________________
૫૧૨
શારદા સરિતા
ગુરૂદેવ ખલ્યા કે આજે હું તમને છેલ્લું પારણું કરાવુ છુ. ગુરૂદેવના એકેક શબ્દો એવા હતા કે કાઈને કઈ ખ્યાલ ન આવ્યેા. તે દિવસે આખા સંઘમાં પૂ. રત્નચંદ્રજી મહારાજ જાતે ગાચરી કરવા માટે પધાર્યા. ત્યાર બાદ શિષ્યને પારણુ કરાવ્યું. છેલ્લે સાંજના પ્રતિક્રમણ કરવા બેઠા તે પહેલાં પેાતાના લઘુ શિષ્ય હર્ષદ મુનિને માથે હાથ મૂકીને ખુબ શિખામણ આપી અને તપસ્વી મહારાજને કહ્યું આજે તમને માનસિક ઉપસર્ગ આવવાના છે. તમે બધા મુખ હિંમત રાખજો. વકીલ ગુલાખચ સંગાણી ખંભાત ગયેલા. તેમની સાથે ત્રણ માળ સુધી ફરીને વાત કરી. વકીલને જવાની રજા આપી. તેથી વકીલ અમદાવાદ આવ્યા. ખંભાતના ઝવેરી માણેકલાલ ભગવાનદાસ પટેલ ( હાલ મુંબઇ) સાયનમાં રહે છે તેએ મુંબઇ જતાં પહેલાં પૂ. ગુરૂદેવના દર્શન કરવા આવ્યા. તેમને કહે છે તમે આજે મુંબઇ ન જશેા. કાલે તમારૂ કામ પડવાનુ છે. આવી આવી સંક્ષેપમાં ઘણી વાતા કરી. પોતાના જીવનની અંતિમ ઘડીના ખ્યાલ આવી જવાથી પ્રતિક્રમણ કરી ચાવિહારના પચ્ચખાણ કર્યાં. પછી મેડા ઉપરથી નીચે પધાર્યા અને બધા શિષ્યાને સુંદર શિખામણ આપી. મને જ્યારે અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા કરી ત્યારે મે દલીલ કરી કે ગુરૂદેવ ! મારી યિત સારી નથી. હુંમણા ઠીક થયું છે તે આ વખતે મને અમદાવાદ ચાતુર્માસ ન આપો. ત્યારે ગુરૂદેવે કહ્યું ચાતુર્માસની હું તમને છેલ્લી આજ્ઞા આપું છું. આવી ઘણી વાર્તા કરી પણ કેઇ એ ગૂઢ વાતને સમજી શકયું નહિ. પૂ. ગુરૂદેવની તયિત રાતના વધુ અગડતી ગઇ. કારમુ વાદળ ઘેરાવા લાગ્યું. પૂ. ગુરૂદેવે શ્રી સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં કાઇ જાતને દોષ ન લાગવા જોઇએ તે વાત ખાસ ધ્યાનમાં રાખો એમ કહી પાતે સમાધિમાં સ્થિર થવા લાગ્યા. ચાર આંગળા ઉંચા કરી સંઘને નિશાન આપી દીધુ અને છેવટે સમાધિભાવમાં સ્થિર રહી ભાદરવા સુદ ૧૧ ના દિને પ્રભાતના ચાર વાગે સંવત ૨૦૦૪ ની સાલે પૂજય ગુરૂદેવ આ ફાની દુનિયા છોડી શ્રી સંઘને રડતા મૂકી સ્વાઁના પંથે પ્રયાણ કરી ગયા.
બંધુઓ ! આવા પવિત્ર, સંયમી પ્રતિભાશાળી, ક્ષમામૂર્તિ, રત્નસમાન રત્નગુરૂદેવની ૨૫મી પુણ્યતિથી નેિ આજે એછામાં ઓછા જે પ્રત્યાખ્યાન કરી તે ૨૫ દિવસના અવશ્ય કરો. તેમજ આવા મહાન ગુરૂવર્યાંના જીવનમાં રહેલા આદર્શને અપનાવો તે તમે સાચી શ્રદ્ધાંજલિ અર્પણુ કરી ગણાય. એ પૂજય ગુરૂદેવને આપણા કોટી કોટી વંદન હો, ✩ વ્યાખ્યાન ન ૫૯
ભાદરવા સુદ ૧૨ ને શનિવાર
ગુરૂ અએ, સુશીલ માતાઓ અને બહેન !
તા. ૮-૯-૦૩
અનંતકરૂણાનિધી શાસ્રકાર ભગવતે જગતના જીવાના ઉદ્ધારને માટે સિદ્ધાંત