________________
૩૯૮
શારદા સરિતા
બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લેવાની છે. બીજા કાર્યો પણ સંઘને ઘણું છે. તે હવે તેમને પચ્ચખાણ અપાય છે. એમના ઉપર રંગની પીચકારી છંટાય છે તે આજુબાજુમાં બેઠેલાને છાંટા ઉડશે તે કંઈક લેજે. આનંદભાઈ પણ ભાવના જાગીને આજે જાગી ગયા. બ્રહ્મચર્યને મહિમા અપાર છે તે અવસરે વર્ણવીશું.
વ્યાખ્યાન નં. ૪૯
વિષય:- સુખને ઉપાય શ્રાવણ વદ અમાસ ને સેમવાર
તા. ૨૭-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને!
અનંતજ્ઞાની મહાન પુરૂએ જગતના જીવોના ઉદ્ધાર માટે શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવ્યું. આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટે આ પર્વાધિરાજ પર્યુષણના દિવસો આવે છે. મંગલકારી પર્વના બે દિવસ તે વ્યતીત થઈ ગયા. આજે ત્રીજો દિવસ આવી ગયે. સુખના દિવસો જતાં વાર લાગતી નથી પણ દુઃખના દિવસે જલ્દી જતા નથી. દુઃખના દિવસો ખૂબ આકરા લાગે છે. આત્મિક સુખના દિવસે જતાં વાર લાગતી નથી. આજના વ્યાખ્યાનને વિષય છે– સુખને ઉપાય.
દુનિયામાં કડીથી માંડીને કુંજર સુધીના દરેક આત્માઓ સુખને ઈચ્છે છે. કેઈ દુઃખ ઈચ્છતું નથી. અરે! સ્વપ્નમાં પણ દુઃખનું નામ સાંભળવું ગમતું નથી. એટલે સે સુખ પ્રાપ્ત કરવા દેડધામ કરે છે. પણ સુખ પ્રાપ્ત કરતા પહેલાં સુખ શું છે? સુખ શેમાં છે? અને સુખના ઉપાયે ક્યા કયા છે તે જાણવું જોઈએ. જેમ સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે –
बुज्झिज्जत्ति तिउट्टिज्जा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं त्तिउट्टइ ॥
સૂય. સૂ. અ. ૧, ઉ. ૧, ગાથા ૧ ભગવાન કહે છે હે ભવ્ય જીવો. અનાદિકાળથી આ જીવને કયું બંધન છે તે જાણે. બંધનને તેડવાને ઉપાય જાણે અને પછી બંધનને તેડવા પ્રયત્ન કરે. તેમ અહીં પણું સાચું સુખ કયું છે તે જાણે અને પછી સુખ મેળવવા પ્રયત્ન કરે. એક વ્યવહારિક દૃષ્ટિથી જોઈએ કે તમારે અમદાવાદ જવું છે. સ્ટેશને ગયા. ત્યાં ગાડીના ડમ્બના માથે લખ્યું છે કે દિલ્હી એકસપ્રેસ છતાં તેમાં બેસી જાવ તો કઈ કાળે અમદાવાદ પહોંચી શકશે ? અમદાવાદ જવું હોય તો અમદાવાદની ટ્રેઈનમાં બેસવું