________________
શારદા સરિતા
સંતાન હતા. વનવગડાના કષ્ટ વેઠયા. ત્રણે આત્માઓ કાશીમાં ગંગા નદીના કિનારે આવેલી ધર્મશાળામાં ભાડું ઠરાવીને ત્યાં ઉતર્યા. પાસે પાઈ ન હતી. જીવનનિર્વાહ માટે લેકના કામ કરી પેટ ભરવા લાગ્યા. રાજાએ વિશ્વામિત્રને વચન આપ્યું છે કે ગમે તેમ કરીને એક મહિનામાં એક હજાર સેનામહોરો આપી દેવાની. ૨૮ દિવસ પૂરા થઈ ગયા. હવે ઋષિને સેનામહોરે કયાંથી આપવી તેની ચિંતા થાય છે.
વિશ્વામિત્ર ઋષિ કાશીમાં ષિએ વિચાર કર્યો. રાજ્ય છોડયાને ૨૮ દિવસ થઈ ગયા. હવે સેનામોરે કયાંથી આપવાનું છે? એક તે ખાધા પીધા વિના દુઃખી થઈ ગયા હશે અને હું ત્યાં જઈને દમદાટી આપીશ એટલે રાજ્ય લેવા તૈયાર થઈ જશે એમ વિચારી તે કાશીમાં આવ્યા, ત્રાષિને આવતા જોઈ તારામતી બહાર ગઈ ને પ્રણામ કરીને કહ્યું–ગુરૂદેવ! પધારે. હરિશ્ચંદ્ર તે શરમથી ઓરડીમાં બેસી રહ્યા. બહાર ન આવ્યા. ઋષિ તો કેધથી ધમધમતા બેલ્યાહું તમારા મીઠા શબ્દો સાંભળીને 'બેસવા નથી આવ્યું. હું તે મારી સોનામહોરે લેવા આવ્યો છું. ક્યાં ગયા હરિશ્ચંદ્ર તેમને બેલાવ. તારામતી કહે છે ગુરૂદેવ! આપને તો સોનામહેરનું કામ છે ને? હજુ બે દિવસ બાકી છે ત્યાં સુધીમાં અમે ગમે તેમ કરીને આપી દઈશું. અમે પણ તેની ચિંતામાં છીએ. રાત્રે ઉંઘ પણ આવતી નથી. મહેનત ખૂબ કરીએ છીએ, પણ ધન મળતું નથી. ત્યારે કષિ કહે છે ૧૦૦૦ સોનામહોરો જે આપવાની દાનત હેય તે ઘણું રસ્તા છે. બજારમાં ગુલામ તરીકે વેચાઈને પણ હજાર સેનામહોરો એક દિવસમાં ભરપાઈ કરી શકે છે. પજ તમારે તે વાત કરવી છે ને? તારામતી કહે છે આપે અમને માર્ગદર્શન આપ્યું. હવે અમે વેચાઈને બે દિવસમાં સોનામહોર આપી દઈશું.
સત્યને ખાતર બજારમાં વેચાયા તારામતીએ હરિશ્ચંદ્ર પાસે આવીને કષી સાથે થયેલી વાતચીત રાજાને કહી સંભળાવી. રાજા કહે છે તેને વેચતાં મારું મન માનતું નથી. રાણી કહે છે સ્વામીનાથ! વચન આપ્યું છે તે બરાબર પાલન કરો. કસોટીમાંથી પસાર થઈએ તે આપણી મહત્તા છે. રાણીની મકકમતા જોઈ રાજાનું હૃદય ભરાઈ આવ્યું. ન છૂટકે રાજા-રાણી અને રોહિત બજારમાં ગયા. રાજા-રાણ વેચાવાના ચિન્હ તરીકે માથા ઉપર માટી ને તેના ઉપર ઘાસ મૂકયું ને વેચાવા માટે ઉભા રહ્યા. દેવાનુપ્રિયે! સત્યવ્રતનું પાલન કરવા રાજા કેવી કસેટી વેઠે છે. આજે છે કે આ વીર! કઈ ઘર વેચે, દાગીના વેચે ત્યારે અહીં શું વેચાય છે?
રાજા હરિશ્ચન્દ્ર વેચાય સત્ય કારણે રે કે વેચે મંદિર, વેચે માળીયા રે, કેઈ વેચે છે ગામ ને ગરાસ
રાજા હરિશ્ચન્દ્ર વેચાય સત્ય કારણે રે