________________
૪૩૮
- શારદા સરિતા હરિશ્ચંદ્ર પાણી ભરવા આવ્યા છે અને તારામતી પણ તળાવે પાણી ભરવા આવી. બંનેએ એકબીજાના ખબર પૂછ્યા અને કુશળ સમાચાર આપ્યા. જતી વખતે હરિશ્ચંદ્ર કહે છે અને આ માટલું ઉંચકાતું નથી. જરા ટેકે કરો તે ખભે મૂકી દઉં. તારામતી કહે સ્વામીનાથ ! આપણે સત્યને ખાતર વેચાયા છીએ. તો અહીં પણ સત્યનું પાલન કરવું જોઈએ. તમે ચંડાલને ત્યાં કામ કરે છે ને હું બ્રાહ્મણને ત્યાં છું. હું આપને કેવી રીતે અડી શકું? રાજા માંડ માંડ ઘેર આવ્યા. ચંડાલની પત્ની રાજા પાસે ખૂબ કામ કરાવતી હતી. ચંડાલ ખૂબ દયાળુ હતો. એને થયું કે જે આ ઘેર રહેશે તે આ સ્ત્રી સુખ પડવા નહિ દે. એટલે ચંળે તેને રમશાને રોકી રાખવાનું અને મડદા દીઠ ટક ઉઘરાવવાનું કામ સોંપ્યું. રાજા શ્મશાનના ચેકીદાર બન્યા. હવે તારામતીનું શું બન્યું તે જોઈએ.
તારામતીના માથે વિપત્તિના વાદળા” તારામતી બ્રાહ્મણના ઘેર બધું કામ પ્રેમથી કરવા લાગી. પિતાના વિનયથી ને ગુણથી બ્રાહ્મણના ઘરના બધાના મન જીતી લીધા. પણ કર્મ સુખે રહેવા દે તેમ ન હતા. તારામતીની યુવાની હતી ને રૂપ પણ ઘણું હતું. એનું રૂપ જોઈને બ્રાહ્મણને પુત્ર મેહિત બને. એને પોતાની પત્ની બનાવવા અનેક રીતે સમજાવવા લાગ્યા, લાલચ આપવા લાગે પણ સતીએ કહી દીધું કે સત્યને ખાતર વેચાઈ છું અને શીયળને માટે મારી કાયા કુરબાન કરીશ પણ મારું શીયળ નહિ છોડું. તારામતી પોતાના નિશ્ચયમાં અડગ રહી ત્યારે બ્રાહ્મણને પુત્ર તારામતીને બીજી રીતે હેરાન કરવા લાગ્યો. ખાવાનું ઓછું આપવા લાગ્યા. એક ભાણામાંથી બેના પેટ ભરવાના તેમાં પણ ઓછું થઈ ગયું. ખાવાનું મળે નહિ ને કામ તે કરવું પડે હવે શું થાય? તારામતી પિતાના વ્હાલસોયા બાળકને ફૂલ વીણવા મેકલે છે. ઘણું છોકરાઓ બગીચામાં ફૂલ વીણીને પૈસા કમાતા હતા તે રીતે રેહિત બધાની સાથે જવા લાગ્યા.
હિતને સર્પદંશમાં એક દિવસ ફૂલ ચૂંટતા કોણ જાણે ક્યાંથી આવીને એક સર્પ રહિતને કરડે. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. તેના શરીરમાં ઝેર વ્યાપી ગયું. બધા છોકરાઓ મૂંઝાયા. તારામતી પાસે આવીને કહેવા લાગ્યા તમારા રોહિતને સાપ કરડે છે. રોહિતને સર્પદંશ થયે છે ! આમ બોલતી તારામતીને મૂછ આવી ગઈ અને ધરતી ઉપર ઢળી પડી. કર્મની કેવી વિચિત્ર દશા છે! કહેવત છે કે માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેના ઉપર ચારે બાજુથી દુઃખ આવી પડે છે. વિપત્તિ કદી એકલી આવતી નથી. તારામતી કયાં રાજ્યની રાણી અને કયાં બ્રાહ્મણને ઘેર ગુલામડી! આવા દુઃખમાં પણ અડગ રહ્યા છે. તારામતી ધરતી ઉપર ઢળી પડી