________________
શારદા સરિતા
૩૯૯ જોઈએ. તે રીતે જ્ઞાની કહે છે કે જોઈએ છે સુખ અને ઉપાયે દુઃખના કરી છે. તે ત્રણ કાળમાં સુખ કયાંથી મળશે?
સુખ કેને માને છે? જે કાંઈ આપણને અનુકૂળ હોય તેમાં આપણને સુખ લાગે છે અને જે આપણને પ્રતિકૂળ હોય તે દુઃખ લાગે છે. કેઈ પૈસામાં સુખ માને છે કે વૈભવમાં સુખ માને છે, કેઈ ભેગવિલાસમાં સુખ માને છે તે કઈ સ્ત્રી-પુત્ર-પરિવારમાં સુખ માને છે. કેઈ મોટી મહેલાતેમાં સુખ માને છે તો કઈ હરવાફરવામાં અને સારા ભેજન ખાવામાં સુખ માને છે. કેઈ સુખને માટે દેવને પૂજે છે કે મને સુખ આપો. મને ધન આપે. આમ સુખની ભીખ માંગે છે. આ પૌગલિક સુખ માંગવામાં આત્માના અક્ષય સુખને ભૂલી જાય છે. જ્ઞાની આત્મા કદી પરઘરમાં સુખ માનતો નથી અને અજ્ઞાની પરવસ્તુના સંયોગમાં સુખ અને વિયોગમાં દુઃખ માને છે અને તે રાગ-દ્વેષની પરિણતિ છે. આ પરિણતિ આત્માના શુદ્ધ ભાવને બગાડનારી છે.
જેમ અફીણ આદિ માદક પદાર્થો ખાવાથી ઘેન ચઢે છે તેમ પરમાં સુખ ન હેવા છતાં સુખ માનવાથી અજ્ઞાન અને મિથ્યાત્વનું ઝેર ચઢે છે અને આત્માને પિતાના સ્વરૂપનું ભાન ભૂલાવી દે છે. જેમ કેફી માણસ વિપરીત કાર્યો કરે છે તેમ મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થએલો માનવી વિપરીત શ્રદ્ધા અને વિપરીત આચરણ કરે છે. ખરેખર! સાચું સુખ તે આત્મામાં છે પરમા નથી. આપણે આપણા સ્વરૂપમાં કરીએ તો સુખી થઈ શકીએ. અજ્ઞાનવશ આત્માને ભૂલી જઈ શરીર તરફ દષ્ટિ જાય છે અને તે હું છું એમ માની તેમાંથી અને ઈન્દ્રિઓમાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે. હું દેહ છું એમ જે કઈ માને છે તેને એમ પૂછે કે તે માનવાવાળો કોણ છે? તે દેહ છે કે દેડથી ભિન્ન આત્મા! આ રીતે આત્મ રવરૂપની પ્રતીતિ થાય તો સુખ પ્રાપ્ત થઈ શકે છે. શરીર અને ઇન્દ્રિઓ દ્વારા સુખ પ્રાપ્ત થશે એવી માન્યતા જ્યાં સુધી આત્મામાં છે ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી અનાત્મ ભાવને હેય ગણીને અને પિતાના આત્મ સ્વરૂપને ઉપાદેય ગણુને સમ્યક્ જ્ઞાન-દર્શન અને ચારિત્ર વડે તે સ્વરૂપને પ્રાપ્ત કરીએ તો આત્મસુખના ભક્તા બની શકાય. ઇન્દ્રિઓના વિષયને વશ બનીને આત્મા કેધ-માન-અવિરતી, શેક, જુગુપ્સા વિગેરે દ્વેષ કરે છે અને પ્રેમ-પતિ-માયા-લોભ વિગેરે રાગ કરે છે. આ રાગાદિને આત્મિય સમજીને જીવાત્મા વ્યાકુળતા અને દુઃખ ઉત્પન્ન કરે છે મોહની આ અનાદિની પ્રકૃતિના કારણે અજ્ઞાની છે જેમાં પરાધીનતા રહેલી છે એવા સાંસારિક બંધનેને પણ સુખનું કારણ માને છે. અર્થાત્ પરપદાર્થોમાંથી સુખ મળશે એમ માને છે. કેવી અજ્ઞાન દશા છે ! આ અજ્ઞાન દશામાં પ્રવર્તતે આત્મા કર્મોની સાંકળને તોડી શકતો નથી.
દેવાનુપ્રિયે! તમને એમ થતું હશે કે ચક્રવર્તિઓ, ઈન્દ્રા મહાન સુખી છે