________________
શારદા સરિતા
૪૦૯
વ્યાખ્યાન નં. ૫૦
વિષયા- પ્રગતિનો માર્ગ ભાદરવા સુદ ૧ ને મંગળવાર
તા. ૨૮-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંતજ્ઞાની ભગવંતોએ અનંતકાળથી સંસારમાં આથડતા જીવોને પ્રગતિનો માર્ગ બતાવ્યું છે. ભગવંત કહે છે કે પશુ-પક્ષી, માનવ બધા ગતિ તે કરે છે. પ્રગતિ કઈ વિરવ પુરૂ કરે છે. આજે ભૌતિકવાદને યુગ ચાલી રહ્યો છે. બે પગે ચાલનારા દરેક માનવી બોલે છે કે અમે પ્રગતિ કરીએ છીએ. વહેપારીઓ કહે છે અમે વહેપારમાં પ્રગતિ કરી છે. મશીનરીવાળા કહે છે અમે મશીનરીમાં પ્રગતિ કરી છે. મિલ ફેકટરીઓ અને કારખાનાવાળા કહે છે અમે પણ પ્રગતિ સાધી છે. દરેક માનવીઓ કહે છે કે અમે અમારા ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે. વિકાસ કર્યો છે, આગળ વધ્યા છીએ.
આજના યુગમાં માનવ અનેક પ્રકારના ધંધા કરી રહ્યો છે. ઘઉં-બાજરી-તુવેરમગ, મઠ, ચણા વિગેરે અનાજ વહેપારીઓ વેચતા હતા. જ્યારે આજે તો ઘઉનો, ચણાનો, બાજરાને લેટ બજારમાં તૈયાર મળે છે. એટલે બહેનોને દળાવા જવાની કટકટ મટી ગઈ. પહેલાના જમાનામાં અથાણા જાતે નાંખતા હતા. અત્યારે પણ નાંખે છે, પણ કેઈને નાંખવું ન હોય તે અથાણા, પાપડ ને ચટણી બધું તૈયાર મળે છે. મસાલા જાતે ખાંડવા ને દળવા પડતાં હતા. તેના બદલે બધી જાતના મસાલા તૈયાર મળે છે. કપડા સીવેલા તૈયાર મળે છે. મને તે લાગે છે કે રોટલી ને શાક તૈયાર મળી જાય તો એ પણ લાવીને ખાવા તૈયાર થઈ જશે. (હસાહસ)
અમદાવાદમાં એક બહેન કહેતી હતી કે અત્યારે દાળ બનાવવી ન હોય તો ચંદ્રવિલાસ હોટલમાંથી તૈયાર દાળ લઈ આવીએ. ચંદ્રવિલાસની દાળ ખૂબ ટેસ્ટદાર ખાવા જેવી હોય છે. લોટ-મસાલા અને દાળ તૈયાર ખાતા થઈ ગયા પણ તમને ખબર છે કે એ તૈયાર લેટમાં કેવું સહેલું અનાજ વાપર્યું હશે અને કેટલા છે તેમાં પીસાઈ ગયા હશે? તે લેટ તમારા પેટમાં જશે તો મનના પરિણામ કેવા રહેશે. મસાલામાં પણ કેવી જીવાત આવે છે. અમારે સાધુને પાતરા સાફ કરવા માટે ચણાનો આટે લાવ પડે છે. અમે પૂછીને લાવીએ કે કેથળાને તૈયાર આટે નથીને? ઘરને દળાવેલે આ પૂછીને લાવીએ છીએ છતાં એ આટાને પહોળો કરી એના ઉપર વાટકી ફેરવીએ ત્યારે કેઈક વખત એવી ઝીણી બારીક ઈયળો ઉપર આવે છે. એ તૈયાર કેથળાના લેટમાં તે કેટલી છવાત હોય છે. આ તૈયાર આટો ને મસાલે ખાતા વિચાર કરજો કે આ તૈયાર માલ ખાતાં મારા માટે પરફેકમાં કર્મના ગંજ તૈયાર થઈ જશે. એ કર્મો ભોગવવાની તમારી કેટલી તૈયારી છે!