________________
૪૭૨
શારદા સરિતા
જરૂર હોય તે લઈ જઈએ, ત્યારે કહે છે પ્રભુ! તમે મારે ઘેર ન આવે? ગૌતમસ્વામી કહે છે અમે તે બધાને ઘેર જઈએ ત્યારે તે મારા ઘેર ચાલે. તે હાથ પકડીને ગૌતમસ્વામીને પોતાને ઘેર લઈ આવ્યો. પોતે રાજકુમાર છે. આંગળી પકડીને પ્રભુને પોતાને ઘેર લાવતા પુત્રને જોઈને માતાના આનંદનો પાર ન રહ્યો. ધન્ય છે દીકરા! આજે તે આંગણે કલ્પવૃક્ષ ફળે કે પ્રભુના પાવન પગલા થયા. ગૌતમસ્વામીને નિર્દોષ આહાર વહેરાવે છે. વહેરીને ગૌતમસ્વામી પાછા ફર્યા એટલે અયવંતાકુમાર પણ સાથે ચાલ્યા. થોડે દૂર જઈને કહે છે પ્રભુ! આ તમારી ઝળી મને ઉંચકવા ન આપો ! ત્યારે ગૌતમસ્વામી કહે છે ભાઈ ! એ તો અમારા જેવા થાય તેને અપાય. બાલુડે કહે છે ત્યારે તમે આ બધું લઈને ક્યાં જાવ છો? હું મારા ગુરૂ પાસે જાઉં છું. તું જે તે ખરે. મારામાં કાંઈ નથી. મારા ગુરૂ તે કેવા જ્ઞાની છે! અયવંતાકુમાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુના દર્શન કર્યા. વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યા. પ્રભુને કહે છે પ્રભુ તમે અહીં રોકાઈ જજે. વિહાર ન કરતાં. હું મારા માતા-પિતાની રજા લઈને આપની પાસે દીક્ષા લેવા માટે આવું છું. પ્રભુ કહે છે-“અહીં સુયં દેવાનુqયા મા ડવંઘ હા હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર. સારા કાર્યમાં વિલંબ કરીશ નહિ. અયવતકુમાર નાચતે ને કૂદતે ઘેર આવ્યા અને કહે છે હે માતા ! તું મને દીક્ષાની આજ્ઞા આપ. મારે પ્રભુની પાસે દીક્ષા લેવી છે. માતા કહે છે બેટા !
તુ યા જાને સાધુપણામેં બાલ અવસ્થા તેરી ઐસા ઉત્તર દિયા કુંવરજી, માત કહે બલિહારીજી અયવંતા મુનિવર નાવ તીરાઈ વહેતા નીરમેં
અયવંતા મુનિવર બેટા! તું હજુ નાનું છે. સાધુપણું શું કહેવાય તે તને ખબર છે? કુમાર કહે છે માતા ! હું જાણું છું તે નથી જાણતો અને નથી જાણતે તે જાણું છું. માતા કહે છે તું શું સમજે છે? બાળક કહે છે હે માતા! જમ્યા છે તેનું અવશ્ય મરણ છે તે હું જાણું છું. પણ મરણ કયારે, કયા દિવસે અને કઈ મિનિટે આવશે તે હું નથી જાણતે. માટે મને તો ભગવાનના ચરણે જવાની ધૂન લાગી છે માટે મને જલ્દી રજા આપ. માતાને ખૂબ દુઃખ થયું પણ સાચા વૈરાગી આગળ કેઈનું ચાલતું નથી. માતાએ રજા આપી.
અયવંતાકુમારે દીક્ષા લીધી અને તેમને સ્થવિર સંતેને સેપ્યા. દીક્ષા લીધા પછી એક વાર અકાળે વરસાદ વરસે છે. વરસાદ બંધ રહ્યા પછી તે ઠંડલ જવા જંગલમાં ગયા. અયવંતા મુનિ નાના છે. રમત રમતમાં દીક્ષા લીધી છે. તે કંડીલ જઈને વહેલા ઉઠી ગયા. એક પાણીનું ખાબોચીયું ભરેલું. આ જોઈને તેમને બાળ રમત યાદ આવી