________________
શારદા સરિતા
૪૭૧ વંદન નમસ્કાર કરી પ્રભુની વાણી સાંભળી દમસાર કુમારને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયે. પાપને ભય લાગે એટલે માતા-પિતાની આજ્ઞા મેળવી ભગવાનની પાસે દીક્ષા લીધી અને ખૂબ જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. જ્ઞાનની સાથે તપશ્ચર્યામાં પણ આગેકૂચ કરી. પહેલા છઠ્ઠના પારણે છ કરવા લાગ્યા. આગળ વધતાં અમના પારણે અમ. એમ આગળ વધતા ગયા. પછી પ્રભુને કહે છે હે ભગવંત! મારા આત્મા ઉપર અનાદિકાળથી કર્મશત્રુઓ ઝઝુમી રહ્યા છે તેને ભગાડવા માટે તારૂપી દારૂગળે ફેડે છે. એના ભડાકાથી કર્મશત્રુઓ ભાગી જશે માટે આપ મને માસખમણને પારણે મા ખમણની તપશ્ચર્યા કરવી એવી પ્રતિજ્ઞા કરાવે. એની યોગ્યતા જોઈને ભગવંતે પ્રત્યાખ્યાન કરાવ્યા.
બંધુઓ! માસખમણને પારણે માસખમણ કરવું એ કંઈ સહેલી વાત નથી. શરીરને પગ છૂટે તો આ તપ કરી શકાય છે. તપ કર્યા પછી પણ તેને આસ્વાદ રહે બહુ મુશ્કેલ છે. આજે તે એક અઠ્ઠાઈ, સોળ ભથ્થુ કે માસખમણ કર્યું તો પારણું કર્યું એટલે બધા ઘેડા છૂટા થઈ જાય છે. મા ખમણને તપ કરનાર છેડા દિવસ પછી હોટલમાં જઈને બટાટા વડા ખાતે હોય છે. આ તપ સમજણપૂર્વકનો નથી. તપ કર્યા પછી કંદમૂળ, બહારના ખાનપાન, બીડી, સીગારેટ આદિ વ્યસન છૂટી જવા જોઈએ અને એ તપ ફરીને કયારે કરું એ ભાવ થવો જોઈએ.
દમસાર મુનિને સંયમની સાથે તપશ્ચર્યાને રંગ લાગે ને માસખમણને પારણે માસખમણ કરવા લાગ્યા. હૈયામાં એક વાત રૂચી ગઈ હતી કે આત્માના અનંતસુખની પ્રાપ્તિ માટે તપ અને સંયમની જરૂર છે. આવી શ્રદ્ધાથી તપ કરે છે ને વિચારે છે કે હું ભવી હોઈશ કે અભવી? હું સમકિતી હોઈશ કે મિથ્યાત્વી? આટલે તપ અને આટલી સાધના હોવા છતાં આ વિચાર આવે છે. આ વિચાર આવવા એ ભવ્યપણાની નિશાની છે. અભવીને કદી એવો વિચાર ન આવે. અભવીને પાપનો ડર ન લાગે. બાહ્ય દેખાવ માટે ઉગ્ર તપ કરે, કડક ચારિત્ર પાળે, પણ અંતરથી અનુકંપાને ભાવ ન હોય, જેને પાપને પશ્ચાતાપ થાય એ તે કર્મના કડાકા બેલાવી દે.
ગૌતમસ્વામી છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. એક વખતે તેઓ પિલાસપુરી નગરીમાં છઠ્ઠના પારણે ગૌચરી પધાર્યા. જુઓ, ભવી જી કેવા હોય છે. એની સરળતા અને પવિત્રતા કેવી હોય છે તે આ દષ્ટાંતથી જાણવા મળશે. ગૌતમસ્વામી ગૌચરી નીકળ્યા. તે વખતે બાળકના ટેળામાં ગેડીદડે ખેલતો બાલુડે તેમને જોઈને રમત છોડીને ગૌતમસ્વામી પાસે આવ્યો ને પૂછ્યું. તમે એક ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં જાવ છો તો તમે કેણ છો ? ત્યારે ગૌતમસ્વામી કહે છે ભાઈ ! અમે સાધુ છીએ અને ઘરઘરમાં ગૌચરી માટે જઈએ છીએ. નાને બાલુડો કહે છે ગૌચરી એટલે શું ? ગૌતમસ્વામી કહે છે ગૌચરી એટલે ભિક્ષા. તમારે ઘેર જે કંઈ બનાવ્યું હોય તેમાંથી અમને