________________
૫૧૦
શારદા સરિતા
(રવામી નારાયણ) પંથના આચાર્યે કહ્યું કે તમારે અમારા પંથમાં બ્રહ્મચારી મનવું હાય તેા તમારે તમારી સંપૂર્ણ માલ-મિલ્કત અમારા ભડારમાં અર્પણ કરવી પડશે. તે તમને અમારા પથની દીક્ષા આપવામાં આવશે. આ સાંભળી રવાભાઈ વિચારમાં પડી ગયા કે આ શું ? જે લક્ષ્મી અનર્થાને જન્માવનારી છે તેના મેહ (મમત્વ) આ સાધુમાં ભર્યા છે માટે આ પંથમાં આત્મકલ્યાણ થઈ શકે નહિ. તેથી ગાદીપતિને જવાબ આપી દીધા કે મને તમારા ધર્મમાં આત્મકલ્યાણના સાચા માર્ગ દેખાતા નથી. તેર વષઁના બાલુડામાં કેટલું આત્મમંથન ! કેવી અગાધશકિત અને બુદ્ધિ ! કેવી હિંમત ! રવાભાઈએ તેર વર્ષની ઉંમરમાં આટલે ઉંડા વિચાર કર્યો ત્યારે તેમના ભાવિના ભણકારા કેટલા આનઢમય અને પ્રભાવશાળી હશે !
ત્યાંથી તેઓ પેાતાના વતનમાં પાછા ફર્યા, પણ મહાસતીજીએ જે ઉપદેશ આપ્યા હતા તે તેમના મગજમાં ગુજતા હતા. આ ખાળક વિચાર કરવા લાગ્યા કે અહા! હવે હું એ મહાસતીજી પાસે જઉં. હવે મારે આ ઘરમાં રહેવુ નથી. એક દિવસ ખેતરમાં તેઓ કાલા વીણી રહ્યા હતા ને પાતે પણ વીણતા હતા. એ વીણતાં વીણતાં વિચાર આવ્યે કે મહાસતીજી તેા કહેતા હતા કે ફળ-ફૂલ-પાન તેાડવામાં પાપ છે, તા મને કેટલું પાપ લાગશે ? એમને પાપના ભય લાગ્યા. કાલા વીણવાનુ છેાડી પૂ. માંઘીબાઇ મહાસતીજી પાસે આવ્યા ને કહ્યું કે મને તમારા શિષ્ય બનાવે. ત્યારે મહાસતીજીએ કહ્યું ભાઇ! અમે તેા સાધ્વીજી છીએ. તમારે અમારી પાસે ન રહેવાય. જો તમારી ઇચ્છા હોય તેા અમારા ગુરૂદેવ પાસે માલીએ. એટલે રવાભાઈએ હા પાડી. એટલે તેમણે તેમને પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબ પાસે ખંભાત અભ્યાસ માટે માળ્યા. પૂ. ગુરૂદેવ પૃષ્ઠ પ્રતિભાશાળી, વિચક્ષણ અને શક્તિશાળી હતા. તેઓ બાળકનુ લલાટ જોઇને સમજી ગયા કે આ કોઈ અમૂલ્ય રત્ન છે. ગુરૂદેવની સાનિધ્યમાં રહેતા તેર વર્ષના કિશાર એવા રવાભાઇએ પંદર દિવસમાં સામાયિક અને પ્રતિક્રમણ શીખી લીધા અને ધીમે ધીમે એક વર્ષમાં ઘણા અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષના આ કિશાર દીક્ષા લેવા માટે ત ્પર અન્યા. સગાસ્નેહીએને સમજાવી વિક્રમ સંવત ૧૯૫૬ના મહા સુદૃ પાંચમ (વસંતપંચમી) ના પવિત્ર દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક રવાભાઈએ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પૂ. ગુરૂદેવે રવાભાઇનું ભાવિ જીવન ઉજજવળ જોઇ રત્નચંદ્રજી નામ આપ્યું અને તેઓ રવાભાઈ મટી સાચા રત્ન બની ગયા.
રત્ન સમાન રત્નચંદ્રજી મહારાજ સાહેબ ગુરૂદેવના સાનિધ્યમાં રહી જ્ઞાનમાં ખૂબ આગળ વધ્યા. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન સંપાદ્યન કરતા ગયા તેમ તેમ તેમનામાં નમ્રતા અને વિનયગુણુ પ્રગટ થતાં ગયા. વૈશાખ વદી દશમના દિને ગુરૂદેવ છગનલાલજી