________________
શારદા સરિતા
૫૧૧
મહારાજ સાહેબ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા એટલે ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના હાથમાં આવ્યું. ખંભાત સંઘે પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્ય પદવી અર્પણ કરી. પૂજ્ય પદવી પ્રાપ્ત થયા બાદ ગુરૂદેવે ખંભાત સંપ્રદાયનો મહિમા અને સંઘબળ ઘણું વધાર્યું. પિતાના શીરે આવેલી શ્રી સંઘની જવાબદારી બરાબર અદા કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં પિતાના શિષ્યો સહિત વિક્રમ સંવત ૧લ્પ માં તેઓશ્રી સાણંદ ચાતુર્માસ માટે પધાર્યા. તેમના ઉપદેશથી બે આત્માઓ બૂઝયા. એક જશુબાઈ મહાસતીજી અને બીજી હું (બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી) જે ગુરૂદેવે અમને સંસારની અસારતા સમજાવી અને બળતા દાવાનળમાંથી બહાર કાઢયા અને આત્મકલ્યાણને રાહ બતાવ્યા તે ઉપકાર કદી ભૂલાય તેમ નથી. આ સંસારસમુદ્રમાં ગુરૂદેવ અમારા માટે દીવાદાંડી સમાન હતા. ખરેખર જીવનરચના સાચા સારથી પૂજ્ય ગુરૂદેવ છે. ગુરૂ વિના કેઈ માર્ગ બતાવનાર નથી.
પૂજ્ય ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ ૨૦૦૦ની સાલમાં સુરત ચાતુર્માસ માટે પધારેલ. ત્યારે પાળીયાદના રહીશ ત્રીકમલાલ ધનજીભાઈના સુપુત્ર શ્રી ડુંગરશી ભાઈએ દીક્ષા અંગીકાર કરી. તેઓ બા.બ્ર. હર્ષદ મુનિ મહારાજ પૂજ્ય રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પ્રસિદ્ધ થયા. પૂ ગુરૂદેવના સાનિધ્યમાં રહી તેમણે વ્યાખ્યાતાનું પદ પ્રાપ્ત કર્યું. પૂજ્ય ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે બાર ચાતુર્માસ અમદાવાદમાં કર્યા. બાર ચાતુર્માસ ખંભાતમાં, દશ ચાતુર્માસ સુરતમાં, છ ચાતુર્માસ સાણંદમાં અને ચાર ચાતુર્માસ મુંબઈમાં (વિ. સં. ૧૬૪, ૧૭૪, ૧૯૭૫, ૧૯૮૧) ર્યા હતા. ત્રણ વસોમાં, એક કઠોરમાં, એક બોટાદમાં અને છેલ્લું ચાતુર્માસ સંવત ૨૦૦૪ માં ખંભાત કરેલું. પૂજ્ય ગુરૂદેવને કેઈએ પૂછયું સાહેબ! આપનું સંવત ૨૦૦૪ નું ચાતુર્માસ કયાં છે? તે કહે કે આ છેલ્લું ચાતુર્માસ ખંભાત છે. એવું તેઓ સુરતથી પાછા ફરતાં વિહારપંથે બેલ્યા હતા. તેઓ દર ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં ભગવતીસૂત્રનું વાંચન કરતા હતા. પણ છેલલા ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન “સકામ અકામ મરણ” ને અધિકાર વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ ખૂબ લાક્ષણિક શૈલીથી સમજાવ્યું હતું. તેમના વ્યાખ્યાનના પ્રભાવથી સંઘમાં અદ્દભૂત ઉત્સાહ વર્તાઈ રહ્યો હતે.
પૂ. ગુરૂદેવના જીવનને ઈતિહાસ ખૂબ જાણવા જેવું છે. પૂ. ગુરૂદેવનું જીવન અને ચારિત્ર એટલું તો પ્રભાવશાળી હતું કે જેનાર માનવીની આંખ ઠરી જાય. પૂ. ગુરૂદેવના જીવનમાં ક્ષમા તે અજબ હતી. પૂ. ગુરૂદેવની તબિયત ભાદરવા સુદ પાંચમના દિને શરદીનું જેર થવાથી બગડી હતી. પણ તેમાં ધીમે ધીમે સુધારે થયે. ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય તપસ્વી શ્રી ફૂલચંદ્રજી મહારાજ સાહેબને ૩૮ ઉપવાસ પૂર્ણ થયા ત્યારે પૂ.ગુરૂદેવને વિનંતી કરી કે સાહેબ! મને શાતા છે. ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ ઉપવાસ કરશે. ત્યારે