________________
૩૩૦
શારદા સરિતા શું મહાવીર જિન છે? ગોશાલક કહે છે..હા..હું એ મહાવીર પ્રભુને સૌથી પ્રથમ - શિષ્ય છું. ત્યારે શ્રાવકે કહે છે ભગવાનને સૌથી પ્રથમ શિષ્ય તો ગતમ-ઈન્દ્રભૂતિ છે.
ત્યારે કહે છે ભગવાનને કેવળ જ્ઞાન થતાં પહેલાં હું તેમને શિષ્ય છું. શ્રાવકે કહે છે. શું આપ બધું સાચું કહો છો?
ગોશાલક કહે છે તદ્દન સાચું કહું છું. પ્રભુ મહાવીર તે મારા મહાન ઉપકારી છે. એ મારા પરમ ગુરૂ પ્રભુ મહાવીર સ્વામીના ઉપકારને યાદ કરું છું ત્યારે મારું કાળજું કંપી ઉઠે છે. જ્યારે મારા ઉપર પેલા જોગીએ તેજુલેશ્યા છોડી ત્યારે પ્રભુએ શીતળતેશ્યા છોડી મને બચાવ્યું. મને જીવતદાન અપાવ્યું. એ ન હેત હે હું અહીં ન હોત. મેં ઉપકારને બદલે અપકારથી વાજે. જે તેજુલેશ્યા મેં પ્રભુ ઉપર મૂકી તે તેજલેશ્યા મને પ્રભુએ શીખવી હતી. આવા જગદ્દગુરૂની મેં ઘર અશાતના કરી મેં મારૂં બધિબીજ બાળી મૂક્યું છે. એટલું નહિ પણ તમારા બોધિબીજને પણ સળગાવી દીધા છે. ત્યારે શ્રાવકે પૂછે છે કે શું આપને નિયતિવાદ છેટે છે? ત્યારે કહે છેઃ તદન ખોટો છે. કારણ કે મારે નિયતિવાદ એકાંત દષ્ટિ પર રચાયેલું છે માટે મિથ્યા છે. મહાવીર પ્રભુને અનેકાંતવાદ સત્ય છે.
ત્યારે શ્રાવકે કહે જે ભગવાન મહાવીરને અનેકાંતતાદ સારો હોય તે પ્રભુ મહાવીર કરતાં આપના અનુયાયીઓ વધારે છે તેનું કારણ શું? ત્યારે ગોશાલક કહે છે સાચા કરતાં ખોટું દુનિયાને બહુ ગમે છે. મેં તમને એ વાદ સમજાવ્યું કે જેમાં કષ્ટ ઓછું પડે, સહન કરવું ન પડે ને તમે ધમી કહેવાઓ. મેં ને પંથ શરૂ કરતાં પહેલા વિચાર કર્યો કે મહાવીર પ્રભુને ધર્મ તપ-ત્યાગ ને સંયમના મહાન કષ્ટોથી ભરેલો છે. જે હું તપ-ત્યાગ અને સંયમના કષ્ટ વિનાને ધર્મ દુનિયાને ગમે છે તે હું એવો ધર્મ બતાવીશ તો મારા ભકતે વધારે થશે. પરલોકને કદી વિચાર ન કર્યો કે આ ખોટ ધર્મ પ્રરૂપીને ક્યાં જઈશ? આ પાપી હું શા માટે જીવું છું! એમ બેલતાં અશ્રુની ધાર વહેવા લાગી છેલ્લે એણે કહ્યું કે મારા ભક્તો મારી તમને એક આજ્ઞા છે તે પાળશો ને? ભક્તો કહે છેઃ ગુરૂદેવ! આપની શું આજ્ઞા છે? ફરમાવે. ત્યારે ગેશાલિક કહે છેઃ મારા મરણ પછી મારા ડાબા પગને દેરડાથી બાંધજો અને શ્રાવસ્તિ નગરીની ગલીએ ગલીએ મારા મડદાને ઢસડજે ને મારા ઉપર થંકજે આટલું બોલતાં એને સંથારે ભીંજાઈ ગયા. એના ભક્તો ધાર આંસુએ રડવા લાગ્યા. સાચા હૈયાથી પાપની આલોચના કરનાર પથ્થર દિલને પણ પીગળાવી દે છે. આગળ કહે છેઃ મને ત્રણ વાર ફેરવો અને કહે છે કે આ મંખલિપુત્ર ગોશાળો છે. જિન નથી પણ જિનેશ્વર પ્રભુને વૈરી છે. ગુરૂને અવર્ણવાદી છે. શ્રમણને ઘાતક છે ને દોષને દરિયે છે. સાચા જિન, સાચા તીર્થકર કરૂણાનીધિ ભગવાન મહાવીર છે. આ રીતે પશ્ચાતાપ કરતાં અને પશ્ચાતાપના આંસુએથી સ્નાન કરતા