________________
શારદા સરિતા
૪૩૫ વમેલ આહાર ફરીને ગળતું નથી તેમ વચન આપ્યા પછી સત્ય વ્રતધારી પુરૂષ પિતાના વ્રતથી ડરતા નથી. સત્યને માટે કાયા કુરબાન કરવા તૈયાર છીએ. સતીએ જબાતોડ જવાબ આપી દીધું એટલે અષી નાસીપાસ થયા અને કેધે ભરાઈને કહેવા લાગ્યા. તમે સત્યની મોટી મોટી વાત કરો છો પણ હજુ દાગીના અને ઘરેણા તે ઉતાર્યા નથી. રાજ્યના દાગીના ને ઘરેણાં પહેરવાને તમને હક્ક નથી. સતી કહે છે ગુરૂદેવ! હું દાગીના ઉતારવાની તૈયારીમાં હતી ત્યાં આપ પધાર્યા. એમ કહી તારામતી, રહિત અને હરિશ્ચંદ્ર રાજાએ બધા દાગીના ઉતારીને આપી દીધા. સૌ સાદા વસ્ત્ર ધારણ કરી વનની વિષમ વાટે વિચરવા તૈયાર થયા. આ તરફ અયોધ્યામાં વાયુવેગે વાત પ્રસરી ગઈ કે વિશ્વામિત્ર ઋષિએ આપણુ રાજા પાસેથી રાજપાટ દાનમાં લઈ લીધા છે અને રાજા વનમાં જાય છે. નગરીમાં હાહાકાર મચી ગયે. .
. “પ્રજાજને રાજાના મહેલે :- પ્રજાજનોના ટોળેટેળા રાજમહેલ પાસે આવ્યા. રાજા-રાણી ને રોહિત સાદા વસ્ત્રો પહેરીને મહેલની બહાર નીકળે છે ત્યારે પ્રજાજને આડા ફરી વળે છે. અમે આપને નહિ જવા દઈએ. રાજા કહે અમે અમારા વચનનું પાલન કરવા જઈએ છીએ. હવે તમે ગુરૂદેવની આજ્ઞાનું પાલન કરજો. પ્રજાજને કહે છે આપના જેવા સત્યવાદી પુરૂષની જેમણે આ દશા કરી તે પ્રજાને કેવી રીતે પાળશે? અમારે અહીં નથી રહેવું. અમે તમારી સાથે આવીશું. બીજું નગર વસાવીશું પણ અમારે અહીં રહેવું નથી. ભલે ત્રષિ અહીં રાજ્ય કરે.
દેવાનુપ્રિયો! વિચાર કરજે. રાજા પ્રત્યે પ્રજાને કેટલે પ્રેમ છે! પ્રજાજને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે. રાજા બધાને શાંત પાડીને કહે છે અમને મોડું થાય છે. તમે અમને . જવા દે. તમે ગમે તેમ કરશો તે પણ અમે રહેવાના નથી. રાજા દેખાયા ત્યાં સુધી સૌ ઉભા રહ્યા અને દેખાતા બંધ થયા ત્યારે અશ્રુભરી આંખે પાછા ફર્યા.
સત્યવાદી ત્રિપુટી વનની વાટે - રાજા-રાણી અને રોહિત વનની વાટે ચાલી રહ્યા છે. મનમાં સત્યની કસોટીને આનંદ છે. ભૂખના દુઃખ આનંદથી વેઠે છે. પેલા મિથ્યાત્વી દેવે વિચાર કર્યો આણે સત્યને ખાતર રાજ્ય જતું કર્યું. પણ આ દુઃખ વેઠતા તેમના મનના પરિણામ કેવા છે? તે જેવા ડેશીમાનું રૂપ લઈ માથે લાડુને થાળ મૂકીને સાથે ચાલે છે. પણ કેઈ તેના તરફ દષ્ટિ કરતું નથી ત્યારે ડોશી કહે છે તમે વગડામાં ભૂખ્યા છે તે આ લાડુ ખાઈ લે. રાજા-રાણી કહે છે અમે મહેનત કર્યા વગર મફતનું ખાતા નથી માટે અમે નહિ લઈએ. ત્યારે રોહિતને કહે છે બેટા! તું નાનો છે. ભૂખ લાગી છે ને? લે, આ લાડુ ખાઈ લે, ત્યારે રોહિત . કહે છે મારા માતા-પિતાને જે ન ખપે તે મને કયાંથી ખપે? હું નહિ લઉં. આ જગ્યાએ સામાન્ય બાળક હેત તે લલચાઈ જાત. પણ આ તો આદર્શ માતા-પિતાનો આદર્શ