________________
શારદા સરિતા
૫૧૩
વાણીની પ્રરૂપણ કરી. ભગવંતે ત્રિપદી-ત્રણ શબ્દોમાં ઉપદેશ આપ્યો છે અને ગણધર ભગવંતેએ તે વાણી ઝીલી છે. ત્રણ શબ્દો દ્વારા ગણધર ભગવતેએ દ્વાદશાંગી સૂત્રની રચના કરી છે. તમને એમ થશે કે ત્રણ શબ્દો દ્વારા દ્વાદશાંગીની રચના કેવી રીતે કરી? જૈન શાસન કહે છે શબ્દોની શકિત અમાપ છે. ત્રણ શબ્દોમાં ગણધર ભગવતે શાસ્ત્રના શા પામી ગયા. તે પ્રમાણે વિશિષ્ટ શકિતસંપન્ન પવિત્ર આત્માઓ નવકારમંત્રમાં ચૌદ પૂર્વનું જ્ઞાન પામી શકે છે.
જેમ બાળક પતંગ ચઢાવે છે ત્યારે તેની પાસે દેરાની દડી નાની હોય છે, પણ જેમ પતંગ ઉચે ચઢે તેમ તેને દર બહુ લાંબો નીકળે છે ને પતંગ ખૂબ ઉંચે ચઢી જાય છે. દિવાળીના દિવસોમાં બાળકો ફટાકડા ફેડે છે ત્યારે એક નાનકડી ગેબી સળગાવે છે તે તેમાંથી ઘણો લાંબો સર્પ બની જાય છે ને? આ તે સામાન્ય વસ્તુ છે. તે ચર્મચક્ષુથી ન જોઈ શકાય તેવા શબ્દોમાં અને તે પણ તીર્થકર પ્રભુની અમૂલ્ય સાધનાના પાવર હાઉસમાંથી ઉત્પન્ન થયેલા શબ્દમાં તે કેવી શક્તિ હોય? કે જાદુ હોય? શબ્દથી તે માણસ ધ્રુજી હાલે છે. પરદેશમાં એક માણસ સ્ટેજ પર ચઢીને ભાષણ કરતે હતો. તેણે કહ્યું કે આ સભામાં બેઠેલામાં મોટા ભાગના ૫૦ ટકા માણસો ગાંડા છે એટલે લેકેમાં ખળભળાટ મચી ગયો અને લોકે તેને મારવા દેડયા. એટલે ફરીને બોલે-હું બોલતા ભૂલી ગયે. આ સભામાં ૫૦ ટકા માણસે ડાહ્યા છે. ત્યારે લેકેના મુખ ઉપર આનંદ આનંદ છવાઈ ગયો. વાત તે એની એ છે છતાં શબ્દમાં કેટલી તાકાત છે તે આ દાખલા ઉપરથી સમજી શકાય છે.
અરે ! જાદુગરોમાં પણ કેટલી તાકાત હોય છે. મહંમદ છેલ નામને એક જાદુગર થઈ ગયા. તે એક વખત સ્ટેશનમાં બેઠે હતો, ત્યાં જૈન મુનિ ગૌચરી કરીને પસાર થાય છે. તે સમયે બીજા શ્રાવકે પણ બાંકડા ઉપર બેઠા હતા તે ઉભા થઈને મુનિને વંદન કરે છે. ત્યારે મહંમદ છેલ પૂછે છે આ કોણ છે? ત્યારે કહે છે આ જૈન મુનિ છે. અમારા ગુરૂ છે. દુનિયામાં બધાના ત્યાગ કરતાં જૈન મુનિને ત્યાગ અજોડ છે. એમની ત્યાગની તોલે કઈ ન આવી શકે. ત્યારે મહંમદ છેલ વિચાર કરવા લાગ્યું કે મેં ઘણું જાદુના ખેલ ખેલ્યા. જાદુથી ભલભલાને હરાવ્યા પણ આ જૈન મુનિને મારા જાદુને પર કરાવ્યો નથી. શ્રાવકને કહે છે તમે ભૂલે છે. આ સાધુ નથી. પણ ઠગ છે. જુઓ, એના પાત્રમાં શું છે? એના જાદુના પ્રભાવથી મુનિના પાત્રમાં રહેલા ભજીયા માંસના ભજીયા બનાવી દીધા. આ જોઈ શ્રાવકે હેબતાઈ ગયા. પણ મુનિ જેવા તેવા ન હતા. મહાન શકિતધારી હતા. એમણે પોતાની લબ્ધિને ઉપયોગ કર્યો. જૈન મુનિઓને તપના પ્રભાવે ઘણી શકિતઓ પ્રાપ્ત થાય છે પણ તેને ઉપયોગ કરતા નથી. પણ અત્યારે જૈન ધર્મની ઈજજતનો સવાલ હતો એટલે પોતાની શક્તિનો પ્રયોગ કરી ખેતરમાં એક વૃક્ષ