________________
શારદા સરિતા
૩૮૩
કહે છે તારી બા હવે તને કદી નહિ મળે. આ સાંભળી પાટી લઈને ઘેર આવ્યેા. માથા ફાડવા લાગ્યા. બાપુજી શું મારી ખા મરી ગઇ? હવે કદી નહિ મળે ? બસ મને તે મારી ખા લાવી આપે. ભાઇ ગમે તેમ કરે, ગમે તેટલા પૈસા આપે! પણ ગયેલી મા પાછી મળતી નથી માતાનેા પ્રેમ કદી છૂપા રહેતા નથી.
પેલા ત્રણ મહિનાના બાળકે અઠ્ઠમ કર્યાં. ત્રણ દિવસ સુધી દૂધ કે પાણી કઈ લીધું નહિ તેથી ત્રીજા દિવસે બેભાન મની ગયા છે. મા-બાપને શું ખબર પડે કે આણે અર્જુમ કર્યો છે. બિલકુલ ચેતના જેવું લાગતુ નથી. એટલે માન્યું કે આ બાળક મરી ગયા છે. ઘરમાં હાહાકાર મચી ગયા. માતા કાળા પાણીએ રડે છે. છેવટે બાળકને દાટવા સ્મશાન લઇ જાય છે. ત્રણ મહિનાનુ ખાળક છે એટલે તેને ખાડા ખોદીને દાટવા જાય છે ત્યાં આકાશમાં દેવવાણી થઇ કે તમે આ શુ કરી રહ્યા છે? આ નાગકેતુકુમાર જીવતા છે, એ મરી ગયા નથી પણ એણું અઠ્ઠમ તપ કર્યાં છે. આજે એને પારણુ છે. નાગકેતુકુમારના અમને નાદ દેવલાકમાં ગુંજી ઉઠયેા. એની વ્હારે દેવા આવ્યા. બાળકના અંગુઠામાં અમી મૂક્યું. બાળક અંગુઠા ચૂસવા લાગ્યા ને સત્ર આનદ થઇ ગયે! ટૂંકમાં મા કહેવાના આશય એ છે કે પર્યુષણ પર્વમાં તપ અવશ્ય કરવેા જોઈએ. તપના મહિમા કેવા છે! નાગકેતુકુમારના અમના પ્રભાવથી દેવાને નીચે આવવું પડયું.
તપ એક એવી અકસીર ટેબ્લેટ છે કે ત્યાં ભવરાગ ઉભું રહી શકતે નથી. જેને દેહમાં આસિત નથી તે આવે! વ્યિ અને ભવ્ય માર્ગ અપનાવી શકે છે. જેને ક્રેડ અને આત્માનુ ભેદજ્ઞાન થયું છે તે આ માર્ગે પ્રયાણ કરી શકે છે. એ આવા ઉગ્ર તપની આરાધના કરી શકે છે.
जहा महा तलायस्स सन्निरुध्धे जलागमे । उचिणा तवणाए, कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि, पावकम्मे निरासवे । भवकोडी संचियं कम्मं, तवसा निज्जरिज्जइ ॥
ઉત્ત. સુ. અ. ૩૦. ગાથા ૫-૬
જેમ મોટા તળાવના પાણીને સૂકવવું હેાય તે જે માર્ગેથી પાણી આવતું હોય તેને રોકવું પડે છે. આવતા પાણીને રાક્યા પછી તળાવમાં રહેલા પાણીને ઉલેચે છે અથવા તેા તાપથી સૂકવે છે. તેમ કરાડા ભવના સંચિત થયેલાં ક્રમે તપથી નિર્જરી જાય છે અને આવતા કર્મ સંયમથી રાકાય છે. તપની મહાન આરાધના માટે આ જે સુંદર તક મળી છે તેને ઝડપી લે. ઘણાં માણુસા કહે છે અત્યારે મને ધર્મ કરવાના જરા પણ ટાઈમ નથી. No time પણ જ્યારે મૃત્યુ-મહારાજા આવીને ઉભા રહે ત્યારે કહેશે।