________________
શારદા સરિતા
૪૩૭
આ
આખા દિવસ બજારમાં ઉભા રહ્યા. સૌ કાઈ એમનું મુખ જોઈને મજાક ઉડાવવા લાગ્યા. કાઈ હજાર સેાનામહેારા આપવા તૈયાર થતુ નથી. એમ કરતાં સાંજ પડી અને દયાળુ બ્રાહ્મણ આવ્યેા. તેણે જોયું કે આ કોઇ ઉચ્ચ કુળની સ્ત્રી છે. દુઃખની મારી વેચાવા આવી છે. બ્રાહ્મણે પૂછ્યું' અહેન! કંઇ કામ આવડે છે? તારામતી કહે કાકા! તમે જે કહેશેા તે કામ કરીશ. બધું આવડે છે. બ્રાહ્મણે પાંચસેા સેાનામહારામાં તારામતીને ખરીદી. તારામતી બ્રાહ્મણની સાથે જવા તૈયાર થઇ ત્યારે હિત સાડીના છેડા પકડીને કહે છે આ! તુ એકલી ક્યાં જાય છે? હું સાથે આવીશ. તારામતી કહે છે બેટા! તુ તારા આપુજીની સાથે રહી તેમની સેવા કર. રાહિત કહે છે માટો થઇશ ત્યારે સેવા કરીશ. અત્યારે સાથે લઇ જા. પુત્રના કાલાઘેલા શબ્દો સાંભળીને તારામતીનુ સ્નેહાળ હૃદય ભરાઈ આવ્યું ને કહ્યું બેટા! તારે આવવું હોય તેા ખુશીથી આવ. સાંભળીને બ્રાહ્મણ કહે છે બાઇ! મેં તને એકલીને ખરીદી છે માટે તું એકલી આવ. તારા છેાકરે! મારા ઘેર આવીને ગમે તે માંગે તે મને ન પાષાય. રહિતે કહ્યું–કાકા ! હું કંઇ નહિ માંગુ, મને મારી આ સાથે આવવા દો. ત્યારે બ્રાહ્મણ કહે છે ખીજુ કઈ નહિ માંગે પણ ત્રણ ટંક તારું પેટ તે ભરવાનુ ને? આ શબ્દો સાંભળી રાજા-રાણીની આંખમાં આંસુ આવી ગયા. અહા! ક્રમે આપણને કેવી સ્થિતિમાં મૂક્યા ! જે પુત્રને લાડકાડથી ઉછેર્યા, જેને માટે અનેક દાસ-દાસીઓ હાજર રહેતાં, પાણી માંગતા દૂધ મળતું તેને માટે આજે ભાજન પણ ભારે પડે છે. તારામતીએ બ્રાહ્મણને કહ્યું આપ તેને જમાડવાનું ન આપે। તે કાંઇ નહિ પણ મને તે જમવાનું આપશે ને ? તેમાંથી હું તેને જમાડીશ. હવે છેકશને ખાવાનુ' આપવું નહિ પડે એટલે બ્રાહ્મણે બાળકને સાથે લેવાની હા પાડી. ૫૦૦ સેાનામહાર બ્રાહ્મણે રાજાને આપી દીધી. તારામતી અને રાહિત બ્રાહ્મણની સાથે જાય છે. આ દશ્ય જોઇ હરિશ્ચંદ્રનું હૈયું હાથ ન રહ્યું. તેને મૂર્છા આવી ગઇ, ધરતી પર ઢળી પડયા. તારામતી હવે રાણી ફીટીને દાસી બની ચૂકી હતી. એટલે સ્વતંત્ર ન હતી. બ્રાહ્મણુની રજા લઇ પતિ પાસે ગઇ અને પવન નાંખ્યા એટલે મુર્છા વળી, એટલે કહે છે નાથ! હું જાઉં છું. આપ હિંમત હારી જશે તે કેમ ચાલશે ? હજુ ૫૦૦ સેાનામહેારા ઘટે છે. તેા હું જે માગે ગઈ તે માગે જઈને આજે તમે ૫૦૦ સેાનામહારા આપી દેજો અને ૧૦૦૦ સેાનામહારા આપી આપણું વચન પૂર્ણ કરજો. આટલુ કહીને સતી ચાલી ગઈ. રાજા ચાંડાલને ત્યાં ૫૦૦ સાનામહેારામાં વેચાયા અને ઋષિને ૫૦૦ સેાનામઢારાની દક્ષિણા આપી દીધી.
તળાવની ઘાટે”!– તારામતી બ્રાહ્મણને ઘેર બધુ કામ કરે છે. જેણે પાણીના પ્યાલે! કદી ભર્યા નથી એવી રાણી રસાઇ કરે છે ને એઠવાડ કાઢે છે અને રાજા પણ ચડાળને ઘેર રહી બધું કામ કરે છે. પાણી ભરવા પણ જવું પડે છે, એક વખત