________________
૩૮૨.
શારદા સરિતા
વારે પાછો આવીને પૂછે છે બાપુજી! મારી બા હજુ નથી આવી? પિતાની વહાલી પત્નીને હજુ અગ્નિસંસ્કાર કરીને આવેલા પિતા બાળકને શું જવાબ આપે? પિતા કંઈ બેલી શક્યા નહિ. આંખમાં આવેલા આંસુ લુછીને આંગળી ઉંચી કરીને ગદ્દગદ્દ કંઠે બેલ્યા. બેટા ! તારી માતા ઉપર ગઈ છે. ફૂલ જે બાળક શું સમજે? એણે માની લીધું કે મારી બા ઉપર ગઈ છે. માતાના હેતને ભૂખે બાળક દેડ મેડી ઉપર ગયે. ઉપર માતા દેખાતી નથી. બાપુજી! મારી બા ઉપર પણ નથી. માતાને નહિ જેવાથી બાળક રડે છે ત્યારે પિતા કહે છે બેટા ! મેડી ઉપર નહિ તે આકાશમાં ગઈ. જેમ તેમ કરીને સમજાવ્યું પણ બાળક માતા વિના ઝૂરે છે. દુનિયામાં માતાનું હેત અલૌકિક હોય છે. માટે કહેવત છે કે “લાખો કમાતો બાપ મરજો પણ ઘંટીનું પૈડું ફેરવીને પેટ ભરનારી મા ન મરશે.” કારણ કે લાખ અને કરડે રૂપિયા આપતા પણ માતાના હેત મળતા નથી. તમે પૈસા કમાઈ જાણે પણ માતા જે બે ઉપાડી શકે છે અને બાળકને પ્રેમનું પીયુષ પાઈ શકે છે તે તમે પીવડાવી શકતા નથી. આ પિતા બાળકના માથે હાથ ફેરવતા સૂતા છે. જરા ઉંઘ આવી ગઈ. મધ્યરાત્રીને સમય છે. બાળક છાને માનો ઉઠી અગાશીમાં ગયો અને આકાશ સામું ટગરટગર જોઈ રહ્યો છે. આ વિશાળ આકાશમાં તેની માતા કયાં હશે? આ અગણિત તારામાંથી કોને પૂછું કે મારી માતા કયાં છે? અનિમેષ દૃષ્ટિથી બાળક આકાશ તરફ બે હાથ પ્રસારી કરૂણ સ્વરે બોલે છે હે માતા! તું કાલની કયાં ચાલી ગઈ છે? બા, તું જલ્દી નીચે આવ. હું સ્કૂલેથી આવો ત્યારે તું મને મીઠું દૂધ આપતી, તારા વગર દૂધ કેણ પાય? મા! તું જલ્દી આવ. આ તારો બાળ તારા વિના ગૂરી રહ્યા છે. આ પુત્રનો અવાજ સાંભળી બાપ જાગે. પડખામાં પુત્રને ન જોતાં અગાશીમાં આવ્યો. બાળકને ઝૂરતે જોઈ મનમાં તે વિચારે છે કે હું આ બાળકને આટલો સાચવું છું છતાં પણ એની માતા જેવી હૂંફ તે આપી શકતું નથી ને? પાસે આવીને કહે છે બેટા હું તને તારી માતાની જેમ સાચવીશ. નીચે ચાલ. બાળક કહે છે મારે તે માતા જ જોઈએ છે. બાલ્યવયમાં કોઈની માતા કદી મરશો નહિ.
બાલ્યવયમાં કેઈની માતા કદી મરશે નહિ,
એ તરફડત બાલુડે, માતા વિનાને પૂરત સાચવે ઘણું બાપ જ તોયે માતા વિનાને સૂને,
માતા વિનાને સૂબાલ્યવયમાં આ પિતાને પોતાની પત્ની કરતાં બાળકને જોઈને ખૂબ આઘાત લાગી ગયે. બાળકને ખબર નથી કે મારી માતા મને કાયમ માટે છેડીને ચાલી ગઈ છે. સમજાવીને નીચે લાવે છે અને બીજે દિવસે સ્કૂલે મોકલે છે ત્યાં સ્કૂલમાં બધા છોકરાઓ કહે છે કે તારી માતા તે મરી ગઈ છે. આ છોકરો કહે છે મરી ગઈ એટલે શું? ત્યારે છોકરાઓ