________________
૪૧૦
.
શારદા સરિતા
ભૌતિક દ્રષ્ટિએ આ બધી પ્રગતિ દેખાય છે. પણ આત્માની દષ્ટિએ તે ગતિ છે. પ્રગતિ તો એને કહેવાય કે જ્યાં ગયા પછી ફરીને ગતિ ન કરવી પડે. પહેલાના જમાનામાં કંઈ વિધવા અને નિરાધાર બહેને ઘંટીના પૈડા ફેરવી લેકેના પાણી ભરી, મસાલા ખાંડીને પિતાનું ગુજરાન ચલાવતી હતી. આજે એમને આશ્રય તુટી ગયે.
કૂવાના કાંઠા ગયા, ને ઘરઘરમાં નળ થઇ ગયા, દમયંતીના પતિ નળ ગયા, પણ આજે તે ઘેર ઘેર નળ થઈ ગયા.
ઘઉં7 બાજરી દળવા ઘણાના ઘરમાં ઈલેકટ્રીક ઘંટીઓ આવી ગઈ છે. પહેલાં પાણી ભરવા કૂવે અને તળાવે જવું પડતું હતું અને આજે તે નળ ફેરે ને પાછું પાણી. અમે વિહાર કરીને મુંબઈ આવતા હતા. વચ્ચે કંઈક એવા ગામડા હતાં કે એમને પાણી પીવા મળતું ન હતું અને મુંબઈમાં તો ક્યાંય પાણીને દુકાળ દેખાય નહિ. અહીં તે નળ ખુલ્લા રહે છે ને બંબાકાર પાણી ચાલ્યું જાય છે, પાણીના એક બિંદુમાં અસંખ્યાતા છની હિંસા થાય છે. શું આ પ્રગતિ કહેવાય? પ્રગતિ નથી પણ પતન છે.
બજારમાં દુકાને દુકાને તૈયાર વસ્તુઓ બરણીમાં ભરીભરીને ગઠવી હેય છે તે જોઈને માનવીનું મન આકર્ષાય છે. અહીં એક રૂપક યાદ આવે છે. એક કવિએ રૂપક બનાવ્યું છે. એક અથાણું અને મરચાવાળાની દુકાને જુદા જુદા દેશની બરણીઓમાં તૈયાર અથાણાં અને ખાંડેલા તૈયાર મરચા ભરીને લાઈનસર બરણીઓ ગોઠવી હતી. એક દિવસ બરણીઓ વચ્ચે વાદ-વિવાદ થયે. સૌ પોતપોતાના વખાણ કરવા લાગી. સૈ પ્રથમ પેરિસની બરણ કહે છે જુઓ હું કેટલી સુંદર છું! ત્યારે જમીનની બરણું કહે છે જુઓ તે ખરા મારી સુંદરતા અને ચમક કેટલી સારી છે. મને જોઈને કેઈને લેવાનું મન થઈ જાય. ત્યારે ત્રીજી જાપાનની બરણી કહે છે મારું ઢાંકણું કેવું સુંદર છે! તમારા બધામાં મારે નંબર પહેલો છે. ત્યારે ચોથી કાશ્મીરની બરણી કહે છે હું ધર્મપ્રધાન એવા ભારતમાં ઉત્પન્ન થઈ છું. વળી ભારતનું સ્વર્ગ કાશમીર છે એટલે હું તો સ્વર્ગમાંથી આવી છું. માટે મારું સ્થાન ઉંચુ છે. ત્યારે પાંચમી દેશી બરણી કહે છે તમે સૈ પિતપોતાની સુંદરતા, ચમક ને સ્થાનની શોભાથી પુલાવ છો પણ મારી સામે ટકકર ઝીલવાની તમારા કેઈમાં તાકાત નથી. મારા જેવી મજબૂતી તમારામાં નથી માટે હું તમારા બધાથી મટી છું.
આ બરણીઓ વચ્ચે થયેલી ચર્ચા અથાણાં અને મરચાના વેપારીએ સાંભળી. તેણે કહ્યું તમે બધા નકામા શા માટે ઝઘડી રહ્યા છો? તમારા રૂપ-રંગ ને બધું સુંદર છે પણ તમે જુઓ તો ખરા! તમારી અંદર શું ભર્યું છે? અથાણું અને મરચા કે બીજુ કાંઈ? આ તે એક રૂપક છે પણ આપણે એમાંથી શું સાર લેવો છે? તે