________________
૪૦૦
શારદા સરિતા
પણ જ્ઞાનીઓ કહે છે કે જે સુખ ચક્રવર્તિ, વાસુદેવ, ખળદેવ અને માંડલિક રાજાઓની પાસે નથી તે સુખ અને આનંદ આત્મામાંથી મેળવી શકાય છે. ઇન્દ્રિયજન્ય સુખ અને આનંદ પરાધીન છે અને આત્મિય સુખ અને આનં સ્વાધીન છે. આત્મા અનંત સુખને સ્વયંભૂરમણ સમુદ્ર છે. અનંત સુખના નિધી છે. આવી પ્રતિતી થાય તે સાચું સુખ પ્રાપ્ત થાય. મોહાંધકાર દૂર થાય તે આત્મા અંતર્દ્રષ્ટિ કરીને પોતાના આત્મ સ્વરૂપને જુએ છે. જ્યારે આત્મા નિજધરને રહેવાસી અને, નિજગુણામાં અનુરકત અને ત્યારે તેમાંથી આનંદ અને સુખ મેળવે છે અને અનાદિની મિથ્યાભ્રમણા દૂર થાય છે ને સાચું કયાં છે, કયાંથી મળે છે તેનું જ્ઞાન થાય છે.
સાચું સુખ જે મેળવવું હાય તે તૃષ્ણાના તંતુને કાપી નાંખેા. જે સુખ અને જે આનંદની પાછળ દુઃખ ન હેાય તે સાચું સુખ છે. પણ જે સુખની પાછળ દુઃખ રહેલું તે સુખ નહિ પણ સુખાભાસ છે. પુણ્યના ચેાગે તમને વર્તમાનમાં સુખ મળ્યું હોય પણ તે સુખ ખીજા દિવસે નષ્ટ થઈ જાય તે શું એને સુખ કહેવાય ? ના ’”. એ તે સુખની કલ્પના છે. શાતાના ઉદય પૂરો થઈ જાય એટલે અશાતાને ઉત્ક્રય થઈ જાય અને અશાતાનું દુ:ખ આવીને ઉભું રહે છે તે તેને સુખ કેવી રીતે માનવું? શાતાવેદનીયજન્ય સુખ તે સાચું સુખ નથી, વાસ્તવિક સુખ નથી. શાતા અને અશાતા અને દુઃખરૂપ છે. માટે તેને દુઃખરૂપ માના, કારણ કે કાલ્પનિક સુખ શરીર અને ઇન્દ્રિઓ વડે મળે છેઃ શાતાના ઉદયથી મળે છે. કર્મના સ્વભાવ કદી પણ આનંદ આપવાના નથી. તેના સ્વભાવ તા . આત્મિક ગુણાને આવરનારા છે. તેથી વેઢનીયજન્ય શાતા કે અશાતાના અભાવમાં સુખ છે. એ અનેના અભાવમાં આત્મિક આનઃ પ્રાપ્ત થાય છે. માટે અમે કહીએ છીએ કે રત્નત્રયીની આરાધના દ્વારા તે પ્રાપ્ત થાય છે માટે તેના દ્વારા આત્મિક સુખ પ્રાપ્ત કરવાનેા ઉદ્યમ કરા. પૈાલિક સુખેની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે. તેની પાછળ શત-દિવસ દોડધામ કરે છે ને તેની પાછળ પાગલ અનેા છે તે શું એ આત્માની અજ્ઞાનદશા નથી? ખોટા ભ્રમ નથી ? માહશા નથી? આત્માએ અનાદિથી એ કામ કર્યું" છે. સ્વરૂપથી ભ્રષ્ટ થએલા જીવાના આ પણામ છે. કહ્યું છે કે
અનંત સુખ નામ દુઃખ, ત્યાં ન રહી મિત્રતા અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા !
બંધુએ ! સુખ તેા તમારામાં છે. તે કયાંય બહારથી આવતું નથી અને બહારથી આવવાનું પણ નથી. આખા દિવસ બજારમાં વહેપાર કરીને વહેપારીએ સાંજે પેાતાને ઘેર આવે છે. આખા દિવસ વનના વિવિધ વૃક્ષેા ઉપર બેસનારા પક્ષીએ સાંજ પડતા પેાતાના માળામાં આવે છે. દિવસભર ખેતરમાં કામ કરનારા ખેડૂત સાંજે ઘેર આવીને આનંદના અનુભવ કરે છે. આ બધાય પાતાને ઘેર આવીને સુખ માને છે. આતા એક