________________
શારદા સરિતા
૩૨૯
A
તો.
પામવાને છે. પહેલાં દુઃખ તે થયું પણ તેથી ભગવાન પ્રાયશ્ચિતના અધિકારી નથી. પ્રભુ જાણતા હતાં કે આમ કહેવાથી ગોશાલકનું ભાવિ ઉજજવળ બનવાનું છે.
ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા મુકી તે પ્રભુને બાળી શકી નહિ. પણ એની ગરમી લાગી એટલે પ્રભુને લેહીના ઝાડા થયા. એ તેજ વેશ્યા પ્રભુપાસેથી પાછી ફરીને
શાલકના મુખમાં પેસી ગઈ. ગોશાલક પોતાના સ્થાને ચાલ્યા ગયે. શરીરમાં કાળી બળતરા બળે છે. એ વેદનામાં છ છ દિવસ પસાર થઈ ગયા. ગોશાલકના અગિયાર લાખ શ્રાવકે હતા. એના મુખ્ય શ્રાવકે તેને વીંટળાઈને બેઠા છે. ગોશાલકને હવે પિતાના પાપને પશ્ચાતાપ થાય છે. અહો! હું કે પાપી ! એના ચિત્તમાં સેંકડો વિચાર આવતા હતા. પિતે ભૂતકાળમાં ભૂલો કરી તેનું ભાન થયું. અહે! મારે એના ફળ ભાવિમાં કેવા ભયાનક ભેગવવા પડશે! એ વિચારે સૂતેલે ગોશાલક કારમી ચીસ પાડી ઉઠે અને આંખમાંથી આંસુના પૂર ઉભરાયા ને સૌ બોલી ઉઠયા પ્રભુ! આપને શું થાય છે! આપ કેમ રડે છે? એમ કહેતા એના માથે હાથ ફેરવવા લાગ્યા. ગોશાલક કહે છે મારા અંતરની વેદના શું કહું! એમ બેલતાં હૈયું ભરાઈ આવ્યું. આજે એના અંતરના અંધારા ઓરડામાં દીપક પ્રગટ હ. એ દીપકના પ્રકાશ તેના માટે આંસુ પાડવા સિવાય બીજે કઈ ઉપયોગ ન હતે.
ડી વાર પછી ગોશાલક બેઠો થઈને એના ભકતને કહે છેઃ હે મારા ભકતે ! હવે આજથી તમે મને ભગવાન ન કહેશો. હું તે મહાન પાપી છું. એટલું કહેતાં ધ્રુસ્કે ને ધ્રુસકે રડી પડે. અચંપુલ શ્રાવક કહે છેઃ ગુરૂદેવ! આપે તે અમારા જેવા અનેક શ્રાવકને તાર્યા છે અને આપ પાપી શેના? ગે શાલક કહે છે મેં તમને તાર્યા નથી પણ ઉડા કૂવામાં ઉતાર્યા છે. ત્યારે શ્રાવકે કહે છેઃ ભગવંત! આપ તો સાચા જિન છે. રાગ-દ્વેષના વિજેતા છે. આપ અમને કૂવામાં કદી ન ઉતારો, એમ બેલી શ્રાવકોએ ગે શાલક પ્રત્યેની તેમની શ્રદ્ધા વ્યકત કરી, ગે શાવક કહે છેઃ ભાઈ! તમને મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ છે તે હું નથી, હું જિન નથી, રાગ-દ્વેષને વિજેતા નથી. હું જિન નહીં હોવા છતાં જિનનો પ્રલાપ કરીને મેં તમને છેતર્યા છે. મેં તમને મારી માયાજાળમાં ફસાવ્યા છે. મેં મારી કલા-કૌશલ્યથી અને તર્કબુદ્ધિથી તમારા મગજમાં એવું ઠસાવી દીધું છે, એટલે તમને મારા પ્રત્યે રાગ છે. પણ હું તે મહા ઠગારે છું તમને ઉંધે પાટે ચઢાવી દીધા છે. સાચા જિન તે ભગવાન મહાવીર સ્વામી છે.
બંધુઓ ! માણસ ગમે તેટલું તપ કરશે, દાન કરશે, અરે! કઈ શરીર પરની ચામડી ઉતારી નાંખે તે એક ચૂંકા ન કરે તેવી ગજબ સહનશકિતવાળા મળશે. પણ પાપને પશ્ચાતાપ કરનાર બહુ ઓછા મળશે. ગે શાલક પિતાના પાપનો પેટ ભરીને પશ્ચાતાપ કરે છે. એના ભકતે એના સામું જોઈ રહ્યા. ગુરૂદેવ ! તમે જિન ભગવાન નથી