છે. એણે દીક્ષા લઈને તમારી કુંખ દીપાવી છે. આ જગ્યાએ બીજી માતા હોય તે દીકરાની આટલી પ્રશંસા સાંભળીને એની છાતી ગજગજ ફુલી જાય. પણ જાવિની મુનિનો નાશ કરવાના ઉપાયે શેધે છે. પણ બ્રહાદતનું અવસાન થયું છે એટલે બહાર જતી નથી. શિખીકુમાર મુનિ બીજે દિવસે માતાની પાસે ઘેર આવે છે.
શેકમગ્ન માતાને મુનિનું આશ્વાસન બ્રાદત્તનું અવસાન થવાથી જાલિનીને ખૂબ દુઃખ થયું છે. એક પતિના વિયેગનું દુઃખ છે. બીજી બાજુ પુત્ર ઉપર તીવ્ર કષાયની જવાળા સળગી છે એટલે એનું શરીર તદન નિસ્તેજ બની ગયું છે. ઘણે વખત થઈ ગયું છે એટલે મુનિએ જાલિનીને ઓળખી નહિ પણ માતાએ શિખીકુમાર મુનિને તરત ઓળખી લીધા. મુનિને જોઈને ઉભી થઈને વંદન કર્યા અને તેનું હૈયું ભરાઈ ગયું હોય તેમ ધ્રુસકે ને ધ્રુસ્કે રડવા લાગી. થોડી વારે શાંત થઈ. ત્યાર પછી શું કર્યું
મન મલીન મુખમેં અમૃત ભર, મુનિ સે અર્જ ગુજારી, બહુત કિયા અપરાધ આપકા, મૈં હું ગુણ ગારી હો, દયાનિધિ કર દયા મેરેકે, માફ કરો ઉપકારી છે–શ્રોતા તુમ
મનમાં મલીનતા ભરેલી છે પણ મઢામાં તે જાણે અમૃત ન ભર્યું હોય ! તે રીતે મીઠું મીઠું બોલવા લાગી છવાગ્યે મધુ તિષ્ઠતિહૃદયે તુ વિષહલાહલમ માણસના હૃદયમાં હળાહળ ઝેર ભર્યું હોય છે ને જીભ ઉપર તે મધ ચેપડયું હોય તેમ મીઠું મીઠું બોલે છે. જાલિનીની પણ આ પરિસ્થિતિ હતી. કપટયુક્ત મીઠા વચન બેલતી કહે છે હે મુનિરાજ ! આપ તે ગુણગુણના ભંડાર છે, મહાન છો. મેં આપને બહુ મટે અપરાધ કર્યો છે. તે અવગુણની ભરેલી છું. આપ મારે અપરાધ ક્ષમા