________________
શારદા સરિતા
૩૮૧.
અઠ્ઠમ શબ્દ સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન” બંધુઓ ! જુઓ, પૂર્વના સંસ્કાર શું કામ કરે છે. બાળક ત્રણ મહિનાનો થયે અને પર્યુષણ પર્વ આવ્યા. શેઠાણ ત્રણ મહિનાના બાળકને લઈને ઉપાશ્રયે આવ્યા. મહારાજે વ્યાખ્યાનમાં પહેલાની જેમ અઠ્ઠમ તપનો મહિમા વર્ણવ્યું. છોકરાએ અમ... અકેમ શબ્દ સાંભળે. પૂર્વભવમાં અમ કરવાની તીવ્ર ભાવનામાં એનું મૃત્યુ થયું હતું. એટલે અટ્ટમ નામ સાંભળતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્રણ મહિનાના બાળકે પિતાને પૂર્વભવ જે. અહા ! હું પૂર્વભવમાં અમ..અમ કરતો મરણ પામ્યો છું. અહીં અઠ્ઠમ કરવાની તીવ્ર ભાવના થઈ. બાળક છે, વાચા દ્વારા બેલી શકતો નથી. પણ અંદર તે જ્ઞાન છે. મહારાજે અઠ્ઠમના પચ્ચખાણ કરાવ્યા તે ભેગા બાળકે પચ્ચખાણ કરી લીધા. ઘેર આવીને માતા દૂધપાન કરાવે છે પણ બાળક દૂધપાન કરતું નથી. ચમચીથી દૂધ પાય છે પણ પતે નથી. મેં ખોલતે નથી. માતા ખૂબ મૂંઝાઈ ગઈ કે મારે બાળક દૂધ પાન કેમ કરતો નથી. એને શું થયું હશે? ખૂબ ઉપચાર કર્યા પણ બાળકે કઈ ન લીધું. બાળકનું નામ નાગકેતુકુમાર હતું. આમ કરતાં ત્રીજો દિવસ આવી ગયે. કુમળા ફૂલ જેવું બાળક છે. ત્રણ દિવસથી કંઇ લીધું નથી એટલે બેભાન બની ગયા. હાલતે ચાલતું નથી. માતાને ખૂબ આઘાત લાગ્યું. અરેરે...ઘણાં વર્ષે બાળકનું મુખ જોયું અને આ શું થઈ ગયું ? દીકરાને બેભાન જેઈને માતા પણ બેભાન બની ગઈ. દુનિયામાં બધાને પ્રેમ મળશે પણ માતાને પ્રેમ નહિ મળે.
માતૃપ્રેમ” રવિન્દ્રનાથ ટાગેરે એક પ્રસંગ લખ્યો છે. એક માતાને એક નાનકડો બાળક છે. માતા માંદગીના બિછાને સૂતેલી છે. એક દિવસ તેની સ્થિતિ ગંભીર બનવા લાગી. તેને હાલ લાલ નિશાળે ગયે છે. માતા કહે છે મારે એનું મુખ જેવું છે. પણ જે એને અત્યારે બોલાવવામાં આવશે તે એને ખૂબ દુખ થશે. માતા અંતિમ સમયે પણ પુત્રને દુઃખ ન થાય તેની કેટલી સંભાળ રાખે છે. દીકરાને દુઃખ થાય માટે હમણું
લાવશે નહિ. માતા ફાની દુનિયા છોડીને ચાલી જાય છે. માતાની અગ્નિસંસ્કાર વિધિ પતી ગઈ. બાર વાગે સ્કૂલ છૂટે છે અને બાળક ખેલ કૂદતો રોજની માફક ઘેર આવે છે. રોજ સ્કૂલેથી આવીને માતાની સાથે પથારીમાં સૂઈ જતે. માતા હેતથી એના માથે હાથ ફેરવતી અત્યારે બાળક ઘેર આવ્યો ત્યારે બાપ ગમગીન ચહેરે બેઠો છે. બાળકને કંઈ ખબર પડતી નથી. પણ પોતાની માતા ઘરમાં દેખાતી નથી એટલું તે સમજી શકે છે. એટલે પૂછે છે બાપુજી! મારી માતા આ પલંગમાં સૂતી હતી તે કેમ દેખાતી નથી? મારી બા કયાં ગઈ છે? પિતા કંઈ જવાબ આપતા નથી. બાળક નિર્દોષ હોય છે. એને થયું કે કયાંક ગઈ હશે? એટલે દફતર મૂકીને રમવા ગયે. ઘેડી