________________
શારદા સરિતા
૪૭૩
ગઈ. પિતાની પાસે પાતરી હતી તે પાણીમાં મૂકી અને રજોહરણની દાંડીથી તેને ધક્કા મારવા લાગ્યા ને શું બોલવા લાગ્યા ?
નાવ તીરે મારી નાવ તીરે એમ મુખથી શબ્દ ઉચ્ચારે, સાધુ કે મન શંકા ઉપની (૨) કિરિયા લાગે થારે જી... અયવંતા મુનિવર નાવ તીરાઈ વહેતા નીરમાં.”
જુઓ, જુઓ! મારી નૈકા કેવી તરે છે! એમ બોલતા જાય ને હરખાતા જાય. આ અયવંતાના શબ્દો સાંભળી બીજા સતેના મનમાં થયું કે આ શું બોલે છે ? આવીને જુવે તો બાલસાધુ અયવંતાકુમાર પાણીમાં પાતરી કરાવે છે ને છબછબીયા કરે છે. આ જોઈને અંદરોઅંદર સાધુઓ બોલવા લાગ્યા કે ભગવાનને શું વંશ જતો હતું કે આવાને ચેલો બના? અયવંતાને કહે છે આવું ન કરાય. તને પાપ લાગશે. હે મને પાપ લાગે? હવે નહિ કરું. એમ કહીને પ્રભુની પાસે આવ્યા. ભગવાન કહે છે અયવંતા મુનિ! તમે પાણીમાં પાતરી કરાવી છે, કાચા પાણીમાં છબછબ્બીયા કર્યા છે. આપણાથી કાચા પાણીને અડાય નહિ માટે તમને પાપ લાગ્યું છે. તેનું પ્રાયશ્ચિત કરવા ઈરિયાવહિપડિક્કો. અને સંતને કહે છે તે સાધકે ! તમે અયવંતાની હીલણ ન કરો, તેની નિંદા ન કરે. એ ચરમશરીરી જીવ છે. અયવંતાને પ્રભુએ કહ્યું તમને પાપ લાગ્યું ત્યાં પાપની એવી અરેરાટી થઈ કે ઈરિયાવહીપડિકકમતાં પાપના ભૂકકા બોલાવી દીધા અને છેવટે સાધી લીધું.
ઇમસાર મુનિ પણ પવિત્ર સંત છે. કર્મની ભેખડે તેડવા માટે કે ઉગ્ર તપ કરે છે ! પણ મનમાં શંકા થાય છે કે હું ભવી હઈશ કે અભવી? આ શંકાનું સમાધાન કરવા માટે પ્રભુની પાસે પહોંચી ગયા. પ્રભુને વંદન કરીને પ્રશ્ન પૂછ્યું કે હે ભગવંત! હું ભવ્ય છું કે અભવ્ય? હું ચરમશરીરી છું કે અચરમશરીરી છું? હું સમકિતી છું કે મિથ્યાત્વી? ત્યારે પ્રભુએ કહ્યું કે દમસાર મુનિ! તમે ભવ્ય છે, અભવ્ય નથી. તમે ચરમશરીરી છો અચરમશરીરી નથી. તમે સમકિતી છો મિથ્યાત્વી નથી. પ્રભુના મુખેથી ઉત્તર સાંભળી દમસાર સુનિને ખૂબ આનંદ થયે. પણ પિતાના આત્મા માટે વધુ જાણવાની અભિલાષાથી ફરીને એ દમસાર મુનિ પ્રભુને પ્રશ્ન કરે છે હે પ્રભુ! આપના કથન પ્રમાણે હું ભવ્ય છું તેમજ આ ભવમાં મોક્ષે જવાનો છું. તે આપના વચનમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. પણ પ્રભુ! મને આપ એટલું કહો કે મને કેવળજ્ઞાન કયારે થશે? કેવળજ્ઞાન થાય પછી મેક્ષે જવાય છે તે આશયથી દમસાર મુનિએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો હતે.
ભગવાન કહે છે કે દમસાર મુનિ! આજે અત્યારે તમારા અંતરાત્મામાં જે વિશુદ્ધિની ધારા ચાલે છે એવી ધારા બરાબર ચાલે તે એક પ્રહરમાં તમને કેવળજ્ઞાન