________________
૪૦૮
શારદા સરિતા
કહે છે. છેકરાને પ્લેનમાં લંડન લઈ જાય છે. ત્યાં ચાર મહિના સુધી હાસ્પિતાલમાં રાજ્યેા ને સારવાર કરી પણ સારું ન થયું. માબાપ ચેાધાર આંસુએ રડે છે. માપ રડતા રડતા કહે છે મારા પાપ મને નડયા. દુનિયામાં પાપ કદી છાનું રહેતું નથી. અરેરે...મેં નિષ્ઠુરે દશ લાખના લેાલે મારા મિત્રને દરિયામાં ફગાવી દીધા. એ કેવા કાલાવાલા કરતા હતા! એની આંખેામાં મારી જેમ આંસુ વહેતા હતાં. અને કેવુ દુઃખ થયું હશે! આ શબ્દો આપ ખેલ્યા ને દીકરાના કાને શબ્દ અથડાયા કે મને દરિયામાં ન નાંખી દૃઈશ. તારે મારા દશ લાખ રૂપિયા જોઇતા હોય તેા લઇ લે. ત્યાં એને ગત ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયુ. એને દવાના છેલ્લા ડોઝ પાવામાં આવ્યે. હવે એને દવાની પણ જરૂર ન હતી. એના પિતાજીને ખાલાવે છે ને નાકર-ચાકાને રૂમમાંથી અહાર મોકલે છે. શેઠ આવ્યા એટલે દીકરો કહે છે. આપુજી! તમે મને આળખ્યા ત્યારે શેઠના મનમાં એમ થયું કે દીકરા ઘણા વખતથી ખિમાર છે એટલે એ અકળાઇ ગયા છે તેથી આમ ખેલતા હશે. બાપ કહે છે બેટા! આરામ કર. ત્યારે છોકરા ફરીને પૂછે છે આાપુજી! તમે મને ન ઓળખ્યા ? પણ ખાપ કઈ જવાબ આપતા નથી. ત્યારે છોકરા કહે છે બાપુજી! હુ તમારો દીકરો નથી પણ તમે દશ લાખ રૂપિયાને ખાતર તમારા જીગરજાન મિત્રને મુંબઈનાં દરિયામાં નાંખી દીધા હતા તે હું તમારા મિત્ર છું. મારા દેશ લાખ વસૂલ કરવા આવ્યે છે. મે' છેલ્લે દવાના ડાઝ પીધેા ત્યારે તમારી પાસેથી મારૂ લેણું પુરુ થયું. હવે હું જાઉ છું એમ ખેલતાની સાથે તેના જીવ ચાલ્યા ગયા. બાપ દીકરાના સામુ ટગર-ટગર જોયા કરે છે. એને ભૂતકાળમાં કરેલી ભૂલેાનું ભાન થયું. દીકરાના અગ્નિસંસ્કાર કરી પાછા ફર્યાં પણ ખાપને સ્હેજ પણ આનદ ઘરમાં નથી. પાપને ખૂબ પશ્ચાતાપ કરી પશ્ચાતાપની સરિતામાં સ્નાન કરી આત્માને વિશુદ્ધ બનાવી સંયમ અંગીકાર કરે છે. તેને સમજાઈ ગયું કે સાચું સુખ સંસારમાં નહિ પણ સંયમમાં છે.
સુખના સર્વોચ્ચ જો કોઇ ઉપાય હાય તે। જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ છે. આ બધા તપ તપસ્વીએ કરે છે તે કર્મની નિશ કરવા માટે કરે છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આત્મા સાચે સુખી નહિ બની શકે. માટે તપસ્વીને જોઇને તમે પણ તપ કરજો. કના મેલને ધાનાર જ્ઞાન-દન ચારિત્ર છે. ત્રણેય આત્માને પવિત્ર અનાવે છે. કર્મ સાંકળને તેાડવાના જલ્દી પુરુષાર્થ કરેા. શેઠને સમજાઇ ગયુ` કે સ’સારમાં કાઈ કાઈન' નથી તેથી શેઠે સંસાર છોડી સયમ લીધે અને આત્માના સુખા મેળવ્યા. તા મારે કહેવાનુ એટલુ છે કે ચારિત્ર એ આત્માના સુખને ઉપાય છે. હવે જલ્દી જલ્દી કયારે ચારિત્ર લઉં' ને આત્માના સુખા કેમ મેળવુ એવી તમે સૈા ભાવના રાખજો. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
✩